શું તમે જાણો છો કે અમદાવાદના તમામ જાણીતા સ્થળોની એક સાથે મુલાકાત કરાવે છે આ બસ? શહેરના સ્થાપના દિવસે જાણો આ સિટી ટુર પેકેજ વિશે
Ahmedabad News: અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાણીતુ છે. પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના હેરિટેજ સહિતના તમામ જાણીતા સ્થળોની એક જ દિવસમાં મુલાકાત કરાવે છે.
અમદાવાદ શહેરનો આજે જન્મદિવસ એટલે કે સ્થાપના દિવસ છે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાણીતુ છે. પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના હેરિટેજ સહિતના તમામ જાણીતા સ્થળોની એક જ દિવસમાં મુલાકાત કરાવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ સિટીની મુલાકાત માટે બે અલગ અલગ પેકેજ રાખવામાં આવ્યા છે.
જે અમદાવાદના જાણીતા સ્થળોની મુલાકાત કરાવે છે. આ બસ સાથે પ્રવાસીઓને એક ગાઈડ પણ આપવામાં આવે છે. જે આ તમામ સ્થળોના ઈતિહાસની જાણકારી પ્રવાસીઓને આપે છે. ત્યારે અમે તમને અમદાવાદના દર્શનના આ પેકેજ વિશે માહિતી આપીશુ.
જાણો કેટલા રુપિયામાં કરી શકશો અમદાવાદ દર્શન
અમદાવાદ દર્શનના બે પેકેજ ટુર છે. જે દરરોજ કરાવવામાં આવે છે. જેમાંથી એક ટુર પેકેજ સવારના સમયનું છે. જ્યારે અન્ય પેકેજ બપોરના સમયનું છે. બંને પેકેજની ટિકિટ પુખ્ચ વયના માણસ માટે વ્યક્તિ દીઠ 500 રુપિયા છે. જ્યારે વિદ્યાર્થીઓ માટે વ્યક્તિ દીઠ 400 રુપિયા છે. વિદ્યાર્થીઓમાં 5થી 12 વર્ષના બાળકોનો જ સમાવેશ થાય છે. જેમાં જે તે સ્થળની એન્ટ્રી ટિકિટનો સમાવશે કરવામાં આવ્યો નથી. એન્ટ્રી ટિકિટ જે તે વ્યક્તિએ સ્વ ખર્ચે લેવાની રહેશે.
સવારનું ટુર પેકેજ
- સમય- સવારે 8થી બપોરના 1 વાગ્યા સુધી
- સ્થળ પર પહોંચવાનો સમય- સવારે 7: 45
- પિક અપ પોઇન્ટ- હોટેલ તોરણ, ગાંધી આશ્રમની સામે
- ડ્રોપ પોઇન્ટ- હોટેલ તોરણ, ગાંધી આશ્રમની સામે
સવારના પેકેજમાં આ સ્થળોની કરાવાશે મુલાકાત
- ગાંધી આશ્રમ
- હઠીસિંહ જૈન મંદિર
- સીદી સૈયદની જાળી
- ભદ્રનો કિલ્લો
- રિવરફ્રોન્ટ ફ્લાવર પાર્ક (પાલડી)
- સંસ્કાર કેન્દ્ર (પાલડી મ્યુઝિયમ)
- રાણી સીપ્રી મસ્જિદ
- ઝુલતા મીનારા
- દાદા હરીરની વાવ
- સરદાર પટેલ નેશનલ મેમોરીયમ
બપોરનું ટુર પેકેજ
- સમય- બપોરે 1:30 થી રાત્રે 09:30 સુધી
- સ્થળ પર પહોંચવાનો સમય- બપોરે 1:15
- પિક અપ પોઇન્ટ- હોટેલ તોરણ, ગાંધી આશ્રમની સામે
- ડ્રોપ પોઇન્ટ- હોટેલ તોરણ, ગાંધી આશ્રમની સામે
બપોરના પેકેજમાં આ સ્થળોની કરાવાશે મુલાકાત
- ગાંધી આશ્રમ
- હઠીસિંહ જૈન મંદિર
- સીદી સૈયદની જાળી
- ભદ્રનો કિલ્લો
- રાણી સીપ્રી મસ્જિદ
- ઝુલતા મીનારા
- સરદાર પટેલ નેશનલ મેમોરીયમ
- અડાલજ વાવ
- અક્ષરધામ