Railway News: Ahmedabad: 14 મે ના રોજ રણોલી-બાજવા સ્ટેશનો પર એન્જિનિયરિંગ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે
Railway News: Ahmedabad: 14 મે ના રોજ રણોલી- બાજવા સ્ટેશનો પર એન્જિનિયરીંગ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેમા વડોદરા અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ રદ રહેશે.
પશ્ચિમ રેલવે (Western Railway) ના વડોદરા – આણંદ રેલવે વિભાગના રણોલી – બાજવા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 614 (km-407/25-27) અપ લાઇન પર એન્જિનિયરિંગ બ્લોકને કારણે 14 મે (રવિવાર)ના રોજ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે, તો કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો અમુક કલાક માટે મોડી સંચાલિત કરવામાં આવશે.
રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે • ટ્રેન નંબર 19036 અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ રદ રહેશે
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા સુપરફાસ્ટ અમદાવાદ-વડોદરા વચ્ચે રદ રહેશે
રેગ્યુલેટ થનારી ટ્રેનો:
• ટ્રેન નંબર 14807 ભગત કી કોઠી – દાદર એક્સપ્રેસ ગેરતપુર – વાસદ વચ્ચે 15 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે • ટ્રેન નંબર 16209 અજમેર-મૈસુર એક્સપ્રેસ ગેરતપુર-રણોલી વચ્ચે 25 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે
રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
UTS APP ના ફાયદા
- તમે ઘરે બેસીને અથવા સ્ટેશનની 20 KM ત્રિજ્યામાં રહીને તમારા પોતાના મોબાઇલ ફોન પર ટિકિટ બુક કરી શકો છો
- યાત્રા, સિઝન અને પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ છે
- ચુકવણી માટે યુપીઆઈ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ અને R-Wallet સુવિધા ઉપલબ્ધ છે
- R-Wallet રિચાર્જ પર 3% વધારાની બોનસ રકમ મેળવો
- સ્ટેશન પર જવાની અને ટિકિટ બારી પર લાઈન લગાવવાની ઝંઝટ નહીં
- સમય અને પૈસા બંને બચાવો.
- છુટ્ટા પૈસાની કોઈ સમસ્યા નહીં
- પેપરલેસ ટિકિટિંગની સુવિધા ઉપલબ્ધ છે.
- પર્યાવરણ માટે ફાયદાકારક.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…