વર્લ્ડ બેન્કની ટીમ અમદાવાદ શહેરની મુલાકાતે આવી, AMCને 3 હજાર કરોડની લોન આપશે વર્લ્ડ બેન્ક

આ મુલાકાત દરમિયાન વર્લ્ડ બેંકની ટીમ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ અંગે પણ માહિતી મેળવશે. આ ટીમ લોનની રકમ કેટલા ફેઝમાં કેટલી ફાળવવી તે નક્કી કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 5:49 PM

વર્લ્ડ બેન્ક (World Bank) ના અધિકારીઓની એક ટીમ અમદાવાદ (Ahmedabad) ની મુલાકાતે પહોંચી છે. વર્લ્ડ બેન્કે કોર્પોરેશનને (Corporation) ત્રણ હજાર કરોડની લોન આપવાની છે. ત્યારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, ડે. કમિશનર તેમજ અન્ય અધિકારીઓ સાથે વર્લ્ડ બેંકના અધિકારીઓની બેઠક કરી. બેઠકમાં ટેકનિકલ અને પ્રોજેક્ટની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી. વર્લ્ડ બેંકની ટીમ 8 એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ અમદાવાદના વિવિધ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરશે. વર્લ્ડ બેંક દ્વારા વિવિધ પ્રોજેકટ માટે પ્રથમ તબક્કામાં 1200 કરોડ લોન પેટે આપવામાં આવ્યા છે.

આ મુલાકાત દરમિયાન વર્લ્ડ બેંકની ટીમ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ અંગે પણ માહિતી મેળવશે. આ ટીમ લોનની રકમ કેટલા ફેઝમાં કેટલી ફાળવવી તે નક્કી કરશે. વર્લ્ડ બેંકની ટીમ કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટ વિશે અને તેની કામગીરી વિશે વિગતવાર માહિતી આ મુલાકાત દરમિયાન મેળવશે.

અમદાવાદમાં માઈક્રો ટનલિંગ પદ્ધિતથી સુઅરેજ, ડ્રેનેજ લાઈન, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ અને સુઅરેજ અપગ્રેડ કરવાના તબક્કાવાર કામ હાથ ધરાશે. આ માટે વિશ્વ બેંકે અમદાવાદને 3 હજાર કરોડની લોન મંજૂર કરી છે. વર્લ્ડ બેંકની ટીમ 14 એપ્રિલ સુધી અમદાવાદમાં રોકાવવાની છે. આ દરમિયાન બે STP પ્લાન્ટની પણ મુલાકાત લેશે. તો સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે GPCBના અધિકારીઓ સાથે બેઠક કરશે.

આ પણ વાંચો-

Surat : માર્ચ મહિનામાં 1.15 લાખ મુસાફરોએ સુરત એરપોર્ટથી પરિવહન કર્યું, સુરત એરપોર્ટનો દેશનાં સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સમાવેશ થશે

આ પણ વાંચો-

Surat : યુક્રેનથી સુરત પરત ફરેલા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ લઈ રહ્યા છે, સાયરન વાગે એટલે શિક્ષકો કલાસ અધૂરા મૂકી બંકરમાં જતા રહે છે

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">