AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ડ્રગ્સ નેટવર્કમાં મહિલાની સંખ્યા વધી, 6 માસમાં SOG ક્રાઈમે 9 મહિલા ડ્રગ્સ પેડલર ઝડપી

Ahmedabad crime news: SOGએ પરવીનબાનું બલોચ નામની મહિલાને નશાના કારોબાર કરવાના ગુનામાં કસ્ટડીમાં લીધી છે. આ મહિલા પોતાના જ ઘરમાં નશાનો સોદો કરતી હતી. SOG ક્રાઈમને બાતમી મળી હતી કે અમદાવાદના જુહાપુરામાં સંકલિત નગરમાં ડ્રગ્સનું નેટવર્ક ચાલી રહ્યું છે.

Ahmedabad: ડ્રગ્સ નેટવર્કમાં મહિલાની સંખ્યા વધી, 6 માસમાં SOG ક્રાઈમે 9 મહિલા ડ્રગ્સ પેડલર ઝડપી
ડ્રગ્સના કાળા કારોબારમાં હવે મહિલાઓની પણ સંડોવણી
Mihir Soni
| Edited By: | Updated on: Dec 24, 2022 | 4:08 PM
Share

અમદાવાદમાં ડ્રગ્સ નેટવર્કમાં મહિલાઓ પણ સક્રિય હોવાનો ખુલાસો થયો છે. જુહાપુરામાં ઘરમાં ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા ડ્રગ્સ પેડલર ઝડપાઇ ગઈ છે. આ મહિલા ઝડપાયા બાદ તેની પુછપરછમાં ખુલાસો થયો છે કે બીમારીના ઈલાજ માટે આ મહિલા પૈસા બનાવવા ડ્રગ્સ પેડલર બની છે. SOG ક્રાઈમે 6 માસમાં નશાનો સોદો કરનાર 9 મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ત્યારે નશાનો કારોબાર કરતા ડ્રગ્સ નેટવર્કમાં આ મહિલાઓ કેવી રીતે જોડાઈ એ અમે તમને જણાવીશુ.

મહિલા પેડલર પોતાના જ ઘરમાં ચલાવતી હતી નેટવર્ક

SOGએ પરવીનબાનું બલોચ નામની મહિલાને નશાના કારોબાર કરવાના ગુનામાં કસ્ટડીમાં લીધી છે. આ મહિલા પોતાના જ ઘરમાં નશાનો સોદો કરતી હતી. SOG ક્રાઈમને બાતમી મળી હતી કે અમદાવાદના જુહાપુરામાં સંકલિત નગરમાં ડ્રગ્સનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ માહિતીના આધારે SOG ક્રાઈમે રેડ કરતા પરવીનબાનું નામની મહિલા ડ્રગ્સનું વેચાણ કરતા ઝડપાઈ ગઈ હતી. તેની પાસેથી 34.900 ગ્રામનો એમડી ડ્રગ્સનો કુલ 3.49 લાખ રુપિયાનો જથ્થો ઝડપાયો છે. છેલ્લા 4 માસથી આ મહિલા પોતાના ઘરમા ડ્રગ્સનું વેચાણ કરતી હોવાનું ખુલ્યું છે. SOG ક્રાઈમે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ડ્રગ્સ સાથે પકડાયેલી મહિલા પરવીનબાનું અને તેનો પતિ મોહસીનખાન બલોચ જુહાપુરા રહે છે. તેમને કોઈ સંતાન નથી. પતિ ડ્રગ્સની લત ધરાવે છે. જ્યારે પરવીનબાનુને ટીબીની ગાંઠ થતી હોવાથી તેના ઓપરેશન માટે એક લાખનો ખર્ચ થવાનું ડોક્ટરે જણાવ્યુ હતુ. જેથી તેણે ડ્રગ્સ પેડલર બનીને પૈસા કમાવવાનું શરૂ કર્યુ હતુ. આ મહિલામાં વટવામાં શહેજાદખાન પઠાણ પાસેથી રૂપિયા 20 હજારમાં ડ્રગ્સ ખરીદીને લાવી હતી અને 50 હજાર સુધીમાં વેચાણ કરતી હતી. તેના ગ્રાહકો ઘરેથી ડ્રગ્સ લઈ જતા હતા. SOG ક્રાઈમે આ ડ્રગ્સ નેટવર્ક મહિલાએ કેવી રીતે બનાવ્યું અને કેટલા ગ્રાહકો ડ્રગ્સ લઈ જાય છે તેની તપાસ શરૂ કરી. આ ઉપરાંત ડ્રગ્સ આપનાર વોન્ટેડ સેજાદખાન પઠાણની શોધખોળ શરૂ કરી છે.

6 માસમાં SOG ક્રાઈમે 9 મહિલા ડ્રગ્સ પેડલર ઝડપી

  • 21 જુલાઈ 2022 : એસજી હાઈવે નજીક જાહેરમાં ડ્રગ્સ સાથે ચાંદખેડાની હરપ્રિતકૌર સહોતા નામની મહિલા ઝડપી. તેની પાસેથી 1.55 લાખનું MD ડ્રગ્સ મળ્યું..
  • 22 જુલાઈ 2022:  કાલુપુરમાં રેલવે સ્ટેશન નજીક સોલૈયામાલ સુબ્રમણ્યમ, પૂજા ગોયલ અને શેલવી નાયડુ નામની મુંબઈની 3 મહિલાને 3.96 લાખના 39 કિલો ગાંજો સાથે ધરપકડ કરાઈ
  • 23 ઓગસ્ટ 2022: કાલુપુર ભંડેરી પોળ નજીક ડ્રગ્સ માફિયા અમીનાબાનું ઉર્ફે ડોન પઠાણ નામની મહિલાની ધરપકડ કરી. MD ડ્રગ્સના જથ્થા સહિત 3.13 લાખનો મુદામાલ જપ્ત કરાયો. આ મહિલા ડોન ડ્રગ્સનું નેટવર્ક ઉભું કરીને 100થી વધુ પેડલર બનાવ્યા હતા.
  • 21 નવેમ્બર 2022 : દાણીલીમડામાં નાઝીયા શેખ નામની મહિલાને કફ શિરપના જથ્થા સાથે પડકવામાં આવી.
  • 24 નવેમ્બર 2022 : ખાનપુરમાં રહેનુમા ઉર્ફે સિઝા ખાન નામની મહિલા ડ્રગ્સ પેડલરને 29 ગ્રામના MD ડ્રગ્સ સાથે પકડવામાં આવી.
  • 28 નવેમ્બર 2022 : કુબેરનગરમાં અફસાનાબાનું શેખ નામની મહિલાને એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે મહિલા પેડલરની ધરપકડ કરી. જે દારૂની જેમ ડ્રગ્સનું વેચાણ કરતી હતી.
  • 9 ડિસેમ્બર 2022 : રામોલમાં જનતાનગરમાં ડ્રગ્સ કેસમાં મુંબઈની મહિલા ડ્રગ્સ પેડલર અમરીનખાન નું નામ ખુલ્યું.. જે હજુ ફરાર હોવાથી SOG તપાસ શરૂ કરી છે.
  • 24 ડિસેમ્બરના રોજ પણ SOG ક્રાઇમે મહિલા પેડલર પરવીનબાનુની ધરપકડ કરી.

અમદાવાદથી મુંબઈ સુધીના ડ્રગ્સ નેટવર્કમાં મહિલાઓનો નશામાં દબદબો વધી રહ્યો છે. SOGની જુદી જુદી ટીમોએ આ નેટવર્કને લઈને સર્ચ શરૂ કર્યું છે.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">