અમદાવાદઃ કોમર્સ સર્કલ વિસ્તારમાં દંપતીના મૃતદેહ મળવા મામલે પોલીસ તપાસ શરુ, હત્યાની આશંકા

|

May 15, 2024 | 3:46 PM

અમદાવાદ શહેરના કોમર્સ સર્કલ નજીક આવેલા અનુશ્રી ફલેટના સિક્યુરિટી ગાર્ડ એવા દંપતીની શકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સવારના અરસા દરમિયાન અનુશ્રી ફ્લેટ સોસાયટીના રહીશોને દંપતીના લાશ નજર આવી હતી. સિક્યુરિટી ગાર્ડ ગણેશ બહાદુર બસનેત અને તેની પત્ની સુમિબેનના મૃતદેહ પડેલા મળી આવ્યા હતા.

અમદાવાદઃ કોમર્સ સર્કલ વિસ્તારમાં દંપતીના મૃતદેહ મળવા મામલે પોલીસ તપાસ શરુ, હત્યાની આશંકા
હત્યાની આશંકાએ તપાસ

Follow us on

અમદાવાદના કોમર્સ સર્કલ નજીક આવેલા ફ્લેટમાં દંપતિનું શકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો. અર્ધનગ્ન અવસ્થામાં મળેલા મૃતદેહને પાછળ હત્યા કે આત્મહત્યાને લઈને પોલીસની તપાસ શરૂ કરવામાંલ આવી છે. મૃત્યુ પહેલાના CCTV પણ સામે આવ્યા હોઈ જેના આધારે પણ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી.

અમદાવાદ શહેરના કોમર્સ સર્કલ નજીક આવેલા અનુશ્રી ફલેટના સિક્યુરિટી ગાર્ડ એવા દંપતીની શકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સવારના અરસા દરમિયાન અનુશ્રી ફ્લેટ સોસાયટીના રહીશોને દંપતીના લાશ નજર આવી હતી. સિક્યુરિટી ગાર્ડ ગણેશ બહાદુર બસનેત અને તેની પત્ની સુમિબેનના મૃતદેહ પડેલા મળી આવ્યા હતા. અમદાવાદ શહેરની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસે તપાસ હાથ ધરી

સિક્યુરિટી ગાર્ડ ગણેશનો અર્ધ નગ્ન અવસ્થામાં મૃતદેહ મળ્યો હતો. જ્યારે તેની પત્ની સિમીબેન મૃત હાલતમાં મળી આવી હતી. જેને લઈ પોલીસે આસપાસમાં પ્રાથમિક તપાસ હાથ ધરવા સાથે જ મોતના કારણને જાણવા માટે કડીઓ મેળવવા અને મૃત્યુ સમય અને પહેલાની પરિસ્થિતિને જાણવા માટે CCTV ફૂટેજને ચેક કરવામાં આવ્યા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જેમાં ઘટના પહેલાના CCTV ફૂટેજ ચેક કરતા ઝઘડા અને મૃતક ગણેશની અવર જવરના દ્રશ્યો નજર આવ્યા હતા. જોકે પરંતુ આ દંપતીનું મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે હાલ તો અકસ્માત મોત અંગેની તપાસ શરુ કરી છે. કડીઓ મળતા હત્યાની આશંકા જણાતા પુરાવાઓ હાથ લાગતા જ હત્યા અંગેનો ગુનો પણ નોંધીને તપાસ હાથ ધરવામાં આવશે.

હત્યા કે આપઘાત?

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ દંપતી મૂળ નેપાળનું રહેવાસી છે. દંપતી લગભગ ચાર થી પાંચ મહિના પહેલા જ કોમર્સ સર્કલ પાસેના અનુશ્રી ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરવા માટે જોડાયા હતા. બે દિવસથી ગણેશ માનસિક તણાવમાં હોવાનું સ્થાનિકોએ પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન કહેતા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની રાત્રે પણ પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાની શકયતા વર્તાઈ રહી હોવાને લઈ આ દિશામા પણ પોલીસે તપાસ શરુ કરી છે. આ દંપતીએ આપઘાત કર્યો છે કે હત્યા થઈ છે તેમજ કોઈ કેફી પીણું પીવાથી મોત થયું છે તે તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાત યુનિવર્સિટી પોલીસે દંપતીના મોત મામલે FSL અને પોસ્ટમોર્ટમના રિપોર્ટને લઈને તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સ્થાનિક રહીશો અને મિત્રો તેમજ પરિવારના સભ્યોના નિવેદનો લઈને તપાસ શરૂ કરી.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article