દ્વારકાના જગત મંદિર પર છઠ્ઠી ધજા ચડાવવાના નિર્ણય પર વિવાદ, મંદિરના પૂજારીઓ અને કલેક્ટર આમને સામને, જુઓ Video
દ્વારકાના જગત મંદિર પર છઠ્ઠી ધજા ચડાવવાના નિર્ણયને લઇને મંદિરના પૂજારીઓ અને કલેક્ટર આમને સામને આવ્યા છે. ત્રિવેદી અબોટી બ્રાહ્મણોએ કલેક્ટરને અલ્ટિમેટમ આપ્યું છે અને નોટીસ ફટકારીને ત્રણ દિવસમાં ખુલાસો કરવા ફરમાન કર્યું છે.
Devbhumi Dwarka : દ્વારકાના જગત મંદિર પર છઠ્ઠી ધજા ચડાવવાના નિર્ણયને લઇને મંદિરના પૂજારીઓ અને કલેક્ટર (Collector) આમને સામને આવ્યા છે. ત્રિવેદી અબોટી બ્રાહ્મણોએ કલેક્ટરને અલ્ટિમેટમ આપ્યું છે અને નોટીસ ફટકારીને ત્રણ દિવસમાં ખુલાસો કરવા ફરમાન કર્યું છે.
આ પણ વાંચો દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને કારણે ખેડૂતોમાં વ્યાપી ચિંતા, Videoમાં જુઓ દ્રશ્યો
સમગ્ર વિવાદની વાત કરીએ તો દેવસ્થાન સમિતિ અને કલેક્ટરે ત્રિવેદી અબોટી બ્રાહ્મણોને વિશ્વાસમાં લીધા વિના છઠ્ઠી ધજા ચડાવવાનો નિર્ણય કર્યો હતો. ત્રિવેદી અબોટી બ્રાહ્મણોને વિશ્વાસમાં ન લેવાતા વિરોધનો સૂર ઉઠ્યો હતો. અબોટી બ્રહ્મ સમાજે ચીમકી ઉચ્ચારી કે જો વિવાદ નહિ ઉકેલાય તો કોર્ટમાં જઇશું.
અબોટી સમાજનો આરોપ છે કે, નિર્ણય લેતા પહેલા તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે અબોટી બ્રહ્મ સમાજની નોટિસ બાદ કલેક્ટર શું જવાબ આપે છે તેના પર સૌની નજર મંડાઇ છે.