AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના રહિશોએ રિડેવપલપમેન્ટ પોલિસીમાં ફેરફારની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

અમદાવાદમાં(Ahmedabad) ઘાટલોડિયા વિસ્તારમાં વર્ષ 2016 બાદ પોલિસીમાં જરૂરી સુધારા વધારા કરવાની જરૂર અને આવશ્યકતા ની માંગ સાથે કેટલાક રહીશોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ પોલિસીમાં યોગ્ય ફેરફારની માંગ કરી હતી. જ્યારે ઘાટલોડિયા પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી છે.

Ahmedabad : અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના રહિશોએ રિડેવપલપમેન્ટ પોલિસીમાં ફેરફારની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું
Ahmedabad Housing Board Resident Protest
Ronak Varma
| Edited By: | Updated on: Jul 19, 2022 | 6:05 PM
Share

અમદાવાદ(Ahmedabad) શહેરમાં હાઉસીંગ બોર્ડના(Housing Board)  વર્ષો જૂના અનેક બાંધકામો થયેલા છે. જેમાંથી અનેક હવે જર્જરીત હાલતમાં છે. તેમજ અનેક વખત મકાનો અથવા તો મકાનના કેટલાક ભાગ પડવાની ઘટના અને અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે વર્ષ 2016માં ગુજરાત સરકાર દ્વારારિડેવપલપમેન્ટ પોલિસી (Re Development Policy) અમલમાં મૂકવામાં આવી હતી. જેમાં વર્ષ 2016 બાદ પોલિસીમાં જરૂરી સુધારા વધારા કરવાની જરૂર અને આવશ્યકતા ની માંગ સાથે કેટલાક રહીશોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ પોલિસીમાં યોગ્ય ફેરફારની માંગ કરી હતી. જ્યારે ઘાટલોડિયા પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી છે. ખાસ અમદાવાદમાં એસોસિએશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર અનેક વખત રજૂઆત કરીને આ પોલીસીમાં યોગ્ય ફેરફાર કરવા માટે આવેદનપત્ર સહિતના કાર્યક્રમમાં કરાયા હતા પરંતુ તંત્ર દ્વારા કોઈપણ યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવી ન હતી.

અમદાવાદ શહેરના પ્રગતિનગર પાસે આવેલા હાઉસીંગ બોર્ડના સુરમ્ય એપાર્ટમેન્ટ અને તેની આસપાસ માં રહીશોએ મંગળવારે સાંજે રીતે પોલિસીમાં ફેરફારની માંગ સાથે પગપાળા ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે જઈ આવેદનપત્ર આપવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ આ કાર્યક્રમ માટે પોલીસ મંજૂરી ન મળતા સ્થાનિકો રોસે બનાયા હતા અને મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. શાંતિપૂર્ણ રેલી માટે પોલીસ મંજૂરી ન મળતા સ્થાનિકોએ તંત્ર અને પોલીસ વિરુદ્ધ હાથમાં કાળી પટ્ટી બાંધી ને બેનરો સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

જેમાં અહીંના સ્થાનિક આગેવાનોએ tv9 સાથે વાત કરતા કહ્યું કે ગાંધી અને સરદારના રાજ્યમાં શાંતિપૂર્વક રીતે પોતાની માંગ માટે રેલી કાઢવી પણ હવે ગુનો થઈ ગયો છે ત્યારે પોલીસ દ્વારા મંજૂરી ન મળતા તેમણે મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ને અપીલ કરતાં કહ્યું કે જો પોતાની માંગ માટે સામાન્ય માણસ શાંતિપૂર્વક રેલી કાઢવા માંગતો હોય અને પોલીસ તેને અટકાવતી હોય તો અત્યંત ગંભીર બાબત છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ દખલ ગીરી કરવા અહીંના સ્થાનિકો ની માંગ છે.

આ પણ વાંચો

તો બીજી તરફ પોલીસ મંજૂરી ન મળવાને કારણે મોટી સંખ્યામાં અહીંના સ્થાનિકો ભેગા થયા હતા અને કોઈપણ પ્રકારનું કાયદો વ્યવસ્થા ભંગ ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ આ વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો હતો જેમાં મહિલાઓને ત્યારે રાખીને વિશેષ મહિલા પોલીસ પણ વિસ્તારમાં ચાણાત કરી દેવામાં આવી હતી અને થોડા સમય માટે આ વિસ્તાર પોલીસ છાવણી માં ફેરવાઈ ગયો હતો..

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">