Ram Navami 2022 : દેવરાજ ઈન્દ્ર માતા સીતા માટે ખીર લઈને આવ્યા હતા, રામનવમી પર વાંચો રામાયણની કેટલીક અજાણી વાર્તા

Ram Navami 2022 : રામાયણ (Ramayana) સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે જે આજે પણ બહુ ઓછા લોકો જાણે છે. આજે અમે તમને આવી જ કટલીક વાર્તા જણાવા જઇ રહ્યા છીએ.

Ram Navami 2022 : દેવરાજ ઈન્દ્ર માતા સીતા માટે ખીર લઈને આવ્યા હતા, રામનવમી પર વાંચો રામાયણની કેટલીક અજાણી વાર્તા
Ramayana story (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 12:02 PM

Ram Navami 2022: મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામની (Shri Ram) જીવનકથા વિશે અનેક ગ્રંથો લખવામાં આવ્યા છે. તેમાંથી મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચિત રામાયણ અને ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસ મુખ્ય છે. રામાયણ (Ramayana)ની વાત કરીએ તો તેમાં હજાર શ્લોક, 500 પેટાવિભાગો અને 7 કાંડ છે. સનાતન સંસ્કૃતિમાં રામાયણને અધિકૃત ગ્રંથ માનવામાં આવે છે. પુરાણકાળના આ પુસ્તકમાં શ્રી રામની જીવનકથાનું ખૂબ જ વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે. રામાયણમાં કેટલીક એવી વાતો આપવામાં આવી છે, જેના વિશે ભારતીય જનતા અજાણ છે. આજે અમે તમને આવી જ અજાણી કથા વિશે જણાવા જઇ રહ્યા છીએ

ઋષ્યસૃંગ મહર્ષિ વિભાંડકના પુત્ર હતા

ઋષિ ઋષ્યસૃંગ દ્વારા કરવામાં આવેલ પુત્રેષ્ઠી યજ્ઞ દ્વારા મહારાજા દશરથને રામ અને અન્ય પુત્રોના આશીર્વાદ મળ્યા હતા. ઋષ્યસૃંગ મહર્ષિ વિભાંડકના પુત્ર હતા. એકવાર તે નદીમાં સ્નાન કરી રહ્યા હતો ત્યારે તેનું નદીમાં સ્ખલન થયું હતું. આ પાણી એક હરણી પીધું હતું, જે માંથી ઋષિ ઋષ્યસૃંગનો જન્મ થયો હતો. રામાયણમાં સીતા સ્વયંવરનો કોઈ ઉલ્લેખ નથી. રામાયણની દંતકથા અનુસાર, શ્રી રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલા ગયા હતા. તે સમયે વિશ્વામિત્રએ રાજા જનકને ભગવાન રામને શિવનું ધનુષ્ય બતાવવાનું કહ્યું. શ્રી રામે તે ધનુષ્ય ઉપાડતાં જ તે તૂટી ગયું. રાજા જનકે વચન આપ્યું હતું કે જે કોઈ પણ શિવનું આ ધનુષ્ય ઉપાડશે તે તેની પુત્રી સીતાના લગ્ન તેની સાથે કરશે.

દેવરાજ ઈન્દ્ર સીતા માટે ખીર લાવ્યા

શ્રી રામ મહારાજ દશરથના પ્રિય પુત્ર હતા, તેઓ તેમને 14 વર્ષ માટે વનવાસ પર મોકલવા માંગતા ન હતા, પરંતુ તેઓ રાણી કૈકેયીના વચનથી બંધાયેલા હતા. તેથી જ તેણે શ્રી રામને કહ્યું કે રામ, મને બંદી બનાવી લો અને તમે જ રાજા બનો.પરંતુ રામએ માતાની આજ્ઞાનું પાલન કર્યુ અને વનવાસ ગમન કર્યુ, બાદમાં રાવણ દ્વારા સીતાનું હરણ થયું, જ્યારે લંકાપતિ રાવણ સીતા માતાનું અપહરણ કરી લંકા લાવ્યા ત્યારે ભગવાન બ્રહ્માના આદેશ પર દેવરાજ ઈન્દ્ર માતા સીતા માટે ખીર લાવ્યા હતા. દેવરાજ ઈન્દ્રએ અશોક વાટિકામાં હાજર તમામ રાક્ષસોને સંમોહિત કર્યા અને પછી સીતાજીને ખીર પીરસવામાં આવી, જેનાથી તેમની ભૂખ તૃપ્ત થઈ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

લક્ષ્મણે નિદ્રા દેવી પાસેથી માંગ્યું હતું વરદાન

એવું માનવામાં આવે છે કે રામ અને સીતાની રક્ષા માટે 14 વર્ષના વનવાસ દરમિયાન લક્ષ્મણ ઊંઘ્યા ન હતા. તેમની પત્ની ઉર્મિલા લક્ષ્મણની જગ્યાએ સુતી હતી. વનવાસની પહેલી રાતે જ્યારે રામ અને સીતા સૂતા હતા, ત્યારે નિદ્રાધીન દેવી લક્ષ્મણની સામે પ્રગટ થયા. ત્યારબાદ લક્ષ્મણે નિદ્રા દેવીને એવું વરદાન આપવા કહ્યું કે તેમના 14 વર્ષના વનવાસ દરમિયાન તે ઉંઘશે નહીં જેથી તે તેમના ભાઈ અને ભાભીનું રક્ષણ કરી શકે. પછી નિદ્રાદેવીએ કહ્યું કે જો કોઈ તેની જગ્યાએ સૂવા માટે તૈયાર હોય તો તે તેને આ વરદાન આપી શકે છે. પછી લક્ષ્મણની પત્ની ઉર્મિલાએ તેના બદલામાં ઉંઘવાનું સ્વીકાર્યું.

આ પણ વાંચો :આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં મોંઘવારી બેકાબુ, ખાદ્ય ચીજોના ભાવ આસમાને

આ પણ વાંચો :Viral Video : કૂકડો બકરીના બચ્ચા પર દેખાડતો હતો પોતાની તાકાત, પછી ‘મા’ એ પણ આ જ રીતે ભણાવ્યો પાઠ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

g clip-path="url(#clip0_868_265)">