Ahmedabad : સરોગસીથી જન્મેલા બાળકની કસ્ટડીનો કેસ કાયદાની આંટીઘુંટીમાં ગુંચવાયો, કોર્ટ સોમવારે કરશે સુનાવણી

બાળકીની બાયોલોજીકલ માતા (Biological mother) તેની કસ્ટડી તેના જૈવિક પિતાને સોંપવા માટે તૈયાર છે, પરંતુ પોલીસ તેમ કરવાથી રોકી રહી હોવાની અરજદારે રજુઆત કરી હતી.

Ahmedabad : સરોગસીથી જન્મેલા બાળકની કસ્ટડીનો કેસ કાયદાની આંટીઘુંટીમાં ગુંચવાયો, કોર્ટ સોમવારે કરશે સુનાવણી
બાળકીની કસ્ટડી માટે જેનેટિક પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી (Symbolic Image)
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Jun 25, 2022 | 3:51 PM

એક નવજાત જન્મેલી બાળકીને કાયદાની (Laws) આંટીઘુંટીના કારણે જેલવાસ ભોગવવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ આ બાળકીના જૈવિક પિતા તેની કસ્ટડી લેવા ખૂબ તત્પર છે. જો કે કાયદાના કારણે બાળકીની કસ્ટડી તેના જૈવિક પિતાને (Biological father) હજુ સુધી મળી શકી નથી. ત્યારે બાળકીના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) હેબીયસ કૉર્પસ અરજી દાખલ કરી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરોગસીના (Surrogacy)માધ્યમથી જન્મેલા બાળકની કસ્ટડી મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલ અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં કોર્ટે નવજાત બાળકના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે ‘કહ્યું કે નવા જન્મેલા બાળકને માતાના સ્તનપાનની આવશ્યકતા હોય છે, જેથી જો બાળકને તેને જન્મ આપનાર માતાથી અલગ કરી દેવામાં આવે તો બાળક નું શું થશે ? આ મામલે કોર્ટ સરોગસીને લગતા કાયદાની જોગવાઈઓના વિગતે અભ્યાસ કર્યા બાદ સોમવારે સુનાવણી હાથ ધરશે.

અરજદાર બાયોલોજીકલ પિતા વધી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, બાળકને જન્મ આપનાર માતા બાળકની કસ્ટડી આપવા માટે તૈયાર છે અને પિતા તેની કસ્ટડી લેવા માટે તૈયાર છે. તો પોલીસને વાંધો કેમ હોઈ શકે ? સાથે જ નવજાત બાળકને માતાની સાથે જેલમાં રાખવું તે પણ યોગ્ય નથી. આ ઉપરાંત એ પણ રજૂઆત કરી કે, ઘણા કિસ્સામાં સરોગસીના માધ્યમથી જન્મ થયા બાદ સંતાનોની કસ્ટડી સોંપી દેવામાં આવતી હોય છે.

સરોગેટ મધરની થઇ હતી ધરપકડ

ઘટના કઇક એવી છે કે મૂળ રાજસ્થાનના અજમેરના પતિ-પત્ની સરોગસીના માધ્યમથી સંતાન પ્રાપ્તિ ઇચ્છતા હતા. જેથી તેઓ એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા. જે પછી ડોકટરના માર્ગદર્શન હેઠળ આ દંપતીએ સરોગસી માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. જે પછી મહિલા સગર્ભા પણ બની હતી. જો કે તેના સગર્ભાકાળ દરમિયાન જ મહિલા સામે ફેબ્રુઆરી 2022માં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. મહિલા પર એક બાળકનું અપહરણ કરવાનો આરોપ લાગ્યો હતો. આ ગુના અંતર્ગત પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી. જે બાદ મહિલાને જેલમાં રાખવામાં આવી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જેલવાસ દરમિયાન જ પ્રસુતિની પીડા ઉપડી

ધરપકડ કરાયેલી મહિલાને તેના જેલવાસ દરમિયાન જ પ્રસુતિની પીડા ઉપડી હતી. બે દિવસ પહેલા જ તેણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે. બાળકીનો જન્મ થયા બાદ તેની કસ્ટડી તેના પિતાને સોંપી દેવામાં આવી હતી, જો કે પોલીસે કેટલાક કાયદા હેઠળ બાળકીની કસ્ટડી પરત લઇ લીધી હતી અને બાળકીને સરોગેટ મધરને પરત સોંપી હતી. અરજદારના પરિવારજનો દ્વારા પોલીસ પ્રશાસનને બાળકીને પરત આપવા માટે રજુઆત કરી પરંતુ કાયદાની મર્યાદા હોવાથી તે ન સોંપી શકાઈ. જેથી પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં બાળકીની કસ્ટડી મેળવવા માટે અરજી દાખલ કરી છે.

સરોગેટ મધર બાળકીની કસ્ટડી આપવા તૈયાર

બાળકીની બાયોલોજીકલ માતા તેની કસ્ટડી તેના જૈવિક પિતાને સોંપવા માટે તૈયાર છે, પરંતુ પોલીસ તેમ કરવાથી રોકી રહી હોવાની અરજદારે રજુઆત કરી હતી. અરજદારના વકીલ પૂનમ મનન મહેતા દ્વારા એ પણ રજૂઆત કરાઇ કે, સરોગસી કરાર દરમિયાન બાળકીના જન્મ બાદ તરત જ તેની કસ્ટડી પિતાને સોંપવા માટેની શરત પણ મૂકી હતી. જેથી બાળકીની કસ્ટડી તેના જૈવિક પિતાને સોંપવામાં આવે તો સારુ. કારણ કે નવજાત બાળકીને તેની માતાએ કરેલા ગુનાની સજામાં જેલવાસ ન મળવો જોઇએ.

સરોગસીના કાયદા વિશે શું કહે છે વકીલ ?

વકીલ પૂનમ મહેતાના જણાવ્યા અનુસાર સરોગસી વિશેના એક્ટમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, બાળકને તરત જ બાયોલોજીકલ માતા-પિતાને આપી દેવુ કે પછી સરોગેટ માતા પાસે રાખવુ. આ સિવાય સરોગસી વિશેના એક્ટમાં જો સ્તનપાન માટે બાળકને કેટલા સમય સુધી સરોગેટ માતા સાથે રાખી શકાય તેવો પણ ક્યાંય ઉલ્લેખ નથી. બીજી તરફ વકીલ પૂનમ મહેતાના જણાવ્યા પ્રમાણે બાળકના વિકાસ માટે સ્તનપાન ખૂબ જ જરુરી છે. જો કે સ્તનપાનના સમયગાળા દરમિયાન સરોગેટ માતા અને બાળક વચ્ચે લાગણી જન્મે તો તે બાયોલોજીક માતા-પિતાના હિતમાં ન હોય. સાથે જ પૂનમ મહેતાના જણાવ્યા પ્રમાણે ઘણા એવા કિસ્સા હોય છે કે જેમાં પ્રસુતિ પછી માતાને દુધ ન આવતા બાળકને તબીબના જણાવ્યા અનુસારના પાવડર મિલ્ક પર રાખવા પડતા હોય છે. તેમણે એમ પણ કહ્યુ કે ઘણા દેશોમાં પણ સરોગસી બાદ જન્મેલા બાળકને તરત જ બાયોલોજીકલ માતા-પિતાને આપી દેવામાં આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">