AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવા વર્ષ પહેલા પૂણેમાં 2 કરોડનો દારૂ, 12 લાખનો મ્યાઉ-મ્યાઉ જપ્ત, ડ્રગ્સને લઈને મુંબઈ પોલીસ કડક

થર્ટી ફર્સ્ટની પાર્ટીઓને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુંબઈ-પૂણે જેવા શહેરોમાં મોટી સંખ્યામાં ડ્રગ્સ અને ગેરકાયદે-નકલી દારૂનો માલસામાન લાવવામાં આવે છે. તેમની સામે પોલીસ (Mumbai Police) અને એક્સાઈઝ વિભાગે મોટી કાર્યવાહી શરૂ કરી છે.

નવા વર્ષ પહેલા પૂણેમાં 2 કરોડનો દારૂ, 12 લાખનો મ્યાઉ-મ્યાઉ જપ્ત, ડ્રગ્સને લઈને મુંબઈ પોલીસ કડક
અમદાવાદમાંથી ઝડપાયુ MD ડ્રગ્સImage Credit source: પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2022 | 9:38 PM
Share

મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાઓ પર થર્ટી ફર્સ્ટ નાઈટ અને ન્યૂ યર પાર્ટીઓ પહેલા ડ્રગ્સ અને ગેરકાયદેસર દારૂનો ધંધો અને તેની ધરપકડ વધી છે. ગુરુવારે (29 ડિસેમ્બર) પૂણેમાં એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે ગોવામાં બનેલો લગભગ રૂપિયા 2 કરોડની કિંમતનો ગેરકાયદેસર દારૂ જપ્ત કર્યો હતો. બે ટ્રકમાં ભરીને બે હજાર પેટી ગેરકાયદેસર દારૂ લાવવામાં આવી રહ્યો હતો. આ કેસમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેવી જ રીતે પૂણે પોલીસે પણ એક મોટી કાર્યવાહી કરતા 11 લાખ રૂપિયાનું મ્યાઉ-મ્યાઉ એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે. મુંબઈ પોલીસ પણ આવી ગતિવિધિઓ અને પાર્ટીઓ પર નજર રાખી રહી છે.

પૂણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમના યુનિટ 2ની કાર્યવાહીમાં યેરવડા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પાસેથી 11 લાખ રૂપિયાની કિંમતની 53.08 એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કર્યું છે. આના થોડા દિવસો પહેલા પૂણેના રેલ્વે સ્ટેશન પાસેથી 12 લાખ રુપિયાની કિંમતનું મ્યાઉ-મ્યાઉ એટલે કે એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને મૂળ રાજસ્થાનના દાણચોરો મોહમ્મદ ફારૂક અને મોહમ્મદ ઉમર ટાકની ધરપકડ કરવામાં આવી હતી. પાલઘરમાં પણ દમણમાં બનાવટી દારૂનો એક મોટો જથ્થો જપ્ત કર્યો છે.

મુંબઈ-પૂણેના પોલીસકર્મીઓ નવા વર્ષની પાર્ટીમાં સાદા વસ્ત્રોમાં મળશે જોવા

આ રીતે કોઈપણ રેવ પાર્ટી અથવા આવી ન્યૂ યર પાર્ટી અથવા થર્ટી ફર્સ્ટ નાઈટ સેલિબ્રેશનમાં ભાગ લેનારાઓ માટે સૂચના તરીકે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને મુંબઈ અને પૂણે પોલીસ આવા આયોજનો પર ચાંપતી નજર રાખી રહી છે. મુંબઈ પોલીસ સાદા યુનિફોર્મમાં આવી પાર્ટીઓમાં હાજરી આપે છે. શહેરના દરેક મહત્વના જંકશન પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. જે પણ ડ્રગ્સનો ઉપયોગ કરતા જોવા મળશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને 31 ડિસેમ્બરે મુંબઈ પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાઓએ 25 ડીસીપી, 7 એડિશનલ કમિશનર, 1500 અધિકારીઓ, 10,000 કોન્સ્ટેબલ, 46 એસઆરપીએફ પ્લાટુન અને 15 ક્યુઆરટીની ટીમો તૈનાત કરવામાં આવશે.

મુંબઈ પોલીસે એક વર્ષમાં કર્યું છે લગભગ 5000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ મુંબઈ પોલીસ ડ્રગ્સ વિરુદ્ધ અભિયાનમાં ઘણી એક્ટિવ થઈ ગઈ છે. વર્ષ 2022માં નવેમ્બર મહિના સુધી મુંબઈ પોલીસે 4928.66 કરોડ રૂપિયાની કિંમતનું 4036 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ દરમિયાન મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે 708 કેસ નોંધ્યા, 844 લોકોની ધરપકડ કરી. આ પહેલા એટલે કે 2021માં 594 કેસ નોંધાયા હતા. 151 કરોડ રૂપિયાની કિંમતનું 4050 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને 776 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. હવે થર્ટી ફર્સ્ટ નાઈટ પહેલા મુંબઈ પોલીસે સતત સતર્કતા વધારી દીધી છે.

હોટેલમાં દારૂ માણતા 9 નબીરાઓ ઝડપાયા – 1.96 લાખનો મુદ્દામાલ જપ્ત
હોટેલમાં દારૂ માણતા 9 નબીરાઓ ઝડપાયા – 1.96 લાખનો મુદ્દામાલ જપ્ત
બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃMLA હિરા સોલંકીની રજૂઆત, PIની બદલી
બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃMLA હિરા સોલંકીની રજૂઆત, PIની બદલી
પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર
પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર
પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ
પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ
ST ભાડામાં વધારો, મુસાફરો પર બોજ, ભાડામાં 3% વધારો લાગુ
ST ભાડામાં વધારો, મુસાફરો પર બોજ, ભાડામાં 3% વધારો લાગુ
માવઠાંને કારણે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ
માવઠાંને કારણે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ
અમદાવાદમાં ભારત એક ગાથા થીમ પર વિશ્વનો સૌથી મોટો ફ્લાવર શો
અમદાવાદમાં ભારત એક ગાથા થીમ પર વિશ્વનો સૌથી મોટો ફ્લાવર શો
આજનું હવામાન : આગામી 12 કલાક કમોસમી વરસાદની આગાહી
આજનું હવામાન : આગામી 12 કલાક કમોસમી વરસાદની આગાહી
ફિટ રહેવા માટે નિયમિત કસરત કરો, આર્થિક નુકસાન થવાની શક્યતા છે
ફિટ રહેવા માટે નિયમિત કસરત કરો, આર્થિક નુકસાન થવાની શક્યતા છે
અમિરગઢ બોર્ડર પર તપાસ દરમિયાન દારૂની ત્રણ પેટી મળી, બેની અટકાયત
અમિરગઢ બોર્ડર પર તપાસ દરમિયાન દારૂની ત્રણ પેટી મળી, બેની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">