AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Railway: કૃપયા ધ્યાન દે! G20 સમીટ ને લઈને કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર, જાણો કઈ રદ કરાઈ

G20 સમીટ ને લઈને કેટલીક ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે ગોરખપુર કેંટ યાર્ડ રિમોડલિંગની કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થઈ છે. પૂર્વોત્તર રેલવેના ગોરખપુર કેંટ યાર્ડના રિમોડલિંગ અને ગોરખપુર કેંટ-કુમમ્હી સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશનિંગ સંબંધિત નોન ઇન્ટરલોકિંગ કામગીરી ને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે.

Ahmedabad Railway: કૃપયા ધ્યાન દે! G20 સમીટ ને લઈને કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર, જાણો કઈ રદ કરાઈ
કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર, કેટલીક રદ
Darshal Raval
| Edited By: | Updated on: Sep 05, 2023 | 9:15 PM
Share

G20 સમીટ ને લઈને કેટલીક ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે ગોરખપુર કેંટ યાર્ડ રિમોડલિંગની કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થઈ છે. પૂર્વોત્તર રેલવેના ગોરખપુર કેંટ યાર્ડના રિમોડલિંગ અને ગોરખપુર કેંટ-કુમમ્હી સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશનિંગ સંબંધિત નોન ઇન્ટરલોકિંગ કામગીરી ને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. કેટલીક ટ્રેનને સંપૂર્ણ પણે રદ કરવામાં આવી છે, જ્યાર કેટલી ટ્રેનના રુટને ફેરફાર કરવામાં આવ્યા છે.

રદ કરવામાં આવેલ ટ્રેન

  • 08 સપ્ટેમ્બર 2023ના રોજ ગાંધીધામથી ઊપડનારી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેન રદ થશે.
  • 11 સપ્ટેમ્બર 2023ના રોજ ભાગલપુરથી ઊપડનારી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન રદ થશે.
  • 7 અને 8 સપ્ટેમ્બર 2023ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન રદ થશે.
  • 10 અને 11 સપ્ટેમ્બર 2023ના રોજ મુઝફ્ફરપુરથી ઊપડનારી ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન રદ થશે.

શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ ટ્રેનો

6 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર 2023 સુધી અમદાવાદથી ઊપડનારી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન ભટણી જં સ્ટેશન પર શોર્ટ-ટર્મિનેટ થશે અને ગોરખપુર વચ્ચે આંશિક નિરસ્ત થશે. 7 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર 2023 સુધી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ગોરખપુના બદલે ભટની જં. સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (શરૂ) થશે અને આ ટ્રેન ગોરખપુર અને ભટની જં. વચ્ચે આંશિક નિરસ્ત થશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેન

દિલ્હી ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત G20 સમિટ 2023 માટે મહત્વપૂર્ણ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ ટ્રેન હેન્ડલિંગ નું આયોજન કર્યું છે. આ ક્રમમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન માંથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  • 8મી સપ્ટેમ્બર, 2023ની ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસને દિલ્હી થઈને ચલાવવા માટે ડાયવર્ટ કરવામાં આવશે.
  • 10મી સપ્ટેમ્બર, 2023ની ટ્રેન નંબર 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસને દિલ્હી થઈને ચલાવવા માટે ડાયવર્ટ કરવામાં આવશે.

વધારાના સ્ટોપેજ

  • ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-જામનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ જે 10મી સપ્ટેમ્બર, 2023 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી મુસાફરી શરૂ કરે છે તેને બદલી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
  • 09મી સપ્ટેમ્બર, 2023ના રોજ વારાણસીથી શરૂ થતી ટ્રેન નંબર 19408 વારાણસી-અમદાવાદ એક્સપ્રેસને દિલ્હી શાહદરા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ  Shamlaji: શામળાજીમાં જન્માષ્ટમી મેળાને લઈ કરાઈ તડામાર તૈયારીઓ, જાણો આઠમના દર્શનનો સમય

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">