AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: મસ મોટું બસ પોર્ટ ઊભું તો કરી દીધું પરંતુ મેન્ટેનન્સ કરવાની જવાબદારી કોની, જાણો શું છે રાણીપ ખાતે આવેલા ST બસની સ્થિતિ

રાજ્યના લોકો માટે ST બસ પોર્ટ મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધા અને સગવડો મળી રહે તે માટે રાણીપ ખાતે 6 વર્ષ પહેલાં એસ ટી બસ પોર્ટ બનાવવામાં આવ્યું. જોકે 7 વર્ષમાં જ બસ પોર્ટના પ્રવેસ થવાના રસ્તાની હાલત બેહાલ બની છે, અને તે પણ આજકાલની નહીં પણ છેલ્લા બે મહિનાથી. જેના કારણે એસ ટી બસોની અવરજવર પર અસર સર્જાઈ છે.

Ahmedabad: મસ મોટું બસ પોર્ટ ઊભું તો કરી દીધું પરંતુ મેન્ટેનન્સ કરવાની જવાબદારી કોની, જાણો શું છે રાણીપ ખાતે આવેલા ST બસની સ્થિતિ
Darshal Raval
| Edited By: | Updated on: Aug 19, 2023 | 6:11 PM
Share

અમદાવાદના રાણીપ વિસ્તારમા બનાવામા આવેલ એસ ટી બસ પોર્ટ કે જેનું 27 માર્ચ 2016ના રોજ પૂર્વ સીએમ આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ. જે બસ પોર્ટ ખુલ્લું મુકાયા ના 7 વર્ષ થયાં. જે 7 વર્ષમાં જ બસ પોર્ટમાં બસ એન્ટર થવાના રસ્તા તૂટી ગયા, અને તે બેઝમેન્ટ પર બનાવવામાં આવેલ રસ્તાના. જેના કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે બસ ને નીકળવામાં હાલાકી પડી રહી છે.

ઉત્તર ગુજરાત તરફના લોકોને ગીતા મંદિર સુધી હેરાન ન થવું પડે તે બાબતને ધ્યાને રાખીને રાણીપ ખાતે 2016 માં પીપીપી ધોરણે 26 કરોડના ખર્ચે એરપોર્ટને ટક્કર મારે તેવું બસ પોર્ટ ક્યુબ કન્સ્ટ્રકશન કંપની દ્વારા બનાવવામાં આવ્યું. જ્યાં એરપોર્ટ જેવી તમામ સુવિધા રખાઈ. જેથી મુસાફરો નવા માહોલ અને નવી સુવિધાનો અનુભવ કરી શકે. જોકે લોકાર્પણના 7 વર્ષમાં બસ પોર્ટની ડિઝાઇન હતી બહારની તે ખરાબ થઈ ગઈ. સાથે જ બસ પોર્ટ પર બસના એન્ટર થવાના રસ્તા તૂટી ગયા. જે રસ્તા લોખંડના સળિયા અને rcc સ્લેબ થી બનાવ્યા હતા.

આ રસ્તા તૂટતા ક્યાંક ખાડા પડ્યા. તેમજ ખાડામાં સળિયા પણ બહાર દેખાવા લાગ્યા. આ સ્થિતિને કારણે મુસાફરો ભરેલી બસ પોર્ટમાં જતા પડતી અગવડતાને અને બસ ખાડામાં પછડાતી ઘટનાને લઈને એસ ટી નિગમના અધિકારીને પ્રશ્ન કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો પૂછતાં તેઓએ આ મામલો બસ પોર્ટ બનાવનાર કંપનીને ધ્યાન દોરી જલ્દી સમારકામ કરવા ખાતરી આપી. તેમજ અગાઉ કામ કરાયુ પણ વરસાદના કારણે રસ્તા ધોવાયાનું જણાવી ફરી ઝડપી કામ પૂર્ણ કરી રસ્તો શરૂ કરવા ખાતરી આપી.

