AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વસ્ત્રાપુરના વેપારી પુત્રનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી,વેપારીએ પોલીસને જાણ કરતા બે આરોપીની ધરપકડ

અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા વેપારીના પુત્રનું અપહરણ કરી ખૂન કરવાની ધમકી આપી એક કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જોકે વેપારીએ સમય સૂચકતા વાપરી પોલીસને જાણ કરી દેતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જેમા આ સમગ્ર ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપીઓ મોહનરાજ સેન્ગુદર અને મોહન ગવંડર છે.

Ahmedabad: વસ્ત્રાપુરના વેપારી પુત્રનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી,વેપારીએ પોલીસને જાણ કરતા બે આરોપીની ધરપકડ
Ahmedabad Police arrested two accused
Harin Matravadia
| Edited By: | Updated on: Dec 24, 2022 | 4:27 PM
Share

અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા વેપારીના પુત્રનું અપહરણ કરી ખૂન કરવાની ધમકી આપી એક કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જોકે વેપારીએ સમય સૂચકતા વાપરી પોલીસને જાણ કરી દેતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જેમા આ સમગ્ર ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપીઓ મોહનરાજ સેન્ગુદર અને મોહન ગવંડર છે. આ બંને આરોપીઓ મૂળ તમિલનાડુના છે અને હાલ અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહે છે. આ બંને આરોપીઓએ વેપારી પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ એનાલિસિસ થી આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીમાંથી મુખ્ય આરોપી મોહનરાજ સેન્ગુદર બેન્ક એકાઉન્ટ ખોલવાનું અને લોન આપવાનું કામ કરતો હતો અને તે દરમિયાન તેણે આ વેપારીનું એકાઉન્ટ પણ ખોલ્યું હતું.

ફેક ઈમેઇલ આઈડી બનાવી વેપારીનો સંપર્ક કરતા હતા

જેથી તેને ખ્યાલ હતો કે વેપારીનો પુત્ર વિદેશમાં છે. બંને આરોપીઓ છેલ્લા થોડા સમય થી વેપારી અને તેના પુત્રના લોકેશન અને સ્ટેટ્સ પર નજર રાખી રહ્યા હતા. વેપારીનો પુત્ર જ્યારે વિદેશ થી અમદાવાદ આવ્યો ત્યારે તેના સ્ટેટ્સ પરથી બંને આરોપીઓને ખ્યાલ આવ્યો અને તેણે પહેલા વેપારી પાસે ફોન કરી ખંડણી માંગી. જે બાદ વેપારી સાથે ઈમેઇલ થી સંપર્ક કરતા હતાં. જોકે ખંડણીખોર દ્વારા વેપારીને વિદેશના નંબર પરથી ફોન કર્યો હતો અને ફેક ઈમેઇલ આઈડી બનાવી વેપારીનો સંપર્ક કરતા હતા.

વેપારી સદ્ધર છે અને કઈક મળી રહેશે એટલે ટાર્ગેટ કર્યો હતો

મોહનરાજ અને મોહન ગવંડર હાલ મણિનગરમાં રહેતા હતા. મુખ્ય આરોપી મોહનરાજ ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. ભૂતકાળમાં ફરિયાદીના પરિવારના બેંક એકાઉન્ટ ખોલાવવા તેમના બાળકને વિદેશ મોકલવા સહિતની પ્રક્રિયા કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા મોહનરાજે નિભાવી હતી. કોઈક કારણોસર નોકરી છૂટી છતાં મોહનરાજે અપહરણ કરવા કાવતરું રચી, ખૂન કરવાની ધમકી આપી હતી. આરોપીને લાગ્યું કે આ વેપારી સદ્ધર છે અને કઈક મળી રહેશે એટલે ટાર્ગેટ કર્યો હતો.

મોહનરાજ સાયબર એક્સપર્ટ છે અને તે પોલીસને પણ ભૂતકાળમાં કેટલાક કેસમાં મદદ કરી ચૂક્યો છે

જેમા પોલીસે તેને ટેક્નિકલ એનાલિસિસથી ઝડપી પાડયા. આરોપીને નોકરી નહિ હોવાથી અને છેલ્લા એક વર્ષમાં શેર બજારમાં 70 લાખ રૂપિયા હારી જવાથી તેણે વેપારીને ટારગેટ કરી ખંડણી માંગી હતી. ઉલ્લેખનીય છે કે, મોહનરાજ સાયબર એક્સપર્ટ છે અને તે પોલીસને પણ ભૂતકાળમાં કેટલાક કેસમાં મદદ કરી ચૂક્યો છે. પોલીસને મદદ કરનારે એક વેપારીને ધમકાવી પૈસા પડાવવાનો વિચાર તો કર્યો પણ પોલીસ તેના કરતા એક કદમ આગળ નીકળી અને આખરે બને આરોપીઓને ટેક્નિકલ એનાલીસીસ થી જ ઝડપી પાડયા.

g clip-path="url(#clip0_868_265)">