AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વધુ એક આયેશા પતિના અત્યાચારનો ભોગ બની, રીવરફ્રન્ટ પર વીડિયો બનાવી આપઘાત કરવા જતાં લોકોએ બચાવી લીધી

પતિએ લગ્નના એક મહિના બાદ પત્નીને ઘરની બહાર કાઢી મૂકી અને અન્ય યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો. જેથી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Ahmedabad: વધુ એક આયેશા પતિના અત્યાચારનો ભોગ બની, રીવરફ્રન્ટ પર વીડિયો બનાવી આપઘાત કરવા જતાં લોકોએ બચાવી લીધી
Another Ayesha became a victim of her husband's abuse
Mihir Soni
| Edited By: | Updated on: Jul 19, 2022 | 5:18 PM
Share

અમદાવાદ (Ahmedabad) માં વધુ એક આયેશા બની પતિ (husband) ના અત્યાચારનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. આ યુવતી આપઘાત કરવા રિવરફ્રન્ટ (riverfront) પહોંચી હતી અને આપઘાતનો પ્રયાસ કરતાં પહેલં વીડિયો બનાવ્યો હતો. જોકે જાગૃત નાગરિકે તેનો જીવ બચાવ્યો. પતિએ લગ્નના એક મહિના બાદ પત્નીને ઘરની બહાર કાઢી મૂકી અને અન્ય યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો. જેથી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

સાબરમતી રિવરફ્રન્ટ પરથી દોઢ વર્ષ પહેલા આયશા નામની યુવતીએ ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું. જેમાં આત્મહત્યા પહેલા આયેશાએ બનાવેલો વીડિયો સામે આવ્યો હતો, જે વીડિયોમાં તેણે પતિ સામે ગંભીર આક્ષેપો કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી ત્યારે આયેશા જેવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રવિવારના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવતા હોય તેવામાં બપોરના સમયે એક યુવતી રિવરફ્રન્ટ વોકવે પરથી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરવા જઈ રહી હતી. તે જ સમયે આસપાસમાં બેઠેલા યુવકોએ તેને પકડીને નદીમાં કૂદતા અટકાવી હતી. મહત્વનું છે કે તે સમયે આસપાસમાં રહેલી મહિલાઓને બોલાવી આપઘાતનું પ્રયાસ કરનારે યુવતીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેના આપઘાત પાછળનું કારણ જાણવા માટે લોકોએ પ્રયાસ કર્યો હતો.જોકે યુવતીએ તે બાબતની કોઈ વાત લોકો સાથે ન કરતા અંતે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. આત્મહત્યાના પ્રયાસની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો વોક વે પર પહોંચ્યો હતો. યુવતીને સમજાવીને માધુપુરા પોલીસ સ્ટેશને લાવ્યા હતા અને તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

મહત્વનું છે કે યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા પોતાના મોબાઈલમાં આયશાની જેમ એક વીડિયો બનાવ્યો હતો, જે વીડિયોમાં તેણે પોતાના પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતીએ પોતાના વીડિયો જણાવ્યું હતું કે, 7 વર્ષથી યોગેશ નામના યુવકને તે પ્રેમ કરતી હતી તેની સાથે 2021માં પોતાના પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા હતા. સાસરીમાં સાસુ-સસરા સહિતના પરિવાર સાથે રહેતી હતી. લગ્નના થોડા દિવસોમાં જ પતિ તેની સાથે નાની નાની બાબતે ઝઘડો કરી માર મારતો હતો. એક વર્ષ પહેલા યુવતીના પતિ યોગેશે તેને માર મારી તેને ઘરમાંથી કાઢી મૂકી અને થોડા સમય બાદ અન્ય એક યુવતીને લઈ આવ્યો. યુવતીએ જેના પર આંખો મીચીને વિશ્વાસ કર્યો તેવા પતિએ દગો આપતા તે પોતાના જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો

મહત્વનું છે કે આ ઘટનામાં લોકોની સજાગતાના કારણે યુવતીનો જીવ બચી ગયો છે. આ અંગે માધુપુરા પોલીસે યુવતીના પતિ સહિત સાસરીયાઓ સામે ઘરેલું હિંસા અને શારિરીક માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">