Ahmedabad : ATS દ્વારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં લવાયો, જુઓ Video
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ATS દ્વારા નલિયાથી સાબરમતી જેલ લવાયો છે. સાબરમતી જેલમાં લોરેન્સ હાઇ સિક્યુરીટી ઝોનમાં રખાવામાં આવ્યો છે.
ATS દ્વારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને અમદાવાદની ( Ahmedabad ) સાબરમતી જેલમાં લવાયો છે. નલિયાથી લોરેન્સને સાબરમતી જેલ લવાયો છે. સાબરમતી જેલમાં લોરેન્સ હાઇ સિક્યુરીટી ઝોનમાં રખાવામાં આવ્યો છે. કચ્છના જખૌ નજીકથી ઝડપાયેલા 200 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને જેલ હવાલે કરાયો છે.
આ પણ વાંચો : Ahmedabad : ઉનાળામાં ગરમીને લગતી બીમારીઓના કેસમાં વધારો, 9 મે સુધીમાં હીટ સ્ટ્રોકના 10 જેટલા કેસ નોંધાયા
બિશ્નોઇના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં એટીએસની ટીમે નલિયાની કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ વધુ રિમાન્ડની માગ ન કરાતા જેલ જવાલે કરાયો હતો. મહત્વનું છે કે પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવનારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરી નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 2022માં જખૌથી ઝડપાયેલા 194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી ખુલી હતી. જે બાદ ATSએ ગેંગસ્ટર લોરેન્સને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…