AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સોશિયલ મીડિયા પર અજાણી યુવતીની રિકવેસ્ટ સ્વીકારવી પડી ભારે, બિલ્ડર પાસેથી યુવતીએ ખંખેર્યા લાખો રૂપિયા

Ahmedabad: જો તમને સોશિયલ મીડિયા પર કોઈ અજાણી યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો તેને સ્વીકારતા પહેલા સાવચેત રહેજો. ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનાર આ યુવતી કોઈ ફ્રોડ ગેંગની સાગરીત પણ હોઈ શકે છે અને તમને બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવી શકે છે. અમદાવાદના એક બિલ્ડરને સોશિયલ મીડિયા દ્વારા આવો જ એક કડવો અનુભવ થયો અને બિલ્ડરને આ યુવતીની મિત્રતા 62 લાખમાં પડી છે.

Ahmedabad: સોશિયલ મીડિયા પર અજાણી યુવતીની રિકવેસ્ટ સ્વીકારવી પડી ભારે, બિલ્ડર પાસેથી યુવતીએ ખંખેર્યા લાખો રૂપિયા
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 26, 2023 | 7:34 PM
Share

Ahmedabad: જો સોશિયલ મીડિયા પર તમને કોઈ અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો તેને સ્વીકારતા પહેલા એકવાર ચેતી જજો. કેમ કે આ અજાણી યુવતી ખરેખર કોણ છે અને શા માટે તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રહી છે તે જાણવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બિલ્ડરને સોશિયલ મીડિયા ઉપર એક યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. યુવતી અને તેની ટોળકીએ બિલ્ડર પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા કે જોકે બિલ્ડરને ખ્યાલ આવતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે સોશિયલ મીડિયા ઉપર સક્રિય થયેલી ઠગ ટોળકીનો પર્દાફાશ થયો હતો. ફરિયાદને આધારે બોપલ પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી લીધી છે.

છેતરપિંડી કરતી ગેંગના એક સાગરિતની પોલીસે કરી ધરપકડ

અમદાવાદમાં રહેતા સંજયભાઈ ગજ્જર નામના વ્યક્તિને બે વર્ષ પહેલા એક દિવસ તેની ફેસબુક પર એક પલક પટેલ નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે. જોકે સંજયભાઈ આ યુવતી સાથે પરિચિત ન હતા પરંતુ તેમની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી અને ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થતા મિત્રતા બંધાઈ હતી. પરંતુ સંજયભાઈ ને ક્યાં ખ્યાલ હતો કે તે જે યુવતી સાથે મિત્રતા કેળવી વાતચીત કરી રહ્યા છે તે એક કાવતરું છે અને તેમની પાસેથી રૂપિયા પડાવવાનો ઇરાદો ધરાવે છે. થોડા દિવસ બાદ યુવતીએ તેના મિત્ર સંજયભાઈ પાસે રૂપિયાની મદદ માંગી હતી અને 2500 જેટલા રૂપિયા તેના ભાઈના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

જે બાદ સંજયભાઈને ધંધામાં રૂપિયા રોકાણ કરવા સહિત અલગ અલગ બહાનાઓ બતાવી અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. સાથે જ બંનેની વાતચીતના ફોટો બતાવી બ્લેક મેઇલ કરી 62 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. સંજયભાઈને ખ્યાલ આવતા તેણે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આ ગેંગ સોશિયલ મીડિયા પર આ રીતે લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બિલ્ડરને બ્લેકમેલ કરી ખંખેર્યા 62 લાખ રૂપિયા

બિલ્ડરની દ્વારા આ યુવતી અને તેના મળતીયાઓ પાસે રૂપિયા પરત માંગ્યા હતા પણ વાતચીત પૈસા પરત નહી મળતા બિલ્ડરને શંકા ગઇ હતી. જેથી બિલ્ડરે આરોપીઓ પાસેથી નાણાં પરત માંગ્યા હતા. જેમાં આરોપી ઓએ બિલ્ડરને 38 લાખ રૂપિયા પરત આપવા 1.40 લાખ પ્રોસેસિંગ ફી પેટે માંગ્યા હતા. જે બાદ આ ટોળકી દ્વારા બિલ્ડરોને 70 લાખ રૂપિયા તમને આપવાના છે એવું કહીને 3.40 લાખ બીજા માંગ્યા. અલગ અલગ રીતે પૈસાની માંગ કરી. બીજી તરફ બિલ્ડરની પલક સાથેની ચેટ તેની પત્નીને મોકલવાની ધમકી આપીને પણ આ ફ્રોડ ટોળકી બિલ્ડર પાસેથી રૂપિયા પડાવતા રહી. અંતે બિલ્ડરે ફ્રોડ ટોળકી થી કંટાળી બોપલ પોલીસ સ્ટેશનમાં પલક પટેલ, રાજેશ પટેલ, હેમલ પટેલ, રૂહાની, હાર્દિક પ્રજાપતિ અને સેમ નામના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કોમ્પ્યુટરના ભેજાબાજ એવા આરોપી હાર્દિક પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad : રખડતા ઢોર મામલે કોર્ટ ઓફ કંટેમ્પ્ટ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી, AMC કમિશનરને એફિડેવિટ ફાઈલ કરવા આદેશ, જુઓ Video

ભેજાબાજ યુવતી સામે નોંધાઈ ફરિયાદ

હાલ તો પોલીસે હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરી ભેજાબાજ યુવતી અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત આ ટોળકી દ્વારા અન્ય કોઈ વ્યક્તિને તેની જાળમાં ફસાવ્યો છે કે કેમ તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે, સાથે જ બિલ્ડરના લાખો રૂપિયા ટોળકી દ્વારા ક્યાં વાપરવામાં આવ્યા છે? સહિતના મુદ્દાઓને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ સમગ્ર ટોળકીના મુખ્ય આરોપી અને ભેજાબાજ યુવતી અને અન્ય લોકો જ્યારે પકડાશે ત્યારે જ હકીકત સામે આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">