Ahmedabad : નોકરીમાંથી કાઢી મુકતા ઘરઘાટીને આવ્યો ગુસ્સો, ઘર માલિકની દીકરીઓ પર કર્યો જીવલેણ હુમલો

|

Nov 09, 2024 | 9:32 AM

અમદાવાદના ઘોડાસર પાસે આવેલા સમર્પણ એપાર્ટમેન્ટમાં 28 તારીખે વહેલી સવારે 12 અને 14 વર્ષની બે સગીર બહેનો પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી હતી. જેમાં હુમલો કરનાર આરોપી તુષાર કોસ્ટી ઘરમાં રહેલા રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. જે બાદ ફરિયાદીના એટીએમ કાર્ડ માંથી 10,000 રૂપિયા પણ ઉપાડી લીધા હતા.

Ahmedabad : નોકરીમાંથી કાઢી મુકતા ઘરઘાટીને આવ્યો ગુસ્સો, ઘર માલિકની દીકરીઓ પર કર્યો જીવલેણ હુમલો

Follow us on

અમદાવાદમાં એક ઘર માલિકના ઘરઘાટી રાખવુ ભારે પડી ગયુ છે. ઘરઘાટીને નોકરીમાંથી કાઢી મૂકતા તેણે ઘર માલિકની જ સગીર દીકરીઓ પર હુમલો કરી લૂટ ચલાવી હોવાનું સામે આવ્યુ છે. એટલુ જ  નહીં ઘર માલિકના એટીએમમાંથી પૈસા પણ કાઢી લીધા હતા. જો કે પોલીસે અમદાવાદ આવેલા ઘરઘાટીને પકડી પાડ્યો હતો.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક નોકરે તેના માલિકના ઘર પર હુમલો કરી તેની સગીર દીકરીઓને માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે ઘરઘાટી આરોપીની ધરપકડ કરી છે. આરોપી બનાવને અંજામ આપી મુંબઈ ભાગી ગયો હતો. જોકે અમદાવાદ પરત આવતા પોલીસે તેની ધરપકડ કરી, જેમાં ખુલાસો થયો કે ઘરઘાટીના નિશાને મકાન માલિક હતા, પરંતુ તે ઘરે હાજર ન હોવાથી બે બાળકીઓ પર હુમલો કર્યો.

ઘર માલિકની બે દીકરીઓ પર કર્યો હુમલો

અમદાવાદના ઘોડાસર પાસે આવેલા સમર્પણ એપાર્ટમેન્ટમાં 28 તારીખે વહેલી સવારે 12 અને 14 વર્ષની બે સગીર બહેનો પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી હતી. જેમાં હુમલો કરનાર આરોપી તુષાર કોસ્ટી ઘરમાં રહેલા રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. જે બાદ ફરિયાદીના એટીએમ કાર્ડ માંથી 10,000 રૂપિયા પણ ઉપાડી લીધા હતા. જે અંગે વટવા પોલીસે હત્યાનો પ્રયાસ અને લૂંટનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં આરોપી તુષાર લૂંટને અંજામ આપી ઉત્તર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં ફર્યા બાદ મુંબઈ ભાગી ગયો હતો. જોકે તેને કરેલા ગુના અંગે પોલીસની શું તપાસ ચાલે છે તે જોવા અમદાવાદ આવ્યો અને પોલીસે તેને ઝડપી પાડ્યો.

સાનિયા મિર્ઝા અને હરભજન સિંહને આ દેશમાં મળ્યું ખાસ સન્માન
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ, જાણો આઉટફ્લો અને ઇનફ્લો વિશે
કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર, જાણો આ આયુર્વેદિક ઉપચાર વિશે
Kanguva : અભિનેત્રીએ એક ગીત માટે 21 વખત કપડા બદલ્યા
Tulsi Leaves Benefits : તુલસીના છે અઢળક ઔષધીય ગુણો, આ રીતે કરો પાનનું સેવન
ગુલાબજળ ચહેરા પર લગાવવાના ફાયદા જાણી રહી જશો દંગ

આરોપીની પૂછપરછમાં થયા અનેક ખુલાસાઓ

વટવા પોલીસે તુષાર કોષ્ટીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આરોપી તુષાર ફરિયાદીની ડેરીમાં દારૂ પીતો હતો. જેથી તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. જેનો બદલો લેવા આરોપીએ ફરિયાદી અભી પર હુમલો કરવાનો કાવતરું રચ્યું હતું, પરંતુ હુમલાના દિવસે ફરિયાદી હાજર ન હોવાથી તેની બે સગીર દીકરીઓ પર હુમલો કરી લુંટને અંજામ આપ્યો હતો. જીવલેણ હુમલો કર્યા બાદ આરોપીએ ફરિયાદીના એટીએમ કાર્ડમાંથી રુપિયા ઉપાડયા હતા. જેથી બેંકનો મેસેજ આવ્યો હતો અને ત્યાર બાદ તપાસ કરતા ફરિયાદીની બે દિકરી પર હુમલો કરી આરોપી ફરાર થયો છે. જોકે બનાવની ગંભીરતા જોતા ઈજાગ્રસ્ત બાળકીની સારવાર માટે સ્થાનિક પોલીસે તમામ મદદ કરી હોવાનુ પણ સામે આવ્યુ છે.

હત્યાનો પ્રયાસ અને લૂંટના ગુનામાં પોલીસે તપાસ કરતા આરોપીએ તપાસને ગેરમાર્ગે દોરવા માટે બીજા કોઈ વ્યક્તિએ હુમલો કર્યા હોવાનું રટણ પોલીસ અને અન્ય લોકો સામે કર્યું હતું. જોકે પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ તેનો ભાંડો ફુટી ગયો અને તેણે કરેલા ગુનાની કબુલાત કરી હતી. તેથી પોલીસે આરોપીએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Next Article