અમદાવાદમાં હવે નિયમ ભંગ કરશો તો ખેર નહીં, AI સોફ્ટવેરના આધારે નિયમ તોડનારને ચલણ મોકલાશે, જુઓ Video

ગુજરાતના કોઈપણ શહેરમાં તમે જાવ એવા લોકો તમને ભટકાઈ જ જશે કે જેઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં હશે.જોકે ટ્રાફિક અને પાલિકા બંનેના નિયમોનો ભંગ કરવો એ અમદાવાદમાં સરળ નહીં હોય. કેમકે મહાનગરપાલિકા હવે આર્ટિફિસીયલ ઈન્ટેલિજન્સ થકી 22 જેટલા નિયમોનો ભંગ કરનારાઓને પકડી પાડશે.

અમદાવાદમાં હવે નિયમ ભંગ કરશો તો ખેર નહીં, AI સોફ્ટવેરના આધારે નિયમ તોડનારને ચલણ મોકલાશે, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2024 | 2:32 PM
ગુજરાતના કોઈપણ શહેરમાં તમે જાવ એવા લોકો તમને ભટકાઈ જ જશે કે જેઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં હશે.જોકે ટ્રાફિક અને પાલિકા બંનેના નિયમોનો ભંગ કરવો એ અમદાવાદમાં સરળ નહીં હોય. કેમકે મહાનગરપાલિકા હવે ઓટો ઈન્ટેલિજન્સ થકી 22 જેટલા નિયમોનો ભંગ કરનારાઓને પકડી પાડશે અને તમારા આવા નાના-મોટા ગુનાઓનો ઈતિહાસ ખોલી નાખશે.

વાહનચાલકોએ નિયમ તોડ્યા તો ભરવો પડશે દંડ

અમદાવાદમાં હવે તમારી પર નજર રાખવા ઓટો ઈન્ટેલીજન્સ કામ કરતું થઈ જશે. જે સીસીટીવી સાથે જોડાઈને તમારી તમામ ગતિવિધિઓ સ્ટોર કરશે, તેનું એનાલિસીસ કરશે. જેના આધારે તમે નિયમભંગ કરવામાં કેવા રીઢા ખેલાડી છો, ક્યારે કેટલી વાર અને કયા કયા નિયમોનો ભંગ કર્યો છે એ બધો જ રેકોર્ડ પળવારમાં હાજર થઈ જશે અને એના આધારે ટ્રાફિક પોલીસ અને પાલિકા બંને તમને ઘેરીને દંડ વસૂલ કરશે.
અત્યાર સુધી માત્ર સિગ્નલ પર રેડ લાઈટના ભંગ બદલ દંડ ફટકારાતો હતો, પણ હવે આ સોફ્ટવેરને AI સાથે અપડેટ કરી ટ્રાફિકના અલગ અલગ 12 નિયમો તેમજ કોર્પોરેશનના 10 નિયમનો ભંગ કરનાર સામે પગલાં લેવાશે. જો કે એક બે નહીં પરંતુ 22 નિયમો બાબતે હવે કોર્પોરેશનનું એઆઈનું સોફ્ટવેર કામ કરશે અને નિયમનું પાલન ન કરનાર વ્યક્તિને ઘરે  મેમો મોકલી આપશે.

કયા કયા નિયમભંગ સામે કાર્યવાહી ?

  • અવરોધ રૂપ વાહનો પાર્ક કરવા
  • ત્રણ સવારી વાહન હાંકવું
  • રેડ લાઈટમાં વાહન હંકારવું
  • BRTSની લાઈનમાં વાહન ચલાવવું
  • હેલ્મેટ ન પહેરવું
  • રસ્તા પર કચરો ફેંકવો
  • લોડીંગ વાહનોમાં ભરાયેલા કચરા પર પ્લાસ્ટિક ન ઢાંકવું

અમદાવાદ મનપાએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત નવી વ્યવસ્થા લાવવા આ કવાયત હાથ ધરી છે. ટૂંકમાં અમદાવાદ મહાનગરપાલિકા બીજું કંઈ કરે ન કરે, પણ આ રીતે લોકો પર નજર રાખી 22 જેટલા નિયમોના ભંગ બદલ દંડની વસૂલાત જરૂર કરશે અને એમાં પણ ભારતમાં પહેલીવાર એવું બનશે જેમાં AIનો ઉપયોગ કરાશે.આવું પહેલી વાર બનશે કે કોઇ સિગ્નલ કે અન્ય જગ્યા પર લગાવેલા CCTVમાં AIના સોફ્ટવેરનો ઉપયોગ થશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">