AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ગુરુપૂર્ણિમાના અવસરે માઈગ્રન્ટ પાક. તબીબોએ PM મોદીનો માન્યો આભાર, દેશમાં કાયમી વસવાટ અને આરોગ્ય સેવા આપવા પાક. ડૉક્ટર્સ તૈયાર

Ahmedabad: ટાગોર હોલ ખાતે માઈગ્રન્ટ પાક હિંદુ ડૉક્ટર્સ રજિસ્ટ્રેશન આભાર સમારોહ યોજાયો જેમા. તમામ માઈગ્રન્ટ પાકિસ્તાનના તબીબોએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો અને ભારતમાં સ્થાયી થવા અને આરોગ્ય સેવા કરવા સહિતની સુવિધા આપવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

Ahmedabad : ગુરુપૂર્ણિમાના અવસરે માઈગ્રન્ટ પાક. તબીબોએ PM મોદીનો માન્યો આભાર, દેશમાં કાયમી વસવાટ અને આરોગ્ય સેવા આપવા પાક. ડૉક્ટર્સ તૈયાર
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 04, 2023 | 12:31 AM
Share

Ahmedabad:  ટાગોર હોલ ખાતે ‘માઇગ્રન્ટ પાક હિંદુ ડોક્ટર્સ રજિસ્ટ્રેશન આભાર સમારોહ’ યોજાયો હતો. જેમા પાકિસ્તાનથી ભારતમાં માઈગ્રન્ટ થયેલા તબીબોને આવકારવામાં આવ્યા હતા. આ તબીબોને દેશમાં સ્થાયી વસવાટ સહિત કોઈપણ સ્થળે આરોગ્ય સેવા આપવાની પણ છૂટ આપવામાં આવી છે.  જેના માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુરુપૂર્ણિમાં નિમીત્તે આયોજિત આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, આજનો દિવસ ગુરૂજનોને સમર્પિત હોય છે. ગુરુ એટલે એવી વ્યક્તિ જેમણે અંધકારમાંથી ઉજાસ તરફની યાત્રા કરાવી હોય છે.

માઈગ્રન્ટ પાકિસ્તાનથી આવેલા તબીબો ભારતમાં કાયમી વસવાટ અને તબીબી સેવા કરવા માટે તૈયાર

આજનો આ અવસર આપણા માટે એટલો જ મહત્વનો છે કેમ કે મેડિકલ -આરોગ્ય ક્ષેત્ર પણ એવું સેવાક્ષેત્ર છે. જ્યાં દર્દીને દુઃખ-રોગના અંધકારમાંથી બહાર લાવીને ડોક્ટર સ્વાસ્થ્ય અને તંદુરસ્તીના ઉજાસભર્યા જીવન તરફ લઈ જાય છે. આજે અહીં ઉપસ્થિત ડૉક્ટર્સ તો એવા તબીબો છે જેમણે ખુદ પણ અંધકારથી ઉજાસ તરફની સફળ યાત્રા કરી છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં કાયમી વસવાટ અને આરોગ્ય સેવા કરવા માટે તૈયાર થયા છે.

મુખ્યમંત્રીએ તબીબો અને ડૉક્ટર્સને આપ્યા અભિનંદન

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાનથી આવેલા આ હિન્દુ ભાઈઓ- બહેનો ભારત અને એમાંય ખાસ કરીને ગુજરાતની જનતાની આરોગ્ય સેવા માટે સક્ષમ બની અહીં આવ્યા છે. આમ સૌ નોબલ પ્રોફેશન સાથે નોબલ કોઝથી ભારતમાં આવ્યા છે. એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે તબીબો-ડૉક્ટર્સને અભિનંદન આપતા કહ્યું કે, આ અવસર અંતર્ગત જેમના રજીસ્ટ્રેશન થયા છે એવા સૌ તબીબો-ડોક્ટર્સ તો ગુજરાતની આરોગ્ય સેવામાં યોગદાન આપવાના છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.

પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં 8 એઈમ્સમાંથી 2023 સુધીમાં 23 એઈમ્સ થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં થયેલા આરોગ્ય ક્ષેત્રના વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશના લોકોની આરોગ્ય સુરક્ષા માટે વડાપ્રધાને નવ વર્ષના સુશાસન દરમ્યાન સફળ પ્રયાસો કર્યા છે. દેશમાં 2014માં કુલ 8 એઇમ્સ હતી. જે વર્ષ 2023માં 23 થઇ છે. મેડીકલ કોલેજો 641 હતી. જે વધીને વર્ષ 2023માં 1,341 થઇ છે. દેશમાં 2014માં મેડીકલ સીટ 82 હજાર જેટલી હતી. તે વધીને 1 લાખ 52 હજાર થઇ છે. કોરોનાકાળ દરમિયાન વડાપ્રધાનના માર્ગદર્શનમાં વિશ્વનું સૌથી મોટુ વેક્સિનેશન અભિયાન ચાલ્યું હતું. જેમાં 220 કરોડથી વધુ ડોઝ દેશના નાગરિકોને આપવામાં આવ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચો : Gandhinagar : રાજ્યના 208 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો થયો સંગ્રહ, સરદાર સરોવર ડેમ 55 ટકાથી વધુ ભરાયો

મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે ભારતમાં વડાપ્રધાનએ ભારતીય ગૌરવ, સંસ્કૃતિના પુન:સ્થાપન અને સનાતન ધર્મની સેવાનું કાર્ય કર્યું છે. નરેન્દ્ર મોદીએ સૌ ભારતીયોના હૃદયસ્થ પ્રભુ રામની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદીરના નિર્માણનો પ્રારંભ કરાવ્યો છે. એટલું જ નહીં અયોધ્યાના રામ મંદીરના દ્વાર આવતા વર્ષે ભાવિક ભક્તો માટે વિધિવત ખુલ્લા મુકવામાં આવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, માઈગ્રેટ પાર્ક- હિન્દુ ડોક્ટર્સ આભાર સમાંરોહ અંતર્ગત કુલ 132 ડોક્ટર્સએ એનએમસી એક્ઝામ પાસ કરી છે અને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં કુલ 32 ડોક્ટર આરોગ્ય ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપશે.

આ અવસરે સાંસદ કિરીટ સોલંકી, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે, ગુજરાત મેડીકલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ , માઈગ્રેટ પાક-હિન્દુના સંયોજક રાજેશ મહેશ્વરી તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">