Breaking News : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah અમદાવાદના પ્રવાસે, વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ, જાણો વિગત
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રણ દિવસ અમદાવાદ પ્રવાસે આવશે. 29મી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. 30 મી તારીખે ચાર તળાવ ભાડજ, ઓગણજ, સરખેજ, જગતપુરમાં વિવિધ વિકાસના કામોનું લોકાપર્ણ કરશે. ત્રાગડ ગાર્ડન સહિતના વિકાસ કાર્યનું પણ લોકાર્પણ અમિત શાહ કરવાના છે.

ગુજરાતના પ્રવાસે જ્યારે પણ અમિત શાહ પહોંચે છે ત્યારે કોઈને કોઈ મોટી ભેટ ગુજરાતને મળતી હોય છે. ત્યારે ફરી એક વાર આ વચ્ચે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. સરખેજ, જગતપુરમાં વિવિધ વિકાસના કામોનું લોકાપર્ણ કરશે. જેનો સીધો ફાયદો અમદાવાદના લોકોને મળશે.
અગાઉ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓને લઈ અમિત શાહ ગુજરાત મુલાકાતે પહોંચ્યા હતા. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની (Western Zonal Council meeting) બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા.
હાલમાં જ્યારે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેમના સમગ્ર કાર્યક્રમોની વાત કરીએ તો તારીખ 30ના રોજ સવારે 9:45 ક્લાલે સરખેજ ખાતે ઓકાફ તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરશે. ત્યારે બાદ 10:40 એ થલતેજ ખાતે ગામ તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરશે. 10:40 એ ગોતા ઓગણજ ગામ ખાતે તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવાના છે. સવારે 11 કલાકે ચાંદલોડીયા જગતપુર ખાતે તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરશે.
આ પણ વાંચો : ગુજરાત પોલીસનું ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન, 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું, જુઓ Video
ત્રાગડ ગામ ખાતે અમિત શાહ 11: 10 કલાકે નવનિર્મિત તળાવ તેમજ નવનિર્મિત લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ કરશે. એરફોર્સ સ્ટેશન સામે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ સાશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ કરશે