Ahmedabad: ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક, એસટી કર્મી પર હુમલા બાદ વેપારીઓમાં વધ્યો ભય

Ahmedabad: ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. એસટી કર્મ પર હુમલા બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. અન્ય વેપારીઓમાં પણ અસામાજિક તત્વોના આતંકને કારણે ભયનો માહોલ ફેલાયો છે.

Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: May 10, 2023 | 11:37 PM

અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. એસટી બસ સ્ટેન્ડ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયુ છે. તો અસામાજિત તત્વોના આતંક સામે પોલીસની નિષ્ક્રિયતા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ગીતા મંદિરમાં અસામાજિક તત્વો મુસાફરોને હેરાન કરે છે ઉપરાંત ત્યાંના વેપારીઓ પાસે દરરોજ હપ્તા માંગી મફતમાં માલ સમાન પણ લઈ જઈ રહ્યા છે. બે દિવસ પહેલા આવા તત્વોએ એસટીના સ્ટાફ પર અને વેપારી પર પણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો અને સીસીટીવી પણ સામે આવ્યા છે.

સમગ્ર ઘટનાક્રમ મુજબ બે દિવસ પહેલા બે દિવસ પહેલા ગીતા મંદિર બસ સ્ટેશનમાં ભાવેશ ઉર્ફે મંગા નામના વ્યક્તિએ આતંક માચવ્યો હતો જેમાં વેપારીને બસ સ્ટેન્ડનાં સ્ટાફ પર હુમલો કર્યો હતો. જોકે એસટી વિભાગ કે વેપારી તરફથી કોઈ પોલીસ ફરિયાદ નહિ થાય આવા તત્વો ઉપર પોલીસ કાર્યવાહી થઈ નથી. બસ સ્ટન્ડમા થયેલા હુમલાના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસને હુમલાની જાણ થઈ હતી ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી હતી.

બસ સ્ટેન્ડમાં આતંક મચાવનાર ભાવેશ ઉર્ફે મંગો અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ભાવેશ પર અત્યાર સુધી 9 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને 2 વખત પાસાની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. જોકે અવાર નવાર ભાવેશ ઉર્ફે મંગા દ્વારા વેપારીઓ પાસે ખંડણી માંગી તેને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે. સમગ્ર મામલે વેપારીઓએ અનેક વખત પોલીસને પણ રજુવતો કરી છે પણ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં નહિ ભરતાં હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

આ પણ વાંચો: Ahmedabad : ATS દ્વારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં લવાયો, જુઓ Video

અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં અનેક મોટી ઘટનાઓ સામે આવી છે જેમાં પોલીસ જાણેકે નિષ્ક્રિય બની ચૂકી હોય તેમ આરોપીઓને પકડી શકતી નથી. એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વો અનેક વખત આતંક મચાવે છે પણ પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. ત્યારે રવિવારે પણ હુમલાની ઘટનામાં આજે બે દિવસ બાદ ફરિયાદ નોંધાઈ રહી છે. જોકે બે દિવસ સુધી ઉચ્ચ અધિકારીઓને સમગ્ર ઘટનાની જાણ પણ નહિ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે કાગડાપીઠ પોલીસ આ અસામાજિક તત્વ ભાવેશ ઉર્ફે મંગા ને ક્યારે પકડે છે તે જોવું રહ્યું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">