અમદાવાદ: SOG ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ એનાલિટિક ટેસ્ટની વસાવી ખાસ કિટ, 10 જ મિનિટમાં જાણી શકાશે ડ્રગ્સ લીધું છે કે નહીં
Ahmedabad: SOG ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ એનાલિટીક ટેસ્ટની ખાસ કિટ વસાવી છે. જેના દ્વારા માત્ર 10 વ્યક્તિએ ડ્રગ્સ લીધુ છે કે નહીં તે જાણી શકાશે. 31ST ડિસેમ્બરની રાત્રિથી જ આ કિટને ઉપયોગમાં લેવાશે.
અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ એનલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ વસાવી છે. જેના આધારે ડ્રગ્સ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી માત્ર 10 જ મિનિટમાં ડ્રગ્સ લીધું છે કે નહીં અને લીધું છે તો ક્યાં પ્રકારનું ડ્રગ્સ લીધું છે તેની માહિતી મેળવી શકાશે. અત્યાર સુધીમાં આલ્કોહોલિક ટેસ્ટ માટેની કિટ શહેર પોલીસ પાસે હતી, પરંતુ હવે ડ્રગ્સના ટેસ્ટિંગની કીટ અમદાવાદ એસઓજી ક્રાઇમ પાસે આવી જતા તેનો 31મી ડિસેમ્બરની રાત્રિથી જ ઉપયોગ કરાશે.
ડ્રગ્સ ચકાસણીની કિટ
- અમદાવાદ એસઓજી ક્રાઇમે ડ્રગ્સ ટેસ્ટિંગની કિટ વસાવી
- મોબાઇલ ટેસ્ટિંગની એક કીટની કિંમત 15 લાખ રૂપિયા
- ચારેય શહેરોને અપાઇ છે હાલ એક એક કિટ
- અગાઉ રથયાત્રામાં ડ્રગ્સ કિટ વડે શંકાસ્પદ વ્યક્તિઓની કરાઈ હતી ચકાસણી
- રથયાત્રા દરમ્યાન શાહપુર, દરિયાપુર, ખાનપુર સહિતના વિસ્તારોમાં કરાયુ હતું ટેસ્ટિંગ
અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના ટેસ્ટ માટેની કિટ ફરી એક વાર વસાવી લીધી છે. ગત રથયાત્રામાં ઘણાંખરાં વિસ્તારોમાં આ ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ વડે ડ્રગ્સ લીધુ હોવાની શંકાના આધારે વ્યક્તિની ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ આ મશીન વાળી ડ્રગ્સ કિટ પ્રથમ વખત ગુજરાતમાં ઉપયોગ કરવામાં આવશે અને આ કીટથી 10 જ મિનિટમાં ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિએ ડ્રગ્સ લીધેલું છે કે નહીં અને બાદમાં આ કિટ વડે લીધેલા સેમ્પલને FSL માં મોકલી આપવામાં પણ આવે છે.
એટલું જ નહીં એક ટેસ્ટીગ કર્યા બાદ મશીનમાંથી એક સ્લીપ નીકળે જે ડ્રગ્સના કન્ટેન બતાવે છે. જોકે આ કિટની કિંમતની વાત કરવા આવે તો તેનો ભાવ રૂપિયા 15 લાખ છે અને તેના ટેસ્ટિંગની વસ્તુઓની કિંમત બે હજાર છે જેને એક જ વખત ઉપયોગમાં લઇ શકાય તે મુજબની આ કિટ છે.
એસઓજી ક્રાઇમે વસાવેલી આ કિટ દ્વારા ડ્રગ્સનો નશો કરનારા પર અંકુશ મેળવવામાં આવશે. તાજેતરમાં રથયાત્રાના રુટ પર પ્રયોગિક ધોરણે ડ્રગ્સ ચેક કરવાની કીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના ડ્રગ્સ હોટસ્પોટ એરિયામાં આ કિટ દ્વારા રોજ શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે 31મીની રાત્રે ડ્રગ્સનો નશો કરનાર ને ચેક કરવામાં આવશે.
આ ટેસ્ટિંગ કિટ થકી પોલીસને જો કોઈ વ્યક્તિ નશો કરેલી હાલતમાં જણાશે તો સૌ પ્રથમ તે વ્યક્તિનું કાઉન્સિલિંગ કરવામાં આવશે. આ કામગીરી થકી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની માહિતી મેળવવામાં પોલીસને સરળતા રહેશે અને ડ્રગ્સ વેચનાર સુધી પોલીસ પહોંચી શકશે.
કેવી રીતે કરાય છે ટેસ્ટિંગ ?
- ડ્રગ્સનો નશો કરનારા લોકોની લાળ અને યુરિનના સેમ્પલ લેવાશે
- છેલ્લા 48 કલાકમાં જે પણ ડ્રગ્સ લીધું હોય તેની માહિતી મળે છે
- પાંચ મિનીટ માટે મોઢામાં નોઝલ રખાય છે
- મોંઢામાં લાળનું સેમ્પલ લેવાય છે
- સેમ્પલ લીધા બાદ તે નોઝલને મૂકાય છે મશીનમાં
- મશીનમાં મૂકાયા બાદ પાંચેક મિનીટનો સમય લાગે છે
- પાંચ મિનીટ બાદ તે મશીનમાં રિઝલ્ટ બતાવે છે
- છ પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહિ તેનો રિપોર્ટ આવે છે
- આ રિપોર્ટની પ્રિન્ટ પણ નીકળે છે
- ડ્રગ્સ લીધું હોવાનું પોઝિટિવ આવે તો તેને રિહેબ સેન્ટરમાં મોકલાય છે
- ડ્રગ્સ ક્યાંથી લવાયું, ક્યાં સેવન કર્યું જેવા અલગ અલગ મુદ્દા પર થાય છે તપાસ
અત્યાર સુધી માત્ર બાતમીદારોથી જ પોલીસ ડ્રગ્સના કેસ કરતી હતી. બાતમીદારો થકી પોલીસે કરેલી કાર્યવાહીની વાત કરીએ તો એસઓજીએ ગયા પાંચ વર્ષમાં થયેલા કેસોની સામે આ જ એક વર્ષમાં સંલગ્ન કેસ કરી દઇ પેડલરોની કમર તોડી નાખી છે. માત્ર એક જ વર્ષમાં અમદાવાદ એસઓજીએ 37 કેસ કરી 1.60 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું. ત્યારે હવે બાતમીદારોની સાથે સાથે સાયન્ટીફિક સચોટ પરિણામ મળે તેવા મશીન આવી જતા ડ્રગ્સની બદી સંપૂર્ણ નાબૂદ કરવા પોલીસ એક્ટિવ બની છે.