Ahmedabad : રખડતા ઢોર મામલે કોર્ટ ઓફ કંટેમ્પ્ટ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી, AMC કમિશનરને એફિડેવિટ ફાઈલ કરવા આદેશ, જુઓ Video
નવી પોલિસી બાદ લીધેલા પગલા, જવાબદાર અધિકારીઓના નામ સાથે એફિડેવિટ ફાઈલ કરવા કોર્ટે કહ્યું છે. તંત્ર કોંક્રિટ સોલ્યુશન અને કમ્પ્લિટ મિકેનિઝમ સાથે આગામી સુનાવણીમાં હાજર રહેવા કોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે પોલિટેક્નિક, સહજાનંદ કોલેજ નજીક રોડ પર બેઠેલા ઢોર નજરે જોયા છે.
Ahmedabad : રખડતા ઢોર મામલે કોર્ટ ઓફ કંટેમ્પ્ટ અરજી પર હાઈકોર્ટમાં (High Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રખડતા ઢોર મુદ્દે AMC કમિશનરને એફિડેવિટ ફાઈલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. રોડ-રસ્તા અને ટ્રાફિક મુદ્દે પણ એફિડેવિટ રજૂ કરવા આદેશ કરાયો છે.
નવી પોલિસી બાદ લીધેલા પગલા, જવાબદાર અધિકારીઓના નામ સાથે એફિડેવિટ ફાઈલ કરવા કોર્ટે કહ્યું છે. તંત્ર કોંક્રિટ સોલ્યુશન અને કમ્પ્લિટ મિકેનિઝમ સાથે આગામી સુનાવણીમાં હાજર રહેવા કોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે પોલિટેક્નિક, સહજાનંદ કોલેજ નજીક રોડ પર બેઠેલા ઢોર નજરે જોયા છે. રજિસ્ટ્રેશન ન થયેલા ઢોર સિટી બહાર મોકલો છો તો સિટી બહાર સાણંદ સહિતની સ્થિતિ જોવા પણ કોર્ટે કહ્યું છે. આ મામલે 4 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos