Ahmedabad : સિંધુભવન રોડ પર ઓનસ્ટ્રીટ પાર્કિંગના મુદ્દે AMCએ લીધો યુ-ટર્ન, 24 કલાકમાં જ ટેન્ડરપ્રક્રિયા રદ કરવા આપ્યો આદેશ
અમદાવાદના એસ જી હાઈવે પર આવેલા સિંધુભવન રોડ પર પાર્કિંગની સમસ્યાને કોર્પોરેશનને ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટે ટેન્ડર બહાર પાડ્યુ હતુ પરંતુ તે 24 કલાકમાં રદ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
Ahmedabad : અમદાવાદનો જાણીતો વિસ્તાર અને પોશ વિસ્તાર ગણાતો સિંધુભવન રોડ પર મોટા પ્રમાણમાં કોમર્શિયલ મિલકતો આવેલી છે. એસજી હાઈવે પર આવેલા સિંધુભવન રોડ પર પાર્કિંગની સમસ્યાને કોર્પોરેશનને ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટે ટેન્ડર બહાર પાડ્યુ હતુ પરંતુપ તે 24 કલાકમાં રદ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
સિંધુભવન રોડ પર વાહન પાર્કિંગની સમસ્યાને લઈ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યુ હતુ. સૂત્રો અનુસાર મલ્ટીલેવલ પાર્કિંગ પાર્કિગનો સદઉપયોગ થાય તે હેતુથી ઓન સ્ટ્રીટ પાર્કિંગનું ટેન્ડર 24 કલાકમાં જ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક મીડિયા અહેવાલ અનુસાર ભાજપના સત્તાધીશોને આ સમગ્ર બાબતે જાણકારી મળતાની સાથે જ ભાજપના સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે એસ્ટેટ વિભાગના અધિકારીઓને આ ટેન્ડર રદ કરવા સૂચના આપી હતી.
સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતુ
અમદાવાદના સિંધુભવન રોડ પર ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ કોર્પોરેશન દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશન કરોડોના રુપિયાનો ખર્ચ કરી મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યુ છે. મલ્ટીલેવલ પાર્કિગમાં 391 કાર અને 900 જેટલાં ટૂ-વ્હીલર પાર્ક કરી શકાય તેવી સુવીધા ઉપલ્બધ છે. છતા પણ ઓન સ્ટ્રીટ પાર્કિંગનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ. મળતી માહિતી અનુસાર સિંધુભવન રોડ પર કાર પાર્ક કરીને અંદર બેસી રહેનાર લાકો પર ચાર્જ લગાવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના
અમદાવાદના સિંધુભવન રોડ પર કોમર્શિયલ મિલકતો તેમજ યુવાનો વધારે જતા હોય છે. જેના કારણે પાર્કિંગની સમસ્યાનો કેટલીક વાર ઉત્પન્ન થતી હોય છે. તેના પગલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ઓન સ્ટ્રીટ પાર્કિગનુ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ. વાહન પાર્ક કરવા માટે નિશ્ચિત રકમ ( paid parking) ચૂકવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ. સિંધુભવન રોડ પર વાહન ચાલકોને 2 કલાકના ટુ-વ્હીલરના 5 રૂપિયા અને ફોરવ્હીલરના 15 રૂપિયા ચૂકવવા પડે તેવુ નક્કી કરવામાં આવ્યુ હતુ.