અમદાવાદ રથયાત્રાની વિશેષતાઃ ડાયમંડનું તિલક, હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ, બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ અને કોમી ભાઈચારા માટે ક્રિકેટ ટુર્નામેન્ટ

આ વખતે મથુરાની થીમ પર હીરાજડીત મુકુટ અને વાઘાં તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે ભગવાન માટે પહેલી જ વખત હીરાજડિત બખતર બનાવવામાં આવ્યું છે.

અમદાવાદ રથયાત્રાની વિશેષતાઃ ડાયમંડનું તિલક, હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ, બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ અને કોમી ભાઈચારા માટે ક્રિકેટ ટુર્નામેન્ટ
Ahmedabad Rathyatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 5:11 PM

અમદાવાદ (Ahmedabad) માં દર વર્ષે રથયાત્રા (Rathyatra) માં કંઈક વિશેષતા હોય છે. આ વખતે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બળદેવજીને ડાયમંડનું તિલક કરાશે. આ સાથે ભગવાનના મુકુટમાં પણ ડાયમન્ડ (Dimond)  લગાવવામાં આવશે. આ વખતે મથુરાની થીમ પર હીરાજડીત મુકુટ અને વાઘાં તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે ભગવાન માટે પહેલી જ વખત હીરાજડિત બખતર બનાવવામાં આવ્યું છે. જે રથયાત્રાના દિવસે ભગવાન ધારણ કરવાના છે. આ વખતે સોનાવેશ એટલે કે એકમના દિવસ માટે પીળાં વાઘાં તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યારે બીજના દિવસ એટલે કે રથયાત્રાના દિવસે સુતરાઉ કાપડના વાઘાં તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સોનેરી વર્ક કરવામાં આવ્યું છે. આ વખતના વાઘામાં જરદોશી વર્ક કરવામાં આવ્યું છે જ્યારે આ વખતે ભગવાનો બે છોગાંવાળો ખાસ મુકુટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રથયાત્રામાં પોલીસ ડ્રોન સાથે પ્રથમ વખત હેલિકોપટરથી નજર રાખશે. અમદાવાદમાં 145મી જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રા દરમિયાન ફક્ત જમીન પર જ નહીં પણ આકાશમાંથી પણ સમગ્ર રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે. રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત હેલિકોપ્ટર દ્વારા તેમજ પેરાશૂટ દ્વારા સમગ્ર રુટ પર નિરીક્ષણ કરવામાં આવશે. જેના ભાગરૂપે આજે અમદાવાદ પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટર મારફતે સંવેદનશીલ રુટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિર, કાલુપુર, સરસપુર, દરિયાપુર, શાહપુર, ઘીકાંટા, માણેકચોક સહિતના રુટ પર હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 1 જુલાઈએ ભગવાન જગન્નાથ નગર ચર્યા પર નીકળવાના છે. જે રથયાત્રામાં બે વર્ષ બાદ ભક્તો જોડાવાના હોવાથી પોલીસે સુરક્ષાને લઈને વિશેષ પ્લાન બનાવ્યો છે. શહેર પોલીસ કમિશનરે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વખતની રથયાત્રામાં પ્રથમ વખત પોલીસ હેલિકોપટરથી બાજ નજર રાખશે. પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ હેલિકોપટરનો બંદોબસ્તમાં ઉપયોગ કરશે. જેમાં રથયાત્રા સમયે હેલિકોપટર મારફતે ઉચ્ચ પોલીસ અધિકારી નજર રાખશે. જેની અંદર 6 સીટર હેલિકોપટર મારફતે નજર રખાશે.

પોલીસ કમિશનરે જણાવ્યું કે આ વખતે રથયાત્રામાં ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરાશે. જેમાં 4 મોટા અને અન્ય નાના ડ્રોન અને બોડી ઓન કેમેરાથી પણ નજર રખાશે. તો ફેસ ડિટેક્શન કેમેરાનો ઉપયોગ પણ કરાશે જેથી ગુનેગારને ઓળખી પકડી શકાય. તેમજ બંદોબસ્ત વિવિધ ઉચ્ચ એજન્સીઓનો પણ સમાવેશ કરાયો છે. જેથી કોઈ ચૂક ન રહી જાય.

આ પણ વાંચો

ચાલુ વર્ષે નીકળનારી ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે નીકળે તે માટે શહેર પોલીસે નવતર પ્રયાસ કર્યો છે. જેમાં રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ સંવેદનશીલ વિસ્તારના રહીશોની મળીને 32 ટીમો વચ્ચે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. સરસપુર બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ટ ખાતે યોજાનારી આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટને એકતા કપ નામ આપવામાં આવ્યુ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">