Surendranagar rain : રેલવેના અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીમાં ફસાઇ સ્કૂલ બસ, સ્થાનિકોએ કર્યુ વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ, જૂઓ Video
સુરેન્દ્રનગરના (Surendranagar) લખતરના લીલાપુર પાટડી રોડ પર અંડર બ્રિજમાં પાણી ભરાઇ ગયા હતા. રેલવેના અંડરબ્રિજમાં (Underbridge) વરસાદી પાણી ભરાતા ખાનગી સ્કૂલ બસ તેમાં ફસાઇ ગઇ હતી અને બસ બંધ પડી ગઇ હતી.
Surendranagar : આગાહી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મુશળધાર વરસાદ (Rain) વરસ્યો છે. ત્યારે વરસાદના કારણે સુરેન્દ્રનગરના લખતરના લીલાપુર પાટડી રોડ પર અંડર બ્રિજમાં પાણી ભરાઇ ગયા હતા.
રેલવેના અંડરબ્રિજમાં (Underbridge) વરસાદી પાણી ભરાતા ખાનગી સ્કૂલ બસ તેમાં ફસાઇ ગઇ હતી અને બસ બંધ પડી ગઇ હતી. બસની અંદર સ્કૂલના કેટલાક બાળકો પણ ફસાયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને વિદ્યાર્થીઓને બસની બહાર કાઢીને બચાવી લીધા હતા.
અંડરબ્રિજમાં પાણી ભરાઇ જવાના કારણે હાલ આ રસ્તો વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરબ્રિજમાંથી તાત્કાલિક પાણીનો નિકાલ થાય તેવી લોકોની માગ છે.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos