Kam-Ni-Vaat : હવે આધાર અને રાશનકાર્ડ સંબંધિત દરેક કામ થયું સરળ, રાશનકાર્ડને આધાર સાથે કરો લિંક, જાણો સરળ રીત
તમારી રાશન સાથે જોડાયેલી તમામ બાબતોને સરળ બનાવતી મોબાઈલ એપ મેરા રાશન એપ વિશે તમામ વિગતો જાણો.
આધાર કાર્ડ (Aadhar card) એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેનો દરેક જગ્યાએ ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં આધાર સાથે જોડાયેલી તમામ સેવાઓને ઓનલાઈન (Online) કરી દેવામાં આવી છે, જેના કારણે તમામ કામ ઘરે બેસીને થઈ શકે છે. આધારકાર્ડની મદદથી રાશનકાર્ડ (Ration card) ના ગ્રાહકોને સીધો ફાયદો મળી રહ્યો છે. જો તમે મોદી સરકારની વન નેશન વન રાશન કાર્ડ (One Nation One Ration Card) યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. અંત્યોદય અન્ન યોજના (Antyodaya Anna Yojana) નો લાભ પણ ત્યારે જ મળશે, જ્યારે તમારું રાશનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક હશે. જો તમારે રાશનકાર્ડને આધાર સાથે લિંક કરવાનું બાકી હોય તો જાણી લો રીત.
આ રીતે આધારકાર્ડ ઓનલાઈન લિંક કરો
- આ માટે પહેલા સત્તાવાર વેબસાઈટ www.uidai.gov.in પર જાઓ.
- હવે તમે Start Now પર ક્લિક કરો.
- હવે અહીં તમારે તમારું સરનામું જિલ્લા, રાજ્ય સાથે ભરવાનું રહેશે.
- આ પછી Ration Card Benefit ના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે અહીં તમે તમારો આધારકાર્ડ નંબર, રાશનકાર્ડ નંબર, ઈ-મેઈલ એડ્રેસ અને મોબાઈલ નંબરની વિગતો ભરો.
- વિગત ભર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
- હવે OTP ભર્યા પછી તમને તમારી સ્ક્રીન પર પ્રક્રિયા પૂર્ણ થવાનો સંદેશ મળશે.
- આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમારું આધાર ચકાસવામાં આવશે અને તમારું આધાર તમારા રાશનકાર્ડ સાથે જોડવામાં આવશે.
હવે વાત કરીએ તમારી રેશન સાથે જોડાયેલી તમામ બાબતોને સરળ બનાવતી મોબાઈલ એપ મેરા રાશન એપની.
મેરા રાશન મોબાઈલ એપ ડાઉનલોડ કરો
વન નેશન વન રાશનકાર્ડ (ONORC) હેઠળ મોદી સરકારે મેરા રાશન મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે. આ એપની મદદથી રાશનકાર્ડ સંબંધિત મોટાભાગના કામ ઓનલાઈન મોબાઈલ એપની મદદથી થઈ શકે છે. રાશનકાર્ડ ધારકોને પીડીએસની મદદથી અનાજ મળે છે. જો કે જ્યારે તેઓ અન્ય રાજ્યોમાં જાય છે, ત્યારે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની સમસ્યા દૂર કરવાના હેતુથી મેરા રાશન એપ (My Ration App) લોન્ચ કરવામાં આવી હતી.
મેરા રાશન મોબાઈલ એપના ફાયદા
- મેરા રાશન એપની મદદથી રાશનકાર્ડ માટે નોંધણી કરાવી શકાય છે.
- રાશનકાર્ડ ડાઉનલોડ (Ration card download) પણ કરી શકાશે.
- તમારું રાશનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં તે પણ ચેક કરી શકાય છે, સાથે લિંક પણ કરી શકાય છે.
- તમારા રાશનકાર્ડ પર અત્યાર સુધી કેટલું વિતરણ થયું છે તે ચકાસી શકાય છે.
- તમારા ઘરની આસપાસ રાશન ડીલર (Ration dealer) ની દુકાન ક્યાં છે, તે પણ જાણી શકાય છે.
- જો તમે રાશન ડીલર બદલવા માંગતા હોવ તો આ મોબાઈલ એપ પર આ સુવિધા પણ ઉપલબ્ધ છે.
- આ તમામ સુવિધાઓ આ એપ પર 10 અલગ-અલગ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : Kam-Ni-Vaat : જાણો કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી, શું છે તેના લાભ, કેટલી મળે છે લોન