AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Video : સાબરમતી નદીમાં 5 મહિનામાં કાયાકિંગ પલટી જવાની બીજી ઘટના બની, જાણો શું છે બનાવો પાછળનું કારણ

કાયાકિંગ બોટિંગ કરવાના નિયમ બનાવવામાં આવ્યા છે. જેમાં જે લોકો બોટિંગ કરવા આવે છે તેઓને સૌ પ્રથમ બોટિંગ કરવાની તાલીમ આપવામાં આવે છે. જેમાં બોટમાં બેસતી વખતે અનબેલેન્સિંગ ન થાય તેનું ધ્યાન રાખવાની સમજ આપવામાં આવે છે.

Ahmedabad Video : સાબરમતી નદીમાં 5 મહિનામાં કાયાકિંગ પલટી જવાની બીજી ઘટના બની, જાણો શું છે બનાવો પાછળનું કારણ
Darshal Raval
| Edited By: | Updated on: Jul 29, 2023 | 3:39 PM
Share

Ahmedabad : સાબરમતી નદી (Sabarmati river) અને રિવરફ્રન્ટ (Riverfront) અત્યારના સમયમાં સહેલાણીઓ માટે ફરવા અને મનોરંજન માટેનું મુખ્ય અને મહત્વનું સ્થળ બની રહ્યું છે. જ્યાં દરરોજ હજારો લોકો મુલાકાતે આવતા હોય છે. ત્યારે લોકોના મનોરંજનમાં વધારો કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પર પાલડી વિસ્તારમાં પાંચ મહિના પહેલા જ એક કાયાકિંગ બોટ સુવિધા શરૂ કરાઇ છે. જેનો લોકો મહત્તમ લાભ લઈ રહ્યા છે. જો કે છેલ્લા પાંચ મહિનામાં આ કાયાકિંગ બોટ પલટી જવાના બે બનાવ સામે આવ્યા છે. ત્યારે કાયાકિંગ બોટની સેફ્ટીને લઇને સવાલો ઊભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો-દ્વારકાના જગત મંદિર પર છઠ્ઠી ધજા ચડાવવાના નિર્ણય પર વિવાદ, મંદિરના પૂજારીઓ અને કલેક્ટર આમને સામને, જુઓ Video

5 મહિનામાં બે ઘટના બની

બે મહિના પહેલા કાયાકિંગ બોટ પર બોટિંગ કરતી વખતે એક વ્યક્તિ બોટ પલટી જતા નીચે પડી ગયો હતો. જો કે એક કર્મચારીએ તેને રેસ્ક્યૂ કરીને બચાવી લીધો હતો. ત્યારે હવે બે મહિના બાદ વધુ એક આવો જ બનાવ બન્યો છે. જેમાં એક યુવતી કાયાકિંગ બોટિંગ કરી રહી હતી અને બોટ અચાનક પલટી જતા નદીમાં પડી ગઇ હતી. તેને પણ રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવી છે. રેસ્ક્યૂ કરવામાં આવેલી શ્રદ્ધા નામની યુવતીએ લોકોને પણ જાગૃત બનવા અને બોટિંગ વખતે ભયમુક્ત બની સાવધાની રાખવા સૂચન કર્યું. જેથી સતર્કતાને કારણે તેમની સાથે આવો બનાવ ન બને.

બંને ઘટના બનવા પાછળનું શું કારણ ?

માહિતી મળી છે તે અનુસાર બોટ પલટી જવા પાછળ પવનની ગતિને કારણરુપ માનવામાં આવે છે. ભારે પવનના કારણે બોટ પર બેઠેલી વ્યક્તિ બેલેન્સ રાખી શકતી નથી. જેના કારણે એક તરફ વજન વધતા આવી ઘટના બનતી હોય છે. તો સાથે જ પાણીના વહેણના કારણે પણ બોટનું બેલેન્સ બગડી શકે છે. જોકે આ બંને ઘટનાઓમાં બંને વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.

કાયાકિંગ બોટિંગ શું છે નિયમ ?

કાયાકિંગ બોટિંગ કરવાના નિયમ બનાવવામાં આવ્યા છે. જેમાં જે લોકો બોટિંગ કરવા આવે છે તેઓને સૌ પ્રથમ બોટિંગ કરવાની તાલીમ આપવામાં આવે છે. જેમાં બોટમાં બેસતી વખતે અનબેલેન્સિંગ ન થાય તેનું ધ્યાન રાખવાની સમજ આપવામાં આવે છે. તેમજ બોટિંગમાં મુખ્ય પેડલ ભૂમિકા ભજવે છે.

બોટિંગ કરનાર વ્યક્તિ હાથમાં પેડલ રાખીને બોટ જમણી તરફ વળાવવી, ડાબી તરફ વળાવવી, પાછળ લઈ જવી જેવા ડાયરેક્શનમાં કઈ રીતે તેનો ઉપયોગ કરવો, તેનું બેલેન્સિંગ કઈ રીતે રાખવું તેની પણ સમજ પૂરી પાડવામાં આવે છે. જેથી કોઈ દુર્ઘટના ન બને. તો બોટિંગ વખતે લાઈફ જેકેટ ફરજિયાત હોય છે. સાથે જ બોટિંગ વખતે કંપનીની પ્રાઇવેટ ટીમ એક બોટમાં હાજર હોય છે. કે જેઓ રેસ્ક્યૂ માટે તાલીમ બદ્ધ કર્મચારી રખાય છે. જેથી કરીને આવા કોઈ બનાવ બને તો તેમાં નદીમાં પડેલા લોકોને ત્વરિત બચાવી શકાય.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">