ચટણીનો સ્વાદ ન પસંદ આવ્યો તો પતિએ કરી નાખી પત્નીની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

પતિને ચટણીનો સ્વાદ સારો ન લાગતા તેણે તેની પત્નીની હત્યા કરી નાખી હતી. આનંદ નામનો શખ્સ નાસ્તાની દુકાન ચલાવે છે અને સમોસા-કચોરી વેચવાનું કામ કરે છે.

ચટણીનો સ્વાદ ન પસંદ આવ્યો તો પતિએ કરી નાખી પત્નીની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિને ચટણીનો સ્વાદ સારો ન લાગતા તેણે તેની પત્નીની હત્યા કરી નાખી હતી. આ મામલો ગોરાઘાટ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત ઉપરાયણગાંવનો છે. મળતી માહિતી મુજબ ગામમાં રહેતા આનંદ ગુપ્તા નામનો શખ્સ નાસ્તાની દુકાન ચલાવે છે. નાસ્તાની દુકાનમાં સમોસા-કચોરી વેચવાનું કામ કરે છે. આ માટે તે પોતાની પત્ની પાસેથી ઘરે જ ચટણી બનાવતો હતો.

રવિવારે સવારે પણ આનંદ ગુપ્તાએ તેની પત્ની સાથે નાસ્તાની દુકાન માટે ચટણી બનાવી પરંતુ તે ચટણી સ્વાદહીન બની. આનંદ ગુપ્તાએ ચટણી ચાખતા જ ગુસ્સો આવી ગયો અને તેની પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો. પત્ની પણ પતિ સાથે ઝઘડો કરવા લાગી. મામલો એટલો વધી ગયો કે, આનંદ ગુપ્તાએ નજીકમાં રાખેલ સામાન ઉપાડીને તેની પત્ની પર હુમલો કર્યો.

આનંદની માતાએ પણ મહિલાને બચાવવા પ્રયત્ન કર્યા પરંતુ તે સફળ થઈ શકી નહીં. મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસને આ બાબતની માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ફરાર છે. હાલ કેસ નોંધી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો ઇતિહાસ, ઑસ્ટ્રેલિયાને આપી જોરદાર પછડાટ,હૉકી ટીમનો પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ

આ પણ વાંચો: Raj Kundra Case: પુરાવાનો નાશ કરી રહ્યો હતો રાજ કુંદ્રા, સરકારી વકીલે મુંબઈ હાઈકોર્ટમાં ધરપકડ માટેનું આપ્યુ કારણ

Click on your DTH Provider to Add TV9 Gujarati