AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Birthday : અમદાવાદના ભાઈ-બહેનની જોડીએ PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે તૈયાર કરી વિશેષ ભેટ, જુઓ

ભાઈ બહેન દ્વારા વિશેષ ગીત તૈયાર કરવામાં આવ્યું જેમાં PM મોદીને નવગ્રહ ગુણોના મૂર્તિ સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવ્યા. PM મોદીની મહેનત, સેવાના મૂલ્યોમાં તેમની શ્રદ્ધાને સોંગ થકી રજૂ કરાઈ

PM Modi Birthday : અમદાવાદના ભાઈ-બહેનની જોડીએ PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે તૈયાર કરી વિશેષ ભેટ, જુઓ
Ronak Varma
| Edited By: | Updated on: Sep 16, 2025 | 6:27 PM
Share

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 75મા જન્મદિવસની ઉજવણી ભાગરૂપે કૈલાશ કાબરા અને તેમની બહેન રચનાએ હિન્દી ગીત તૈયાર કર્યું છે. આ સોંગમાં PM મોદીને નવગ્રહોના પ્રતીકવાદ દ્વારા તેમનાં ગુણોને પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં દરેક અવકાશી પદાર્થ PMની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

ગીત બનાવવા કરી મહેનત

આ રચના કાબરા ભાઈ-બહેન દ્વારા પ્રધાનમંત્રીના નેતૃત્વ અને અથાક કાર્ય નીતિ પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબ પણ કરે છે. જો સંગીતની વાત કરીએ તો આ સુંદર ગીતને દર્શન દ્વિવેદી દ્વારા કંપોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે, હર્ષ શાહે તેને કંઠસ્થ કર્યું છે, ગિટારિસ્ટ તરીકે સંકેત, અને સોંગને મધુ રાવલે દ્વારા મિશ્ર અને માસ્ટર કરવામાં આવ્યું છે.

આ ગીતના શબ્દો કૈલાશ અને રચનાના પિતરાઈભાઈ અને કાબરા જ્વેલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે PM અંગે અંગે પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું કે, “20 વર્ષથી વધુ સમયથી અમે મોદીજીના સમર્પણ અને શિસ્તથી પ્રેરિત છિયે. જેમાં નમ્રપણે અમારે અમારા હીરાના ઉદ્યોગને કેવી રીતે આગળ વધારવો તે પણ અમને તેમની પ્રેરણાથી શીખવા મળ્યું છે.

PM માં નવ અવકાશી પદાર્થોના અનન્ય ગુણો ….

તમે જાણો છો તેમ હીરો એ તેની કઠિનતા અને તેજસ્વીતા માટે જાણીતા છે, અને અમને લાગે છે કે, આ ગુણો તેમની શક્તિ અને તેમનો પ્રકાશ બધે કેવી રીતે ફેલાય છે તેનું પ્રતિબિંબ પૂરું પાડે છે,” વધુમાં કૈલાશ કાબરાએ કહ્યું કે, ઊર્જા અને ભક્તિથી ભરપૂર આ ગીત, PM નરેન્દ્ર મોદીને નવ અવકાશી પદાર્થોના અનન્ય ગુણો ધરાવતા તરીકે દર્શાવે છે, જેમાં શનિનું ધીરજ, સૂર્યનું તેજ, ચંદ્રનું શાંતપણું અને મંગળની ગતિશીલતાનો સમાવેશ થાય છે.

ગીતના શબ્દો તેમને “ભારતનું ગૌરવ, દેવી અંબેના સાચા ભક્ત અને જેમનો પ્રકાશ રાષ્ટ્રને પ્રકાશિત કરે છે” તરીકે વર્ણવે છે. વધુમાં આ ગીત ફક્ત કાબરા ભાઈ-બહેનોની PM પ્રત્યેની પ્રશંસા જ નહીં પરંતુ સખત મહેનત અને સેવાના મૂલ્યોમાં તેમની શ્રદ્ધાને પણ પ્રતિબિંબિત કરે છે. આ ગીત મોટા ભાગના ડિજિટલ અને સ્ટ્રીમિંગ મ્યૂઝિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

કાબરા પરિવારે અગાઉ વ્યવસાયમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે એક ડઝન કર્મચારીઓને કાર ભેટ આપીને હેડલાઇન્સ બનાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
g clip-path="url(#clip0_868_265)">