AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોરમાં બે વધારાની મેટ્રો ટ્રેન દોડશે, પ્રથમ ટ્રેન સવારે 6.20 કલાકે ઉપડશે

અમદાવાદના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોરમાં બે વધારાની મેટ્રો રેલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોની માગણીને ધ્યાનમાં રાખીને GMRC એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના (Gujarat Metro Rail Corporation Limited)  સત્તાધિકારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad : પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોરમાં બે વધારાની મેટ્રો ટ્રેન દોડશે, પ્રથમ ટ્રેન સવારે 6.20 કલાકે ઉપડશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 3:13 PM
Share

Ahmedabad : અમદાવાદ શહેરની મેટ્રો સેવામાં વધુ બે મેટ્રો ટ્રેન (Metro train) ઉમેરાવા જઇ રહી છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોરમાં બે વધારાની મેટ્રો રેલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોની માગણીને ધ્યાનમાં રાખીને GMRC એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના (Gujarat Metro Rail Corporation Limited)  સત્તાધિકારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં પ્રાયોગિક ધોરણે નિયમિત કરતા અડધો કલાક વહેલા પ્રથમ ટ્રેન ઉપાડવામાં આવશે.

આ પણ વાંચો- Ahmedabad : સિંધુભવન રોડ પર ઓનસ્ટ્રીટ પાર્કિંગના મુદ્દે AMCએ લીધો યુ-ટર્ન, 24 કલાકમાં જ ટેન્ડરપ્રક્રિયા રદ કરવા આપ્યો આદેશ

બંને કોરિડોર પર દિવસની પ્રથમ ટ્રેન સવારે 6.20 કલાકે ઉપડશે

મીડિયો રિપોર્ટસ અનુસાર અમદાવાદમાં બંને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી દિવસ દરમિયાન બે વધુ ટ્રેન દોડાવવાનો નિર્ણય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા લેવાયો છે. GMRC લિમિટેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બંને કોરિડોર પર દિવસની પ્રથમ ટ્રેન સવારે 6.20 કલાકે ઉપડશે તથા બીજી ટ્રેન 6.40 કલાકે ઉપડશે. ત્યાર પછી બાકીની અન્ય ટ્રેન રાબેતા મુજબના કાર્યક્રમ પ્રમાણે જ 7 વાગ્યાથી દોડતી રહેશે.

હવે દર 12 મિનિટના અંતરે મળી રહેશે ટ્રેન

GMRC લિમિટેડે આપેલી માહિતી અનુસાર સવારે 7 કલાકથી બાકીની મેટ્રો ટ્રેનની સેવાઓ 12 મિનિટના અંતરે મળી રહેશે. બંને વધારાની ટ્રેન બંને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી એટલે કે વસ્ત્રાલ ગામ, થલતેજ, APMC અને મોટેરાથી એક સાથે સવારે 6.20થી દોડશે.

વર્ષ 2022માં PM મોદીના હસ્તે થયુ હતુ મેટ્રોનું ઉદ્ઘાટન

મહત્વનું છે કે 30 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1ની શરુઆત કરાવી હતું. જે પછી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાર્થીઓ માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક રહે છે. જે પછી લોકોએ ટ્રેનની ફ્રિકવન્સી વધારવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇને GMRCએ 15 મિનિટમાં ટ્રેન મળી રહે તેવી સુવિધા ઉભી કરી હતી. ત્યારે હવે ફરીથી અપડાઉન કરનારા લોકો સહિતનાઓએ રજૂઆત કરતા હવે દર 10 થી 12 મિનિટમાં મુસાફરોને નવી મેટ્રો રેલ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">