Ahmedabad : સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, કોર્પોરેશનને જવાબ રજુ કરવા આદેશ, જુઓ Video
કોર્પોરેશન સુનિશ્ચિત કરે કે તેમની ડ્રેનેજ લાઈનમાં ક્ષતિ ન પહોંચે.બંધ પડેલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ પાણીના નિકાલ માટેનો પ્રપોઝલ રિપોર્ટ CPCB અને અમદાવાદ કોર્પોરેશનને સોંપે.કોર્ટ મિત્રના એફિડેવિટ પર જવાબ રજૂ કરવા પક્ષકારોને ત્રણ સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.આગામી 3 સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે.
Ahmedabad:અમદાવાદની પ્રદુષિત(Pollution) સાબરમતી નદી(Sabarmati River) મુદ્દે થયેલ સુઓમોટો અરજીની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં કોર્ટ મિત્ર હેમાંગ શાહે કોર્ટમાં ફોટોગ્રાફ્સ સાથે રિપોર્ટ રજૂ કર્યો હતો.કોર્ટ મિત્રએ કહ્યું, હાલમાં પણ ગેરકાયદે કનેક્શનો છે અને પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે.ડેમેજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ચૂક્યા હોવાનું અમદાવાદ કોર્પોરેશનનું કહેવું.
આ પણ વાંચો : અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે વાહનોમાંથી નંબર પ્લેટો વરસાદી પાણીમાં તણાઈ, જુઓ Video
તો હાઈકોર્ટે કહ્યું, કોર્પોરેશન સુનિશ્ચિત કરે કે તેમની ડ્રેનેજ લાઈનમાં ક્ષતિ ન પહોંચે.બંધ પડેલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ પાણીના નિકાલ માટેનો પ્રપોઝલ રિપોર્ટ CPCB અને અમદાવાદ કોર્પોરેશનને સોંપે.કોર્ટ મિત્રના એફિડેવિટ પર જવાબ રજૂ કરવા પક્ષકારોને ત્રણ સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.આગામી 3 સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો