પોરબંદર:  ફાયર બ્રિગેડની ઓફિસમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ, ચારની ધરપકડ

પોરબંદર: ફાયર બ્રિગેડની ઓફિસમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ, ચારની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 2:51 PM

આ વાયરલ વીડિયોમાં પોરબંદર ફાયર બ્રિગેડની કચેરીમાં દારૂની મહેફિલ માણતાં લોકો ઝડપાઇ ગયા છે. જેને લઈ પોલીસે રેડ પાડતા કચેરીમાંથી 4 ઈસમો દારૂની મહેફીલ કેસમાં ધરપકડ કરી હતી.

પોરબંદરની (Porbandar) ફાયર બ્રિગેડની કચેરીમાં દારૂની મહેફિલનો (Alcohol concoction) વીડિયો વાયરલ  (Video Viral) થતા ચકચાર મચી છે. આ વાયરલ વીડિયોમાં પોરબંદર ફાયર બ્રિગેડની કચેરીમાં દારૂની મહેફિલ માણતાં લોકો ઝડપાઇ ગયા છે. જેને લઈ પોલીસે રેડ પાડતા કચેરીમાંથી 4 ઈસમો દારૂની મહેફીલ કેસમાં ધરપકડ કરી હતી. આ વીડિયો ગત રાત્રે રેકોર્ડિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા કમલાબાગ પોલીસે ફરિયાદ નોંધી છે. અને, આ તમામ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા આરોપીના નામ છે (1) સંજય અરજણભાઇ દિવસણીયા, ઉ.વ.34 રહે-પોરબંદર (2) પરેશ ઉર્ફે પલો આંનદજી જોષી, ઉ.વ. 50 રહે-કડીયાપ્લોટ શેરી નંબર 2, પોરબંદર (3) રવી ગોરધન યુડાસમા ઉવ.25 રહે.ફાયર બ્રિગેડ પોરબંદર, મુળ રહે. મેંદરડા સીમાસીગામ જી.જુનાગઢ (4) રાજીવ કરશન ગોહેલ ઉવ.30 રહે. ફાયર બ્રીગેડ પોરબંદર મુળ રહે તાલાલા, ઉમરેઠી ગામ જી.ગીરસોમનાથ

હાલ તો આ વીડિયોને લઇને શહેરભરમાં ભારે ચર્ચાઓએ જોર પકડયું છે. અને, સરકારી ઓફિસમાં દારૂની મહેફિલને લઇને લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યાં છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ મામલે પોલીસ સહિત કાયદાકીય શું કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો : Valsad: મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં બેસી પહોંચ્યા મામલતદાર ઓફિસ, રજિસ્ટર ઓફિસની કામગીરીનું કર્યુ સરપ્રાઇઝ ચેકિંગ

આ પણ વાંચો : Mehsana: દૂધ સાગર ડેરીમાં પ્લાન્ટમાં ટેન્કરમાંથી 7 દુધના પાવડરની બેગ ઝડપાઇ, ચેરમેન દ્વારા 6 લાખનો દંડ વસુલાયો

g clip-path="url(#clip0_868_265)">