AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, વિરાટનગરના લીલાનગરની બે શાળા હવે શહીદોના નામથી ઓળખાશે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિરાટનગર વોર્ડની બે શાળનું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ બે શાળામાંથી લીલાનગર શાળા નંબર 2નું નામ શહીદ (martyr) વીર મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા રાખવામાં આવ્યું છે. તથા લીલાનગર પબ્લિક સ્કૂલનું નામ શહીદ વીર શશીપ્રભાકર વિરેન્દ્રસિંહ રાજપૂતના નામ રાખવામાં આવ્યું છે.

અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, વિરાટનગરના લીલાનગરની બે શાળા હવે શહીદોના નામથી ઓળખાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 3:08 PM
Share

Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિરાટનગર વોર્ડની બે શાળનું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ બે શાળામાંથી લીલાનગર શાળા નંબર 2નું નામ શહીદ (martyr) વીર મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા રાખવામાં આવ્યું છે. તથા લીલાનગર પબ્લિક સ્કૂલનું નામ શહીદ વીર શશીપ્રભાકર વિરેન્દ્રસિંહ રાજપૂતનું નામ રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ કહ્યુ કે,આ શહીદોની વીરતા અને તેમના સાહસને આવનારી પેઢી યાદ રાખે તે માટે કોર્પોરેશન સાથે મળીને આ સ્કૂલના નામ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો-અમદાવાદમાં આંગણવાડીમાં બાળકોને સડેલા અને કાચા ચણાનો નાસ્તો આપવામાં આવ્યો

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમા કુલ નવ શાળાનું નામ શહીદ વીરોના નામ પર રાખવામા આવ્યુ છે. જે શાળા નીચે મુજબ છે.

  1. વીર શહીદ મેજર ઋષિકેશ રામાણી શાળા બાપુનગર.
  2. વીર શહીદ વિનોદભાઈ સોલંકી શાળા જૂના વાડજ ગામ
  3. શહીદવીર કેપ્ટન નિલેશ સોની પ્રાથમિક શાળા નારાયણ નગર પાલડી.
  4. વીર શહીદ ચેતન છોટાલાલ સોલંકી રવિનગર પ્રાથમિક શાળા જીવરાજ પાર્ક.
  5. વીર શહીદ મોહમ્મદ આવેશ મહંમદ યાકુબ શેખ ઉર્દુ પ્રાથમિક શાળા.
  6. વીર શહીદ ગોપાલસિંહ મુનિસિંહ ભદોરીયા શાળા સંકુલ આસારવા.
  7. વીર શહીદ મુકેશ રાઠોડ શાળા સંકુલ મેઘાણીનગર.
  8. શહીદ વીર મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા લીલાનગર.
  9. શહીદ વીર શશીપ્રભાકર વિરેન્દ્રસિંહ્ન લીલાનગર પબ્લિક સ્કૂલ.

આ કાર્યક્રમમાં મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલે હાજરી આપી હતી. અમદાવાદ પૂર્વના સાંસદ પટેલ ડો. હસમુખ પટેલ અમદાવાદના પ્રથમ નાગરિક કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષ નેતા ભાસ્કર ભટ્ટ, એએમટીએસ ચેરમેન વલ્લભભાઈ પટેલ સહિત મહાનુભવો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ સંબોધન કરતા કહ્યું કે, આ શહીદોની વીરતા અને તેમના સાહસને આવનારી પેઢી યાદ રાખે તે માટે કોર્પોરેશન સાથે મળીને આ સ્કૂલના નામ રાખવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રી અંતિમ સંસ્કારમાં આવ્યા ત્યારે સૂચન કર્યું હતું કે, આ શહીદને આવનારી પેઢી યાદ રાખે તે માટે વિશેષ કાર્યક્રમ રાખવો.

(With Input-Rutvik Patel, Ahmedabad)

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">