ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું કરનાર સંજેલીના ચાર યુવાનોને LCBએ ઝડપી લીધા

ગઈ કાલે ધોરણ 10ની પરીક્ષાનું હિન્દી દ્વિતીય ભાષાનું પેપર હતુ. સવારે 10થી 1 વાગ્યા સુધી આ પેપર લેવાયું હતું. જો કે પેપરના જવાબો 12.39 કલાકે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેના પગલે આ પેપર વયરલ કરનારની શોધખોળ શરુ કરી દેવામાં આવી હતી.

ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું કરનાર સંજેલીના ચાર યુવાનોને LCBએ ઝડપી લીધા
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 8:36 AM

ગઈ કાલે બેર્ડની પરીક્ષા (Board exam) નું ધોરણ 10 (STD 10) નું હિન્દીનું પેપર (Hindi paper) સોશિયલ મીડિયા (social media) માં વાયરલ થવાની ઘટના બની હતી. ઘટનાને પગલે આ પેપર વયરલ કરનારની શોધખોળ શરુ કરી દેવામાં આવી હતી. જેમાં LCBએ દાહોદ (Dahod) જિલ્લાના સંજેલીથી ચાર યુવકને ઝડપી પાડી કોપી કેસ નોંધ્યો છે. હજુ એક વ્યક્તિ પોલીસની પકડથી દૂર છે. ગઇકાલે હિન્દીનું પેપર વાયરલ થયુ હતું જેના પગલે ફરી પરીક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા હતા અને તાત્કાલિક જવાબદારોને પકડી લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

ગુજરાતમાં ફરી એક વાર પેપર લીક થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ધોરણ 10નું બોર્ડનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. ચાલુ પરીક્ષા દરમિયાન જ આ પેપરના જવાબો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જને લઇને પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની શક્યતા છે. સમગ્ર ઘટના અંગે બોર્ડને જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. સામાન્ય રીતે જો વિદ્યાર્થી પેપર વહેલુ લખી દે અને વહેલુ વર્ગખંડની બહાર જવા ઇચ્છે તો તેની પાસેથી પેપર લઇ લેવામાં આવે છે અને બાદમાં તેને જવા દેવામાં આવે છે. જોકે પરીક્ષાનો સમય પૂર્ણ થયા પહેલા સોલ્વ થયેલુ પેપર સોશિયલ મિડીયામાં વાયરલ થતા ફરી એક પેપર ફુટ્યાની શક્યતાઓ સેવાઇ રહી છે.

ગઈ કાલે ધોરણ 10ની પરીક્ષાનું હિન્દી દ્વિતીય ભાષાનું પેપર હતુ. સવારે 10થી 1 વાગ્યા સુધી આ પેપર લેવાયું હતું. જો કે પેપરના જવાબો 12.39 કલાકે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. ચાલુ પરીક્ષા દરમિયાન જ પેપરના જવાબો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ જતા અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. પરીક્ષાનો સમય પૂર્ણ થયા પહેલા સોલ્વ થયેલુ પેપર સોશિયલ મિડીયામાં વાયરલ થતા આ મામલો જીએસઈબી બોર્ડ સુધી પહોંચ્યો હતો. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

પેપર વાયરલ થવા મુદ્દે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ હતી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પેપર વાયરલ મુદ્દે સવાલ કર્યા છે કે આ શિક્ષણ વિભાગ માટે શરમજનક વાત છે. તેમણે માગ કરી કે જેણે પણ આ પેપર વાયરલ કર્યું હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. વારંવાર પેપર લીક થતા હોવા છતા આ અંગે તપાસ કેમ કરવામાં નથી આવતી? તેમણે સવાલ કર્યો કે ચાલુ પરીક્ષાએ સોલ્વ કરેલું પેપર કેવી રીતે વાયરલ થયું? તેમણે જણાવ્યુ કે મહેસાણામાં પણ અગાઉ બારોબાર પેપર લીક થયું હતું. આ સાથે જ 5-10 લોકો માટે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે રમત રમાતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા.

આ પણ વાંચોઃ જમીન પર સૂવાથી શરીરને મળે છે આરામ, જાણો આ સ્વાસ્થ્ય લાભ

આ પણ વાંચોઃ પોરબંદરનું માધવપુર ગામ શણગારવામાં આવ્યું, શ્રી કૃષ્ણ-રૂકમણી લગ્નની પરંપરા ઉજવાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">