Ahmedabad: વિપક્ષનો આરોપ, પિંક ટોયલેટ બનાવવાની સત્તાધારી ભાજપની જાહેરાત માત્ર કાગળ પર, દોઢ વર્ષ પહેલા મંજૂર કરાયેલા કામના દાવાનો ફિયાસ્કો

Ahmedabad: સત્તાધારી ભાજપ દ્વારા દોઢ વર્ષ પહેલા શહેરમાં મહિલાઓ માટે પિંક ટોયલેટ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. જો કે વિપક્ષનો આક્ષેપ છે કે ભાજપે મંજૂર કરેલા પિંક ટોયલેટની કામગીરી માત્ર કાગળ પર છે અને દોઢ વર્ષમાં એકપણ પિંક ટોયલેટ બનાવવામાં આવ્યુ નથી.

Ahmedabad: વિપક્ષનો આરોપ, પિંક ટોયલેટ બનાવવાની સત્તાધારી ભાજપની જાહેરાત માત્ર કાગળ પર, દોઢ વર્ષ પહેલા મંજૂર કરાયેલા કામના દાવાનો ફિયાસ્કો
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: May 19, 2023 | 12:27 AM

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો દ્વારા વર્ષ 2022-23ના બજેટમાં સ્વચ્છતા મિશન 2.0 અંતર્ગત શહેરમાં માત્ર મહિલાઓ માટે અલગ પિંક ટોયલેટ (Pink Toilet) બનાવવાની જાહેરાત કરાઈ હતી. શહેરમાં જાહેર શૈાચાલયની સુવિધા બિલકુલ નહી હોવાને કારણે મહિલાઓ શરમજનક સ્થિતિમાં મુકાય છે. આથી અમદાવાદ શહેરના કુલ 21 જેટલી જગ્યાઓ પર મહિલા સશક્તિકરણની નીતી અંતર્ગત મહિલાઓ માટે પીન્ક ટોઇલેટ બનાવવા માટે રૂા.8.40 કરોડ ફાળવવામાં આવ્યા હતાં.

મહિલાઓ માટેના પીન્ક ટોઇલેટમાં બેબી ફીડીગ રૂમ, સેનેટરી પેડ, હેન્ડ ડ્રાયર, લિકવીડ શોપ વિ. ની સુવિધા આપવાનું મંજુર કરવામાં આવ્યુ હતુ. પરંતુ કમનસીબે દોઢ વર્ષ પુરું થવા છતાં હજુ સુધી અમદાવાદ શહેરની મહિલાઓ માટે એક પણ પીન્ક ટોઇલેટ કાર્યરત નહી કરાતાં પીન્ક ટોઇલેટની સુવિધા મળેલ નથી તે કડવી વાસ્તવિકતા છે.

શાસકપક્ષ માત્ર મોટા મોટા વચનો આપે છે- વિપક્ષ

દર વર્ષે શાસકપક્ષ બજેટ રજુ કરીને મોટા-મોટા વચનો આપે છે પણ ખરેખર તેનો વાસ્તવિક અમલ કરવા બાબતે સક્ષમ છે ખરાં ? તે વિચારણા માંગી લે તેવો પ્રશ્ન છે દર વર્ષે શાસકો દ્વારા બજેટ રજુ કરવામાં આવે છે ત્યારબાદ વર્ષ દરમ્યાન તે બજેટના કામોનું અમલીકરણ થયેલ છે કે કેમ તેની સમીક્ષા કરવી જોઇએ તેની જગ્યાએ બજેટ અમલીકરણ કમિટીની બેઠક દરમ્યાન સત્તાધારી ભાજપના શાસકો માટે બદામ કાજુ નાસ્તો કરવા બાબતની માત્ર જયાફત બની રહેવા પામે છે.

જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક

‘વચનેશું કિમ દરિદ્રતા’ ની ભાજપની નીતિ- વિપક્ષ

શાસકપક્ષે બજેટમાં અમદાવાદ શહેરની પ્રજાને આપેલા વચનો અને બાહેંધરીનું દર વર્ષે કેટલા પ્રમાણમાં વહીવટી તંત્ર અમલ કરી શક્યું છે. તેની ચકાસણી સમયાંતરે કરવી જોઇએ જેમાં વર્ષ દરમ્યાન કરવાના કામોનું અને નિતિઓનું નક્કર આયોજન હોવું જોઇએ પરંતુ નક્કર અને વાસ્તવદર્શી અમલ કરવા તંત્ર બંધાયેલું છે તે કરવામાં ઢીલ થતી હોય કે ઉદાસીનતા સેવવામાં આવતી હોય ત્યારે તંત્રનું ધ્યાન દોરવાની અને જરૂર પડે આદેશ આપી અમલ કરાવવાની શાસક પક્ષના સત્તાધીશોની ફરજ થઇ પડે છે.

બજેટ ખોટા વચનો કે ભરમાવનારા વિધાનો કરવામાં નહી પરંતુ જવાબદારીપૂર્વક તેનો અમલ કરાવવા માટે વચનબદ્ધ હોવું જોઇએ તેવું કોંગ્રેસ પક્ષનું સ્પષ્ટ માનવું છે. પરંતુ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ એ.સી. ચેમ્બરમાં બેસીને કરેલી કલ્પનાઓના ઘોડા દોડાવવા સિવાય છેલ્લા 17 વર્ષમાં કશું જ નક્કર આયોજન કર્યું હોય તેવું દેખાતું નથી.

મહિલા સશક્તિકરણના મોટા મોટા દાવા કરતી ભાજપ માટે શરમજનક બાબત- વિપક્ષ

એક તરફ સત્તાધારી ભાજપ ત્રિપલ એન્જીન સરકારની સુફિયાણી વાતો કરે છે અને બીજી તરફ અમદાવાદ શહેરમાં એક પીન્ક ટોઇલેટ બનાવવા બાબતે એક પણ એન્જીનના ચાલે એ સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે જેથી મહિલાઓને સારી સુવિધા આપવા તાકીદે અમદાવાદમાં પીન્ક ટોઇલેટ બનાવવા બાબતની કાર્યવાહી કરવા કૉંગ્રેસ પક્ષની માંગણી છે.

આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં 13 જિલ્લામાં નવી GIDC સ્થાપવા પ્રી ફિઝિબિલિટી રિપોર્ટ માટે રાજ્ય સરકારે આપી સૈદ્ધાંતિક મંજૂરી

આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ એ વળતો જવાબ આપ્યો હતો કે પિંક ટોયલેટ માટે કેટલાક ઝોનમાં યોગ્ય જગ્યા મળતી ન હોવાના કારણે કામગીરી થઈ શકી નથી માટે આવા ઝોનમાં જગ્યા શોધવામાં ખૂબ જ જહેમત ઉઠાવી પડી છે હજુ પણ જગ્યા શોધવાના પ્રયત્નો ચાલુ છે તો કેટલાક પિન્ક ટોયલેટ ની કામગીરી ઝડપભેર રીતે આગળ વધી રહી છે અને વહેલી તકે કામ પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">