AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ત્રણ પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ પિતાના અંગોનું દાન કર્યું, ત્રણ લોકોને નવજીવન મળ્યું

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ‌.રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલમાં થયેલ 105 માં અંગદાનના સંદર્ભમાં જણાવ્યું કે, વર્તમાન સમયમાં પિતાના મૃત્યુ બાદ તેમની મિલકત માટે ઝઘડતા બાળકોને તો અમે જોયા છે પરંતુ આજે પિતાના અંગદાનથી તેઓને અમર બનાવવા ત્રણેય પુત્રોએ ભેગા થઈને જે અંગદાનનો હૃદયસ્પર્શી અને જનહિતલક્ષી નિર્ણય કર્યો છે

Ahmedabad : ત્રણ પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ પિતાના અંગોનું દાન કર્યું, ત્રણ લોકોને નવજીવન મળ્યું
Ahmedabad Organ Donation
Jignesh Patel
| Edited By: | Updated on: May 05, 2023 | 11:33 PM
Share

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની થયેલ એક અભૂતપૂર્વ ઘટના બની છે.અમદાવાદ સિવિલમાં 5 મે 2023ના રોજ બ્રેઇનડેડ થયેલ 69 વર્ષના વયસ્ક દર્દીના ત્રણ પુત્રોએ એક જૂથ થઈ અંગદાનનો નિર્ણય કર્યો . આ નિર્ણય થકી ત્રણ જરૂરિયાત મંદોને નવજીવન પણ મળ્યું.સમગ્ર ઘટના એવી છે કે, વટવામાં રહેતા ગંગારામ કુશવાહને માર્ગ અકસ્માત સાંપડતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ચાર દિવસની સતત સઘન સારવારના અંતે તબીબો દ્વારા ગંગારામજીને બ્રેઇનડેડ જાહેર કરાયા.

બ્રેઈનડેડ ગંગારામના લીવર અને બે કિડનીના દાન દ્વારા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું

બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમના કાઉન્સિલર્સ દ્વારા તેમના પરિવારજનો અને ખાસ કરીને ગંગારામ ભાઈના ત્રણેય પુત્રોને અંગદાનની અગત્યતા અને પવિત્રતા અંગેની સમજ અપાતા ત્રણેય પુત્રોએ ઘડીનો પણ વિલંબ કર્યા વિના ગણતરીની મીનિટમાં એક જૂથ થઈને ગંગારામના તમામ અંગોનું દાન કરવાનો હિંમત ભર્યો જન હિતમાં નિર્ણય કર્યો. બ્રેઈનડેડ ગંગારામના લીવર અને બે કિડનીના દાન દ્વારા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.

અંગદાનનો સેવાયજ્ઞ આજે મહાયજ્ઞ બન્યો

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ‌.રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલમાં થયેલ 105 માં અંગદાનના સંદર્ભમાં જણાવ્યું કે, વર્તમાન સમયમાં પિતાના મૃત્યુ બાદ તેમની મિલકત માટે ઝઘડતા બાળકોને તો અમે જોયા છે પરંતુ આજે પિતાના અંગદાનથી તેઓને અમર બનાવવા ત્રણેય પુત્રોએ ભેગા થઈને જે અંગદાનનો હૃદયસ્પર્શી અને જનહિતલક્ષી નિર્ણય કર્યો છે તે ખરેખર ભારતીય સંસ્કૃતિ અને તેના સંસ્કારોનું પ્રતિબીંબ છે.ડૉ. જોષીએ ગૌરવભેર જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાય યજ્ઞમાં હવે રાજ્યના ઘણા જિલ્લાઓ અને હોસ્પિટલ જોડાયા છે .સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ આજે મહાયજ્ઞ બન્યો છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં થયેલ 105 અંગદાનમાં મળેલા 341 અંગોએ 316 જેટલા જરુરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">