Ahmedabad : રોમિયોગીરી ભારે પડી ! સગીર વિદ્યાર્થિનીની છેડતી કરતા યુવકને ચખાડ્યો બરાબરનો મેથીપાક- જુઓ Video

Ahmedabad: સગીર વિદ્યાર્થિનીની છેડતી કરવી રોમિયોને ભારે પડી છે. છેડતી કરનારા રોમિયોને સગીરા સહિત અન્ય લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો છે. વિદ્યાર્થિની સ્કૂલેથી પરત ફરી રહી હતી તે સમયે રોમિયોએ છેડતી કરતા વિદ્યાર્થિનીએ પટ્ટા વડે ફટકાર્યો હતો.

Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 23, 2023 | 11:52 PM

અમદાવાદમાં એક યુવકને રોમિયોગીરી કરવી ભારે પડી છે. સતત બે દિવસથી સગીર વિદ્યાર્થીનીની છેડતી કરતા યુવકને વિદ્યાર્થિનીએ બરાબરનો પાઠ ભણાવ્યો છે. બે દિવસથી વિદ્યાર્થિનીનો પીછો કરતા રોમિયોની હરકત વિશે વિદ્યાર્થિનીએ તેના પરિવારને જાણ કરી હતી. સતત બીજા દિવસે પણ વિદ્યાર્થિની સ્કૂલેથી પરત ફરી રહી હતી તે સમયે રોમિયોએ છેડતી કરતા વિદ્યાર્થિનીએ હિંમતપૂર્વક તેનો સામનો કર્યો અનેો પટ્ટા વડે ફટકારી ભૂલનું ભાન કરાવ્યુ હતુ. સ્કૂલેથી આવતી વિદ્યાર્થિનીની પજવણી કરતા રોમિયોને વિદ્યાર્થિનીએ પટ્ટા વડે ફટકાર્યો હતો. આ દરમિયાન ત્યાં લોકોનું ટોળુ પણ જમા થઈ ગયુ હતુ અને રોમિયોને બરાબરનો મેથીપાક આપ્યો હતો.

રોમિયોની ધોલાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

શહેરના ભુલાભાઈ પાર્ક નજીક આ ઘટના બની હતી. જેમા જાહેરમાં વિદ્યાર્થીની દ્વારા રોમિયોની ધોલાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે રોમિયોગીરી કરનારા યુવકની ધરપકડ કરી પોક્સો એક્ઠ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાક્રમની હકીકત અનુસાર સગીર વિદ્યાર્થિની સ્કૂલ જવા નીકળી ત્યારે રોમિયો વિજય તેનો પીછો કરીને આઈ લવ યુ કહીને શારીરિક અડપલાં કર્યા હતા. જેથી વિદ્યાર્થિનીએ જાહેરમાં આરોપી વિજયને ફટકાર્યો હતો. જોકે તે સમયે અન્ય લોકો મુકપેક્ષક બનીને જોતા રહ્યા જ્યારે વિદ્યાર્થીનીએ તેને ફટકારીને સબક શીખવાડ્યો.

બે દિવસથી પીછો કરી છેડતી કરતા યુવકને વિદ્યાર્થિનીએ પટ્ટા વડે ફટકાર્યો

રોમિયોને પાઠ ભણાવતો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. રોમિયોને પકડી લોકો કાગડાપીઠ પોલીસ સ્ટેશન લઈ જતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો રોમિયો વિજય બહેરામપુરાનો રહેવાસી છે. બેકાર અને રખડતું જીવન ગુજારે છે. આરોપી છેલ્લા 2 દિવસથી વિધાર્થીની છેડતી કરી રહ્યો હતો જેથી ફરી છેડતી કરતા વિધાર્થિનીએ કંટાળીને વિજયને જાહેરમાં ફટકાર્યો હતો. વિધાર્થિનીને મારતા જોઈને મહિલાઓ અને અન્ય વિધાર્થિની પણ આવી ગઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદના નિકોલમાં નરેશ પટેલે કર્યું ખોડલધામ કાર્યાલયનું ઉદ્ઘાટન

સગીર વિદ્યાર્થિનીએ હિંમતપૂર્વક આવારાગીરી કરતા યુવકને પાઠ ભણાવી પુરુ પાડ્યુ શ્રેષ્ઠ ઉદાહરણ

આરોપી અન્ય વિદ્યાર્થીઓની પણ છેડતી કરતો હોવાનું જાણવા મળ્યું છે. કાગડાપીઠ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેનું મેડિકલ તપાસ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રોમિયોને જાહેરમાં ફટકારનાર આ વિધાર્થિનીએ ખુદ પોતાનું રક્ષણ કર્યું છે અને આવા રોમિયોથી ડરવાના બદલે નીડર થઈને સામનો કરીને અન્ય પીડિત વિધાર્થિનિઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલમાં કાગડાપીઠ પોલીસે પોકસો અને છેડતી હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
g clip-path="url(#clip0_868_265)">