AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, કરોડો રુપિયાના વિકાસ કામોનું કરશે લોકાર્પણ

ન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આજે રાત્રે 10 વાગ્યે પહોંચી જશે. અમિત શાહ અમદાવાદમાં 1 હજાર 651 કરોડના કામોનું લોકાર્પણ કરશે. અમિત શાહ પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આવતીકાલે શનિવારે દિવસભર ગાંધીનગર સહિત અમદાવાદના સરખેજ, ભાડજ, ઓગણજ, જગતપુરમાં નવા તળાવના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

Ahmedabad : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, કરોડો રુપિયાના વિકાસ કામોનું કરશે લોકાર્પણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 11:10 AM
Share

Ahmedabad : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજથી 3 દિવસના અમદાવાદના પ્રવાસે આવવાના છે. તેઓ 29 સપ્ટેમ્બર એટલે કે આજે રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરવાના છે. જે પછી 30 સપ્ટેમ્બરે ચાર તળાવ ભાડજ, ઓગણજ, સરખેજ, જગતપુરમાં લોકાપર્ણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જે પછી કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ 1 ઓક્ટોબરે 10 વાગ્યે દિલ્હી પરત જવાના છે.

આ પણ વાંચો-Rajkot Rain : ધોધમાર વરસાદના પગલે જેતપુરના ખીરસરા ગામે કોઝવે પર ફરી વળ્યું નદીનું પાણી, જુઓ Video

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આજે રાત્રે 10 વાગ્યે પહોંચી જશે. અમિત શાહ અમદાવાદમાં 1 હજાર 651 કરોડના કામોનું લોકાર્પણ કરશે. અમિત શાહ પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આવતીકાલે શનિવારે દિવસભર ગાંધીનગર સહિત અમદાવાદના સરખેજ, ભાડજ, ઓગણજ, જગતપુરમાં નવા તળાવના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

ત્રાગડમાં પબ્લિક પાર્ક અને તળાવનું ઉદ્ઘાટન કરશે. ત્રાગડ પાસે લલિતા ગોવિંદ ઉદ્યાન નજીક જાહેર સભા સંબોધશે. જયારે અમદાવાદ અને ઔડા નિર્મિત વિવિધ સુવિધાઓ શરૂઆત કરાવશે. ગાંધીનગરમાં પણ નાઈપર સંસ્થાના નવા મકાનનું ઉદઘાટન કરશે. અમિત શાહના પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં વિકાસને લઈ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે. અમિત શાહ ગુજરાતમાં રાજકીય બેઠક કરે તેવી પણ શકયતા છે.

અગાઉ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓને લઈ અમિત શાહ ગુજરાત મુલાકાતે  પહોંચ્યા હતા. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની  બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા. ત્યારે ફરી એક વાર તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઇને તેઓ ભાજપના કાર્યકરો સાથે મળીને ચર્ચા કરે તેવી સંભાવના જોવા મળી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત
અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત
તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ
તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ
g clip-path="url(#clip0_868_265)">