Ahmedabad: પ્રેમલગ્નનો કરુણ અંજામ, વધુ એક ગર્ભવતી પરિણીતાએ કર્યો આપઘાત, પોલીસે માતા પુત્ર વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધ્યો
અમદાવાદમાં વધુ એક ગર્ભવતી પરિણીતાએ આપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો છે. પ્રેમલગ્નનો કરુણ અંજામ આવ્યો છે, લગ્નના 9 માસમાં જ ગર્ભવતી બનેલી પરણીતાએ છઠ્ઠા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો.
Ahmedabad: અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી એક ગર્ભવતી પરિણીતાએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. 20 વર્ષની ભારતી એ ધવલ ચૌહાણ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે લગ્નના નવ મહિનામાં જ પતિ ધવલ અને સાસુ જ્યોતિબેનના ત્રાસથી ભારતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
ભારતી ગર્ભવતી હોવા છતાં સાસરિયા તરફથી હેરાનગતિ એટલી વધારે હતી કે તેને આપઘાત કરવાની ફરજ પડી. ગત તારીખ 28 એપ્રિલના દિવસે ભારતી પોતાના સાસરીમાં હતી ત્યારે પતિ અને સાસુ સાથે અગમ્ય કારણસર ઝઘડો થતા તેને છઠ્ઠા માળેથી નીચે પડતું મૂક્યું હતું. આ આપઘાત કેસની તપાસ દરમ્યાન પોલીસને પતિ અને સાસુના માનસિક અને શારીરિક ત્રાસની માહિતી મળતા નિકોલ પોલીસે માતા પુત્ર વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી છે.
એક વર્ષ પહેલાં ભારતી અને કુણાલ પરિચયમાં આવ્યા હતા અને બન્ને પ્રેમ સંબંધમાં જોડાયા હતા. ભારતીએ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ થઈને ધવલ સાથે પ્રેમ લગ્ન કર્યા અને નિકોલ રહેવા આવી ગઈ હતી. મહત્વનુ છે કે ધવલ લોડિગ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડા વધ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં ભૂવા પડવાનો સીલસીલો યથાવત, જમાલપુરમાં ભૂવા પડવાની ભરમાર, સ્થાનિકોમાં તંત્ર સામે રોષ
ભારતી ગર્ભવતી થઈ હતી તેમ છતાં ધવલ માનસિક અને શારિરીક ત્રાસ આપતો હતો. પતિ અને સાસુના ત્રાસને લઈને ભારતીએ પોતાની માતા અને બહેનને જાણ કરી હતી. પ્રેમલગ્ન કર્યા હોવાથી તે પોતાના માતાના ઘરે જઈ શક્તિ ન હતી.
જેથી કંટાળીને ભારતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. નિકોલમાં આપઘાત કેસમાં પોલીસે માતા પુત્રની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરાવી. આ બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ આપઘાત પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં તે મુદ્દે પણ તપાસ પોલીસે શરૂ કરી.