AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: આયુષ્યમાન કાર્ડ લેવા માટે હવે રાશનકાર્ડ ધારકોએ નહીં ખાવા પડે ઝોનલ કચેરીના ધક્કા, અરજદારોની સુવિધા માટે રખિયાલ ઝોન દ્વારા જાહેર કરાયો વોટ્સએપ નંબર, વાંચો- શું રહેશે પ્રોસેસ

Ahmedabad: આયુષ્યમાન કાર્ડ લેવા માટે હવે રાશનકાર્ડ ધારકોએ રાશનકાર્ડ ગુજરાતીમાંથી અંગ્રેજી કરાવવા માટે રખિયાલ ઝોનલ કચેરીના ધક્કા નહીં ખાવા પડે. અરજદારો ઘરે બેઠા જ તેમનું રાશનકાર્ડ અંગ્રેજી ભાષામાં પરિવર્તિત કરી શકશે. જેના માટે રખિયાલ ઝોનલ કચેરી દ્વારા ખાસ વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.

Ahmedabad: આયુષ્યમાન કાર્ડ લેવા માટે હવે રાશનકાર્ડ ધારકોએ નહીં ખાવા પડે ઝોનલ કચેરીના ધક્કા, અરજદારોની સુવિધા માટે રખિયાલ ઝોન દ્વારા જાહેર કરાયો વોટ્સએપ નંબર, વાંચો- શું રહેશે પ્રોસેસ
Darshal Raval
| Edited By: | Updated on: May 27, 2023 | 8:44 PM
Share

હવે આયુષ્યમા કાર્ડનો લાભ લેવા માટે રાશનકાર્ડ ધારકોએ તેમનું રાશન કાર્ડ (Ration Card) ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરાવવા માટે ધક્કા નહીં ખાવા પડે. પહેલા અરજદારોને રાશનકાર્ડ ગુજરાતીમાંથી અંગ્રેજી કરાવવા માટે રખિયાલ ઝોનલ કચેરીના ધક્કા ખાવા પડતા હતા. જે હવે નહીં ખાવા પડે. રખિયાલ ઝોનલ કચેરી દ્વારા  whatsapp નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેની શરૂઆત શુક્રવારથી જ કરી દેવામાં આવી છે. હાલ પુરતી આ સેવા અમદાવાદના રખિયાલ ઝોન પુરતી શરૂ કરવામાં આવી છે. પરંતુ જો આ સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં શરુ કરવામાં આવે તો દરેકને તેનો લાભ મળી શકે છે.

રાશનકાર્ડને ગુજરાતીમાંથી અંગ્રેજી કરવા માટે સરકારે જાહેર કર્યો વોટ્સએપ નંબર

પેપરલેસ અને ફેસલેસ કામગીરીથી સિસ્ટમમાં પારદર્શિતા લાવી શકાય તે માટે સરકાર દ્વારા whatsapp નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબર 8980550712 પર અરજદારે પોતાના રાશનકાર્ડના પહેલા અને છેલ્લા પાનાની પેજની નકલ અને રાશનકાર્ડમાના દરેક સભ્યના આધારકાર્ડની આગળ-પાછળની નકલ મોકલવાની રહેશે. જેના આધારે કચેરી દ્વારા રાશનકાર્ડ અંગ્રેજીમાં અપડેટ કરવાની કામગીરી એક જ દિવસમાં પૂર્ણ કરી અરજદારોને કામગીરી પૂર્ણ થયા બાબતનો સક્સેસના ફોટોગ્રાફ અને મેસેજ મળી જશે. ઘરે બેઠા જ લોકોની સમસ્યા હલ થઈ જશે. આ પ્રક્રિયાને હાલ સુધીની શ્રેષ્ઠ પ્રક્રિયા માનવામાં આવી રહી છે.

સર્કિટ હાઉસ ખાતે શહેર પુરવઠા સલાહકાર સમિતિની યોજાઈ બેઠક

અમદાવાદના સકિઁટ હાઉસ ખાતે અમદાવાદ શહેર પુરવઠા સલાહકાર સમિતિની બેઠક અન્ન અને નાગરિક પુરવઠા નિયત્રંકના અધ્યક્ષપદે યોજાઈ. અમદાવાદના એડીશનલ કલેક્ટર તેમજ નિયત્રંક જશવંત જેગોડા તેમજ નાયબ નિયંત્રક ડૉકટર મૃણાલદેવી ગોહિલ અને પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા અને વિભાગની કચેરીના કાર્યોની રુપરેખા વણઁવી હતી.

આ પણ વાંચો : કેટલું મળે છે રાશન, ઘરે બેઠા રાશન કાર્ડ સંબંધિત મળશે તમામ માહિતી, ફક્ત ડાઉનલોડ કરો Mera Ration App

રાશન દુકાનદારોના એસો. વતી AIFPSDFના વાઈસ પ્રેસિડેન્ટ પ્રહલાદ મોદી રહ્યા હાજર

આ બેઠકમાં શહેરના અનેક ધારાસભ્ય હાજર રહ્યા અને મહત્વના સુચનો કયાઁ હતા. તેમજ વિવિધ ઝોનલ કચેરી જે તે જગ્યા પર કાર્યરત છે, તે અંગે વિવિધ ઉપયોગી સુચનો પણ કરાયા. જ્યારે વ્યાજબી ભાવના રેશન દુકાનદારોના એસોસિએશન વતી પ્રહલાદ મોદી પણ હાજર રહ્યા હતા. જ્યાં NFSA યોજનાના શહેરમાં અમલીકરણ અંગે સંતોષ વ્યક્ત કરીને વધુ લાભાર્થી ઓનો સમાવેશ કરવા સુચનો કરાયા હતા. જ્યારે દર માસની શરુઆતથી જ પુરવઠો પહોંચતો કરીને વિતરણ વ્યવસ્થા શરુ કરી દેવાનું સુચન પણ કરાયું હતું. તેમજ આગામી સમયમાં ફિંગર પ્રિન્ટ OTP અને આંખની ઓળખના ઉપયોગનો વિકલ્પ પણ કાર્યરત થાય તે દિશામાં આગળ વધવાનું સુચન પણ કરાયું હતું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">