Ahmedabad : ગુજરાતનું ગૌરવ, ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રિયંક પંચાલની પસંદગી

અમદાવાદ તેમજ ગુજરાત માટે આનંદ અને ગર્વ લેવા જેવી બાબત તો છે જ પરંતુ હીરામણી સ્કૂલનો સ્ટુડન્ટ હોવાને કારણે સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ પ્રિયંક પંચાલને ભારતીય ટીમમાં સ્થાન મળતા તેને વધાવ્યો.

Ahmedabad : ગુજરાતનું ગૌરવ, ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રિયંક પંચાલની પસંદગી
અમદાવાદના પ્રિયંક પંચાલની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 2:20 PM

Ahmedabad : ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી પામનાર પ્રિયંક પંચાલ અમદાવાદની હીરામણી સ્કૂલમાં ગુજરાતી મીડીયમમાં ભણ્યો. ધોરણ-૧૨ સુધી પ્રિયંક પંચાલ હીરામણી સ્કૂલમાં શિક્ષણ લીધું જ. પરંતુ સ્કૂલના શિક્ષક અને કોચ તરીકે સ્વર્ગીય સનતભાઈ જાનીએ તેને ક્રિકેટનું કોચિંગ પણ આપ્યું.

હાલના સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર ગુંજન શાહના કહેવા મુજબ પ્રિયંક પંચાલમાં ક્રિકેટને લઈને ગજબનું જૂનુન હતું. હીરામણી સ્કૂલના ચાર વિદ્યાર્થીઓ નેશનલ લેવલ પર હીરામણીનું નામ રોશન કરી ચુક્યા છે જેમાંથી એક નવું નામ પ્રિયંક પંચાલનું પણ છે. સ્કૂલ દરમિયાન પણ પ્રિયંક પંચાલે હીરામણી સ્કૂલનું નામ રોશન કર્યું અને ત્યારબાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને ઇન્ડિયન ટીમના કેપ્ટન તરીકે તેમજ હવે ભારતીય ટીમના ખેલાડી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે.

અમદાવાદ તેમજ ગુજરાત માટે આનંદ અને ગર્વ લેવા જેવી બાબત તો છે જ પરંતુ હીરામણી સ્કૂલનો સ્ટુડન્ટ હોવાને કારણે સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ પ્રિયંક પંચાલને ભારતીય ટીમમાં સ્થાન મળતા તેને વધાવ્યો. ક્રિકેટમાં એક સારા બેટ્સમેન તરીકે અને મીડીયમ ફાસ્ટ બોલર તરીકે પ્રિયંક પંચાલ પોતાની આગવી ઓળખ ઉભી કરી. 100 ફર્સ્ટ કલાસ ક્રિકેટ મેચમાં 45.42 ની એવરેજ સાથે તેણે અત્યાર સુધીમાં સાત હજાર અગિયાર જેટલા પર પૂર્ણ કર્યા છે. 24 સદી અને 24 અડધી સદી સાથે 314 તેનો અણનમ સ્કોર રહ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

એક રણજી સિઝનમાં 1000 રન કરનાર તેમજ ત્રેવડી સદી ફટકારનાર પ્રિયંક પંચાલ ગુજરાતનો એકમાત્ર ખેલાડી છે. ક્રિકેટર પાર્થિવ પટેલના નેતૃત્વમાં 2016 અને 17 દરમિયાન પ્રિયંક પંચાલ રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યો, જેમાં 10 મેચમાં 1310 રનનું યોગદાન તેણે આપ્યું હતું.

આ પણ વાંચો : Viral: ગાય ગળી ગઈ સોનાની ચેઈન, 35 દિવસ સુધી છાણ પર નજર રાખી, ન મળી તો કર્યું આ કામ !

આ પણ વાંચો : Parliament Latest Updates: રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત, સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં વિપક્ષે પગપાળા કૂચ કરી, વિજય ચોકમાં સુત્રોચ્ચાર કર્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">