AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: નાઈજિરિયન હેકર્સનો તરખાટ, દેશભરની 8000 કંપનીના ઈ-મેઈલ ID ખતરામાં, સાઈબર ક્રાઈમે રિવર્સ હેક કરી ઈમેઈલ IDનો મેળવ્યો ડેટા

Ahmedabad: સાયબર માફિયાઓ હવે ખાનગી કંપનીઓના ડેટા પર બાઝ નજર રાખીને બેઠા છે. દેશભરની 8000 ખાનગી કંપનીના ડેટા સુરક્ષિત નથી. અમદાવાદ સાયબર ક્રાઈમે આ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે. સાયબર ક્રાઈમે રિવર્સ હેક કરી હજારો કંપનીના ડેટા હેક કરનારી નાઈજિરિયન ગેંગના મનસુબાઓ પર પાણી ફેરવી દીધુ છે. નાઈજિરિયન ગેંગએ હેક કરેલા 8000થી વધુ ઈમેલ પૈકી 700 ઈમેલ ગુજરાતની કંપનીના હતા.

Ahmedabad: નાઈજિરિયન હેકર્સનો તરખાટ, દેશભરની 8000 કંપનીના ઈ-મેઈલ ID ખતરામાં, સાઈબર ક્રાઈમે રિવર્સ હેક કરી ઈમેઈલ IDનો મેળવ્યો ડેટા
Mihir Soni
| Edited By: | Updated on: Sep 26, 2023 | 7:49 PM
Share

Ahmedabad:  નાઇજિરિયન હેકર્સે દેશભરમાં જાણે તરખાટ મચાવ્યો છે. અમદાવાદ સાઇબર ક્રાઇમની તપાસમાં માલવેરથી ઈન્ફેકટેડ વધુ 8000 કંપનીઓના ઈમેઈલ આઈડી મળી આવ્યા છે. આ ઇમેઇલ આઇડી થકી નાઇજીરીયન ગેંગ ગમે ત્યારે મોટું સાયબર ફ્રોડ કરવાની તૈયારીમાં હતી. એક પછી એક જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, એમ એમ નાઇજીરીયન ગેંગનાં સાયબર ફ્રોડનાં જાળનો પર્દાફાશ થઇ રહ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમની આ સૌથી મોટી સફળતા છે કે દેશભરમાં નાઇજીરીયન ગેંગનો શિકાર થનારી 8000 થી વધુ કંપનીઓને ફ્રોડ થતા બચાવવામાં સફળતા મેળવી છે.

દેશભરની જુદી જુદી કંપનીના 8700થી વધુ ઈમેલ કર્યા હેક

દેશભરમાં મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ થકી મોટી લૂંટ કરવાનો પ્લાન નાઇજીરીયન ગેંગ દ્વારા કરવામાં તો આવ્યો, પરંતુ અમદાવાદ સાયબર ક્રાઇમે નાઇજીરીયન ગેંગનો આ પ્લાન તોડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. દેશભરમાં પહેલીવાર અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમે રિવર્સ હેકિંગ કરીને હજારો કંપનીઓને નિશાના ઉપર લેનારી નાઇજિરિયન ગેંગનાં મનસૂબાઓને તાર તાર કરી દીધા છે. આ નાઇજિરિયન ગેંગે માલવેરયુક્ત ઈમેઈલ મોકલીને દેશના 8700થી વધુ ઈમેઈલ હેક કર્યા હતા જે અલગ અલગ કંપનીઓના છે. 8700 હેક થયેલા ઈમેઈલમાંથી ગુજરાતના 700 ઈમેઈલ ધરાવતી કંપનીઓને સુરક્ષાના પગલાં લેવા માટે જાણ કરી દેવામાં આવી છે. જો કે હજુ પણ આવી 8000 કંપનીઓના ઈમેઈલ અને ડેટા અસુરક્ષિત છે. જેને સુરક્ષિત કરવા સાઇબર ક્રાઇમ પ્રયત્નશીલ છે.

આ પણ વાંચો: Ahmedabad : રખડતા ઢોર મામલે કોર્ટ ઓફ કંટેમ્પ્ટ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી, AMC કમિશનરને એફિડેવિટ ફાઈલ કરવા આદેશ, જુઓ Video

સાયબર ક્રાઈમે 6 મહિનાની મહેનતને અંતે નાઈજિરિયન ગેંગનું રિવર્સ હેક કર્યુ

માલવેર યુક્ત ઈમેઈલ મોકલીને વિવિધ કંપનીઓના હેક કરાયેલા ઈમેઈલ આઇડી થકી નાઇજિરિયન હેકર્સ વિવિધ કંપનીઓના બેંક એકાઉન્ટ સહિતની વિવિધ વિગતો હેક કરીને રૂપિયા કમાતા હતા. જો કે સાઇબર ક્રાઈમના ધ્યાને આ વાત આવતા સાઇબર ક્રાઇમે 6 મહિનાની મહેનતે નાઇજિરિયન ગેંગનું રિવર્સ સર્વર હેક કરવામાં સફળતા મળી છે. જેના ભાગરૂપે વધુ 8000 કંપની એકાઉન્ટને તબક્કાવાર તેમના પાસવર્ડ બદલવા સૂચન કરાઇ રહ્યું છે. આ સિવાય દેશની વિવિધ કંપનીઓને સાઇબર ક્રાઇમથી બચાવવા અમદાવાદ સાઇબર ક્રાઇમમાં એક ટીમની રચના કરાઈ છે. જેમાં 1 પી.આઇ, 1 PSI અને 4 કવોલીફાઇડ ટેકનિકલ કર્મચારીનો ટીમમાં સમાવેશ કરાયો છે જે આવી કંપનીઓને હેકરથી બચાવવામાં મદદરૂપ થશે. હજુ પણ વધુ કંપનીઓના ઈમેઈલ આઈડીને નાઇજિરિયન ગેંગે ટાર્ગેટ કરી હોવાનું સાઇબર ક્રાઇમના અધિકારીઓ માની રહ્યા છે. જેમને તબક્કાવાર સાવચેત કરવાની કામગીરી અમદાવાદ સાઇબર ક્રાઇમ કરી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">