Railway news: લખનઉ મંડળમાં ડબલિંગના કામને કારણે અમદાવાદથી ઉપડતી અને પસાર થતી આ ટ્રેનના રૂટમાં થયો આંશિક ફેરફાર
ટ્રેન નંબર 14803/14804 જેસલમેર -સાબરમતી એક્સપ્રેસનું મારવાડ લોહાવટ સ્ટેશન પર અને ટ્રેન નંબર 11089/11090 ભગતની કોઠી-પૂણે એક્સપ્રેસ ટ્રેનનું રાની સ્ટેશન અને જવાઇ બાંધ સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશના લખનઉ મંડળમાં ડબલિંગના કામને કારણે અમદાવાદથી ઉપડતી તેમજ પસાર થતી કેટલીક ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાનો પ્રારંભ કરે. ટ્રેનોના પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ઉપર આપવામાં આવેલી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1. 07 એપ્રિલ 2023 ની ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા બારાબંકી-ગોરખપુર-છપરાના રુટ પર દોડશે.
2. 10 એપ્રિલ 2023 ની ટ્રેન નંબર 09466 દરભંગા – અમદાવાદ સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા છપરા – ગોરખપુર- બારાબંકીના રુટ પર દોડશે
3. 08 એપ્રિલ 2023 ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ – કામાખ્યા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ – પ્રતાપગઢ – વારાણસીના રુટ પર દોડશે.
4. 05 એપ્રિલ 2023 ની ટ્રેન નંબર 15668 કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વારાણસી- પ્રતાપગઢ -લખનૌના રુટ પર દોડશે.
5. 07 એપ્રિલ 2023 ની ટ્રેન નંબર 15635 ઓખા – ગુવાહાટી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ – પ્રતાપગઢ – વારાણસીના રુટ પર દોડશે.
રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 14803/14804 જેસલમેર -સાબરમતી એક્સપ્રેસનું મારવાડ લોહાવટ સ્ટેશન પર અને ટ્રેન નંબર 11089/11090 ભગતની કોઠી-પૂણે એક્સપ્રેસ ટ્રેનનું રાની સ્ટેશન અને જવાઇ બાંધ સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ પ્રમાણે છે
ટ્રેન નંબર 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસને તાત્કાલિક અસરથી મારવાડ લોહાવટ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 08.34/08.36 વાગ્યાનો રહેશે. એ જ રીતે ટ્રેન નંબર 14803 જેસલમેર-સાબરમતી એક્સપ્રેસને મારવાડ લોહાવટ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 18.30/18.32 વાગ્યાનો રહેશે.
ટ્રેન નંબર 11089 ભગતની કોઠી-પૂણે એક્સપ્રેસનો 04 એપ્રિલ 2023થી રાની સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 14.44/14.45 વાગ્યે અને જવાઇ બાંધ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 15.14/15.15 વાગ્યાનો રહેશે. એ જ રીતે ટ્રેન નંબર 11090 પૂણે-ભગતની કોઠી એક્સપ્રેસ ટ્રેનનો 09 એપ્રિલ 2023થી જવાઇ બાંધ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 12.47/12.48 વાગ્યાનો અને રાની સ્ટેશન પર 13.14/13.15 વાગ્યાનો રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…