પીપીપી ધોરણે 26 કરોડના ખર્ચે બનાવામા આવેલા રાણીપ એસ ટી બસ પોર્ટની વાત કરવામા આવે તો 21,603 ચો,મી મા બસ પોર્ટ તૈયાર કરાયુ છે. જેમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવાઇ છે. જેમાં 21 પોર્ડીંગ પ્લેટફોર્મ, 9 એલાઈટીંગ પ્લેટફોર્મ, 21 આઈડલ પ્લેટફોર્મ, પ્બલીક એડ્રેસીંગ સીસ્ટમ, ઈન્કવાયરી, રીઝર્વેશન અને ટીકીટીંગ ઓફિસ, ટુરીસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર, ક્લોક રૂમ, પ્બલીક રીલેશન ઓફીસ, વહીવટ ઓફીસ, પાર્સલ રૂમ, લેડીઝ અને જેન્ટસ પેસેન્જર કોન્કર્સ વિસ્તાર, ડીલક્ષ વેઈટીંગ હોલ, કેન્ટીન, વોટર રૂમ, ડોરમેટરી, લેડીઝ માટે 31 શૌચાલય, 11 બાથ, 14 વોશ એરિયા, જેન્ટસ માટે, યુરીનલ 43, 30 શૌચાલય, 13 વોશ,

આ સાથે જ 9 બાથ, 2300 ચો,મીમા આરસીસી પાર્કીંગ વિસ્તાર, 1760 ચો,મીમા લેન્ક સ્ક્રેપ વિસ્તાર, 567 ચો,મીમા મેઈન્ટેનન્સ વર્કશોપ, ટીકીટ કાઉન્ટર, પુછપરછ કેન્દ્ર, ડીઝીટલ ટાઈમ ટેબલ, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરીએબલ મેસેજ સાઈન બોર્ડ, સીસીટીવી કેમેરા, સર્વેલન્સ સીસ્ટમ, ડીલક્ષ પ્રતિક્ષા ખંડ, વ્હીલ ચેર, લગેજ ટ્રોલી, બેઠક વ્યવસ્થા, સુરક્ષાને લઈને ડેવલોપર દ્રારા પ્રાઈવેટ સિક્યોરટીનો 50 થી વધુ સ્ટાફ દિવસ રાત તૈનાત રહે છે, જેમા દિવસમા મહિલા સિક્યોરટી ગાર્ડ પોર્ટમા સુરક્ષા પણ પુરી પાડે છે, કેન્ટીન,રેસ્ટોરન્ટ પણ રખાયા છે.

એટલુ જ નહી પણ એસ ટી બસ પોર્ટમા સફાઈને લઈને પણ ખાસ ધ્યાન આપવામા આવી રહ્યુ છે, તેમજ બસ પોર્ટને ‘નો ટોબેકો ઝોન’ પણ બનાવામા આવ્યો છે, જેથી કરીને વ્યસન કરતાઓને અટકાવી શકાય અને સફાઈ પણ જાળવી રાખી શકાય. જોકે Tv9 ની ટીમને ધ્યાનમાં આવ્યું કે આટ આટલી વ્યવસ્થામાં બસ પોર્ટ જે સફાઈના દાવા કરી રહ્યું છે તે પોકળ છે. કેમ કે બસ પોર્ટના બેઝમેન્ટમાં લાકડા અને પુઠા સહિતનો સામાન બેઝમેન્ટમાં પડેલો જોવા મળ્યો. જે નિયમ પ્રમાણે ન હોવો જોઈએ. કેમ કે ત્યાં આગ લાગવાથી મોટી હોનારત સર્જાઈ શકે છે. જે ઘટના આપણે અગાઉ રાજસ્થાન હોસ્પિટલના બેઝમેટ માં જોઈ ચુક્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, વિરાટનગરના લીલાનગરની બે શાળા હવે શહીદોના નામથી ઓળખાશે

મહત્વનુ છે કે પીપીપી ધોરણે બનાવવામાં આવેલ બસ પોર્ટનું મેન્ટેનન્સ કરવાની જવાબદારી બસ પોર્ટ બનાવનાર ક્યુબ કન્સ્ટ્રકશન કંપનીની છે. જે કંપની તેના કામ માં ઉણી ઉતરી હોય તેમ લાગે છે. કેમ કે જો તેણે યોગ્ય કામ કર્યું હોય તો બસ પોર્ટ ની યોગ્ય જાળવણી થઈ શકી હોત. જ્યાં ત્યાં બેઝમેન્ટમાં સામાન ન હોત. રસ્તા લાંબો સમય થી ખરાબ ન હોત. બસ પોર્ટ ની બહાર ની ડિઝાઇન પણ ખરાબ ન હોત. કે કેટલાક બસ સ્ટેન્ડ બંધ પણ કરવા પડ્યા મ હોત. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ બસ પોર્ટ બનાવનાર કંપની આ સમસ્યાઓ નો ક્યારે અને કેવી રીતે ઉકેલ લાવે છે. કે પછી સમસ્યાઓમાં વધારો થાય છે. અને એસ ટી નિગમ માત્ર ખાતરી જ આપતું રહે છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">