Ahmedabad: બુલેટ ગતિએ વધી રહી છે બુલેટ ટ્રેનની કામગીરી, સાબરમતીમાં મલ્ટી લેયર ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું હબ બનશે
સાબરમતી ખાતે હાઇ સ્પીડ બુલેટ ટ્રેન (Bullet Train) , બી.આર.ટી.એસ. સ્ટેશન (BRTS station) અને રેલવે સ્ટેશન (Railway station) સહિતના સ્ટોપેજ એક સાથે તૈયાર થશે. મલ્ટી લેયર ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું હબ સાબરમતી વિસ્તારમાં ઉભું થઈ રહ્યું છે. અમદાવાદ એચએસઆર સ્ટેશનના કોન્કોર્સ લેવલ સ્લેબની કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે, સ્ટેશનના આ કોન્કોર્સ સ્લેબની લંબાઈ 435 મીટર છે.
Ahmedabad: સાબરમતી ખાતે હાઇ સ્પીડ બુલેટ ટ્રેન (Bullet Train) , બી.આર.ટી.એસ. સ્ટેશન (BRTS station) અને રેલવે સ્ટેશન (Railway station) સહિતના સ્ટોપેજ એક સાથે તૈયાર થશે. મલ્ટી લેયર ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું હબ સાબરમતી વિસ્તારમાં ઉભું થઈ રહ્યું છે. અમદાવાદ એચએસઆર સ્ટેશનના કોન્કોર્સ લેવલ સ્લેબની કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે, સ્ટેશનના આ કોન્કોર્સ સ્લેબની લંબાઈ 435 મીટર છે.
આ પણ વાંચો-Surendranagar Auction Today : સુરેન્દ્રનગરના સ્ટેશન રોડ પર દુકાનની ઇ હરાજી, જાણો શું છે વિગત
મુખ્ય વિશેષતાઓ
- કૉન્કોર્સ લેવલનો કૂલ વિસ્તાર : 13,376 વર્ગ મીટર
- કૉન્કોર્સ લેવલ ડાયમેન્શન : 435 મીટર x 30.75 મીટર
- ઉપયોગમાં લેવાયેલા કોંક્રિટની માત્રા : 11,492 ઘનમીટર
- સ્ટીલ રિઈન્ફોર્સમેન્ટનો ઉપયોગ : 3863.9 મેટ્રિક ટન
અમદાવાદનાં એચએસઆર સ્ટેશન શહેરનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક લોકાચાર સાથે સંકળાયેલો છે. સ્ટેશનની છતની બનાવટ એક સાથે સેંકડો પતંગો મુકવામાં આવી હોય એ પ્રકારે દ્રશ્યમાન થાય છે. જ્યારે તેનો મુખ્ય ભાગ સુપ્રસિદ્ધ સીદ્દી સૈયદની જાળીની કલાકૃતિની પેટર્ન દર્શાવે છે. સ્ટેશન લગભગ 38,000 વર્ગ મીટર ક્ષેત્રમાં ફેલાયેલુ છે. તેમજ હાલનાં પશ્ચિમ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 ઉપર બનાવવામાં આવી રહ્યુ છે, જ્યાં 2 પ્લેટફોર્મ હશે અને સ્ટેશનની જમીનથી ઊંચાઇ 33.75 મીટર રાખવામાં આવી છે.
સ્ટેશન કનેક્ટિવીટીની યોજના
- પરિવહનનાં અન્ય સાધનો સાથે સંકલન થઇ શકે એ માટે ઇન્ટીગ્રેટેડ બિલ્ડીંગ બનાવવામાં આવી છે, જેને કારણે યાત્રીઓ એસ્કેલેટર અને લિફ્ટનો ઉપયોગ કરીને અલગ અલગ માધ્યમો થકી યાત્રા કરવા માટે આવાગમન કરી શકશે.
- ઇન્ટીગ્રેટેડ બિલ્ડિંગને કારણે પ્લેટફોર્મ 1 થી 9 સુધી જનારા અને આવનારા યાત્રીઓને ડબલ્યુઆરએફઓબી સાથે કનેક્ટ કરીને બીજી તરફ સરસપુર તેમજ ભૂમિગત એટલે કે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન સાથે જોડવામાં આવશે.
- HSR સ્ટેશનથી અમદાવાદ એરપોર્ટ લગભગ 10 કિમી છે તેમજ સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી લગભગ 3.5 કિમી દુર છે જેથી આસાનીથી આ સ્થળો ઉપર બહારથી આવનારા યાત્રીઓ પહોંચી શકે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો