ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસર અને રાજ્યશાસ્ત્ર વિભાગના વડા વચ્ચે વિવાદ સર્જાયો છે. બંનેએ એકબીજા પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો છે. મહિલા પ્રોફેસર ડો.રંજના ધોળકિયાએ કુલપતિને ફરિયાદ કરતા આખો વિવાદ સપાટી પર આવ્યો છે. મહિલા પ્રોફેસરની ફરિયાદ છે કે રાજ્યશાસ્ત્ર વિભાગના વડા મુકેશ ખટીક તેમની સાથે ભેદભાવ રાખે છે અને માનસિક ત્રાસ આપે છે.