Ahmedabad: તામ્બરમ- જોધપુર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશ્યિલ ટ્રેન ચલાવવામાં આવશે, ધસારાને દૂર કરવા રેલવે દ્વારા વિશેષ ટ્રેન દોડાવાશે

Ahmedabad: પેસેન્જર્સની સુવિધાને ધ્યાને રાખી ઉનાળાના વેકેશન દરમિયાન વધારાવા ધરાસાને દૂર કરવા માટે તુંબરમ અને જોધપુર વચ્ચે ખાસ ભાડા પર સમર સ્પેશ્યિલ ટ્રેન દોડાવવામાં આવશે.

Ahmedabad: તામ્બરમ- જોધપુર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશ્યિલ ટ્રેન ચલાવવામાં આવશે, ધસારાને દૂર કરવા રેલવે દ્વારા વિશેષ ટ્રેન દોડાવાશે
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 19, 2023 | 11:46 PM

હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યુ હોવાથી મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી વેકેશન દરમિયાન થતા ધસારાને દૂર કરવા તાંબરમ અને જોધપુર વચ્ચે ખાસ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 06056/06055 જોધપુર – તાંબરમ સ્પેશિયલ (વાયા વસઈ રોડ) [04 ટ્રીપ્સ]
  2. ટ્રેન નંબર 06056 જોધપુર-તંબરમ સ્પેશિયલ જોધપુરથી દર રવિવારે 17.30 કલાકે ઉપડશે અને મંગળવારે 19.15 કલાકે તંબરમ પહોંચશે. આ ટ્રેન 28 મે, 2023 થી 4 જૂન, 2023 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 06055 તાંબરમ – જોધપુર સ્પેશિયલ દર ગુરુવારે 15.00 કલાકે તંબરમથી ઉપડશે અને શનિવારે 17.20 કલાકે જોધપુર પહોંચશે. આ ટ્રેન 25 મે, 2023 થી 1 જૂન, 2023 સુધી ચાલશે.
  3. આ ટ્રેન લુની, સમદરી, મોકલસર, જાલોર, મોડરણ, મારવાડ ભીનમાલ, રાણીવાડા, ભીલડી, પાટણ, મહેસાણા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, ચિપલુન, રત્નાગીરી, મડગાંવ ખાતે સ્ટોપ કરશે. બંને દિશામાં, કારવાર, ઉડુપી, મેંગ્લોર જંક્શન, કાસરગોડ, કન્નુર, કોઝિકોડ, શોરાનુર, પલક્કડ, કોઈમ્બતુર, તિરુપુર, ઈરોડ, સાલેમ, જોલારપેટ્ટાઈ, કટપડી, અરક્કોનમ, પેરામ્બુર અને ચેન્નાઈ એગ્મોર સ્ટેશન. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 3-ટાયર ઈકોનોમી અને એસી 3-ટાયર કોચ હશે.

આ વર્ષે રેલવે  380 વિશેષ ટ્રેનોની 6369 ટ્રીપ કરશે

આ ઉનાળાની ઋતુમાં ભારતીય રેલ્વે રેલ પ્રવાસીઓની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને તેમના નક્કી કરેલા સ્થાનો પર લઈ જવા માટે આ વર્ષે 380 વિશેષ ટ્રેનોની 6369 ટ્રીપ કરશે. ભારતીય રેલ્વે આ વર્ષે 2022 (348 ટ્રેનોની 4599 ટ્રીપ્સ)માં દોડાવવામાં આવેલી કુલ સમર સ્પેશિયલ ટ્રેનો કરતાં વધુ 1770 ટ્રિપ્સ ચલાવશે. ગયા ઉનાળામાં જ્યાં પ્રતિ સ્પેશિયલ ટ્રેન સરેરાશ 13.2 ટ્રિપ્સ કરવામાં આવતી હતી, આ વર્ષે સ્પેશિયલ ટ્રેન દીઠ 16.8 ટ્રિપ્સ કરવામાં આવશે.

આ વિશેષ ટ્રેનો પટના-સિકંદરાબાદ, પટના-યસવંતપુર, બરૌની -મુઝફ્ફરપુર, દિલ્હી-પટના, નવી દિલ્હી-કટરા, ચંદીગઢ-ગોરખપુર, આનંદ વિહાર-પટના, વિસાપટનમ -પુરી-હાવડા, મુંબઈ-પટના, મુંબઈ- ગોરખપુર જેવા મુખ્ય સ્થળોને જોડે છે.

આ પણ વાંચો :Surat: હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું કામ પણ પ્રગતિમાં, કેવી હશે સુવિધા, જાણો 

કુલ મળીને, 380 વિશેષ ટ્રેનો જે 6369 ટ્રીપ કરશે તેમાં 25,794 જનરલ કોચ અને 55,243 સ્લીપર કોચ હશે. જ્યારે સામાન્ય વર્ગના કોચમાં 100 મુસાફરોની બેઠક ક્ષમતા હશે, જ્યારે સ્લીપર કોચમાં ICFમાં 72 મુસાફરો અને LHBમાં 78 મુસાફરોની ક્ષમતા હશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">