AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેટલું મળે છે રાશન, ઘરે બેઠા રાશન કાર્ડ સંબંધિત મળશે તમામ માહિતી, ફક્ત ડાઉનલોડ કરો Mera Ration App

મેરા રાશન એપ(Mera Ration App)દ્વારા કરોડો રાશન કાર્ડ ધારકો તેમના રાશન સંબંધિત તમામ માહિતી ફોન પર ઘરે બેઠા મેળવી શકે છે. જો તમે પણ ઘરે બેઠા “માય રેશન એપ” દ્વારા ફોન પર રેશન કાર્ડ સંબંધિત માહિતી જોવા માંગો છો, તો અહીં જણાવેલી રીતોને અપનાવો.

કેટલું મળે છે રાશન, ઘરે બેઠા રાશન કાર્ડ સંબંધિત મળશે તમામ માહિતી, ફક્ત ડાઉનલોડ કરો Mera Ration App
Mera Ration App
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 9:03 AM
Share

ભારતમાં લોકોને સૌથી ઓછા દરે રાશન આપવા માટે સરકારે ઘણા મોટા પગલા લીધા છે. સરકારે વન નેશન વન રેશન કાર્ડ (ONORC)જેવી સિસ્ટમ પણ શરૂ કરી છે. આ સાથે, આજીવિકા માટે એક શહેરથી બીજા શહેરમાં જતા રેશનકાર્ડ ધારકો હવે ગમે ત્યાંથી રાશન લઈ શકશે. આ સિવાય મેરા રાશન એપ (Mera Ration App) દ્વારા કરોડો રાશન કાર્ડ ધારકો તેમના રાશન સંબંધિત તમામ માહિતી ફોન પર ઘરે બેઠા મેળવી શકે છે. જો તમે પણ ઘરે બેઠા “મેરા રાશન એપ” દ્વારા ફોન પર રેશન કાર્ડ સંબંધિત માહિતી જોવા માંગો છો, તો અહીં જણાવેલી રીતોને અપનાવો.

Mera Ration App

“મેરા રેશન એપ” દ્વારા, તમે રેશન કાર્ડની વિગતો, રાશનની માત્રા, છેલ્લા છ મહિનાના વ્યવહારો અને નજીકની વાજબી કિંમતની દુકાનો જેવી માહિતી જોઈ શકો છો. આ એપનો ઉપયોગ કરવા માટે તમારે તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે.

Mera Ration App” કેવી રીતે ડાઉનલોડ કરવી

સ્ટેપ 1: “મેરા રેશન એપ્લિકેશન” ડાઉનલોડ કરવા માટે Google Play Store પર જાઓ. સ્ટેપ 2: તે પછી મેરા રેશન ટાઈપ કરીને સર્ચ કરો. સ્ટેપ 3: હવે સર્ચ રિઝલ્ટમાં Mera Ration પર ક્લિક કરો સ્ટેપ 4: પછી ઈન્સ્ટોલ પર ટેપ કરવાથી આ એપ ફોનમાં ઈન્સ્ટોલ થઈ જશે.

નોંધણી કેવી રીતે કરવી

“Mera Ration App” પર નોંધણીની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. વપરાશકર્તાઓએ ફક્ત તેમનો રેશનકાર્ડ નંબર દાખલ કરીને પોતાને નોંધણી કરાવવી પડશે. તમારો રેશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી, તમે સબમિટ બટન પર ક્લિક કરીને નોંધણી પૂર્ણ કરી શકો છો.

નજીકની વાજબી કિંમતની દુકાનની માહિતી

હવે તમારે નજીકની સરકારી રાશનની દુકાન શોધવાની ચિંતા કરવાની જરૂર નથી. “માય રાશન એપ્લિકેશન” ની મદદથી, તમે નજીકની વાજબી કિંમતની દુકાનો શોધી શકો છો. લોકેશન ફીચર દ્વારા આ એપ તમને નજીકની વાજબી કિંમતની દુકાનનું સરનામું જણાવશે.

ભૂતકાળના વ્યવહારો

જો તમે એ જોવા માંગો છો કે તમે છેલ્લા કેટલાક મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, તો આ એપની મદદથી તમે જાણી શકો છો. રેશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી, તમે છેલ્લા છ મહિનાના વ્યવહારો જોઈ શકો છો.

રાશનનો જથ્થો

આ એપની મદદથી તમે રાશનની સામગ્રી સાથે જોડાયેલી માહિતી પણ મેળવી શકો છો. રેશનકાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જેવી વસ્તુઓ આપવામાં આવે છે. તમે “માય રાશન એપ્લિકેશન” દ્વારા આ બધી સામગ્રી વિશે માહિતી મેળવી શકો છો.

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">