Rajkot: ઍરપોર્ટના રનવે સુધી રિક્ષા ઘુસી જવાનો કેસ: દિલ્હીથી CISFની ટીમના ઍરપોર્ટમાં ધામા, CCTV અને સુરક્ષાની દૃષ્ટિએ હાથ ધરાશે તપાસ

Rajkot: રાજકોટ ઍરપોર્ટના રનવે સુધી રિક્ષા ઘુસી જવાના કેસમાં દિલ્હીથી CISFની ટીમ ઍરપોર્ટ તપાસ માટે ઍરપોર્ટ પહોંચી છે. CCTVના આધારે સુરક્ષાની દૃષ્ટિએ તપાસ હાથ ધરવામાં આવશે. રવિવારે દારૂ પીધેલી હાલતમાં એક શખ્સે રિક્ષા સાથે પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચી ગયો હતો. આ ઘટના બાદ ઍરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Rajkot: ઍરપોર્ટના રનવે સુધી રિક્ષા ઘુસી જવાનો કેસ: દિલ્હીથી CISFની ટીમના ઍરપોર્ટમાં ધામા, CCTV અને સુરક્ષાની દૃષ્ટિએ હાથ ધરાશે તપાસ
ઍરપોર્ટની સુરક્ષામાં ચૂક
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 04, 2023 | 4:57 PM

રાજકોટ ઍરપોર્ટ પર ગત રવિવારના રોજ એક રિક્ષાચાલક દરવાજો તોડીને હેલિપેડ સુધી પહોંચી જતા એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. આ ઘટનાના દિલ્લી સુધી પડઘા પડ્યા છે. આજે દિલ્લીથી CISFના ડાયરેક્ટર અને જોઈન્ટ ડાયરેક્ટર કક્ષાના અધિકારીઓ તપાસ માટે રાજકોટ ઍરપોર્ટ પહોંચી ચૂક્યા છે. આ ઉચ્ચ અધિકારીઓ બે દિવસ સુધી પોતાની તપાસ હાથ ધરશે. જેનો રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને સુપરત કરવામાં આવશે. જેના આધારે જવાબદાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઍરપોર્ટ ખાતે તપાસનો ધમધમાટ

રાજકોટ એરપોર્ટ પર થયેલી સુરક્ષામાં ચૂક અંગે હવે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા બાદ આજે CISFના ડાયરેક્ટર અને જોઈન્ટ ડાયરેક્ટર રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને સુરક્ષાની દ્રષ્ટિએ તપાસ શરૂ કરવામાં આવી છે. બે દિવસ સુધી ચાલનારી આ તપાસમાં રિક્ષાચાલક કઈ રીતે પ્રતિબંધિત વિસ્તાર સુધી પહોંચી ગયો, તેનો ઈરાદો શું હતો અને ક્યાં કારણો સર્જાયા હતા. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઉપરાંત સ્થળ પરના સીસીટીવી ફુટેજ અને આ ઘટના બની ત્યારે કેટલા અને કઈ રીતે સુરક્ષા જવાનો તૈનાત હતા. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે અહેવાલ તૈયાર કરીને ઍરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને રિપોર્ટ સોંપવામાં આવશે અને તેના આધારે કાર્યવાહી થાય તેવા સંકેત મળી રહ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે આ રિપોર્ટના આધારે CISF અને ઍરપોર્ટ ઓથોરિટીના જવાબદારો સામે પણ પગલા લેવાઈ શકે છે.

મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
Mahakumbh 2025: નાગા સાધુ અને અઘોરી બાવામાં શું અંતર હોય છે ?
Kumbh Mela 2025 : તલ મૂકવાની જગ્યા ન વધી, જુઓ કુંભમેળામાં ભક્તોના જનસૈલાબની તસવીરો

એરપોર્ટમાં સુરક્ષા વધારાઈ

ગત રવિવારે રીક્ષાચાલક બેરીકેટ તોડીને રન વે સુધી ઘુસી જવાની ઘટના બાદ હવે રહી રહીને એરપોર્ટ ઓથોરિટી જાગ્યું છે,એરપોર્ટના એન્ટ્રી ગેટથી પ્રતિબંધિત વિસ્તાર સુધી બેરિકેડ લગાડવામાં આવ્યા છે. એટલું જ નહીં રન વે નજીકના VIP ગેટ પાસે થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો Ahmedabad : અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યમાં સામે આવી કોરોના વેક્સિનની અછત

અગાઉ સુરક્ષાની દ્રષ્ટિએ કેટલીક દરખાસ્ત મૂકી હતી જે મંજૂર ન થઈ

બીજી તરફ એરપોર્ટ સૂત્રોના કહેવા પ્રમાણે CISF દ્વારા છેલ્લા ઘણાં સમયથી સુરક્ષાની દ્રષ્ટિએ એરપોર્ટ ગેટ પર કેટલીક વ્યવસ્થાઓ ઉભી કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત મંજૂર કરવામાં આવી ન હતી. જેમાં ગેટ પર ઝીગઝેગ સિસ્ટમ અમલમાં મૂકવા, સ્પીડબ્રેકર તૈયાર કરવા, બહારથી આવતી કાર કે રિક્ષાનું ઓટોમેટિક ચેકિંગ કરવું વગેરે જેવી કેટલીક દરખાસ્તો મૂકવામાં આવી ન હતી. સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ એરપોર્ટ ખાતેના જવાબદાર અધિકારીઓ આ બાબતોને પણ રજુ કરશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">