Junagadh: ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત થશે

Junagadh: ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત થશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 3:31 PM

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ વે સેવા ખોરવાઈ છે. શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. જો કે રોપ વે સેવા બંધ રહેવાને કારણે ઘણા શ્રદ્ધાળુઓ અટવાયા હતા.

જુનાગઢ (Junagadh)માં આવેલા ગિરનાર પર્વત (Girnar Mountain) પરની રોપ-વે (Rope Way) સેવા ફરી બંધ કરવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે. ખૂબ જ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ વે સેવા ખોરવાઈ છે. શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. જો કે રોપ વે સેવા બંધ રહેવાને કારણે ઘણા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ગિરનાર પર્વત ન ચઢી શકતા મોટી ઊંમરના લોકો તેમજ બાળકોને લઇને આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ફરી ક્યારે રોપ વે સેવા શરુ થશે તેની કોઇ જ જાણકારી ન હોવાથી શ્રદ્ધાળુઓને રોપ વે સેવા શરુ થવાની રાહ જોવી કે નહીં તેની દુવિધામાં મુકાયા હતા. તો ઘણા લોકો ગિરનાર પર્વત સુધી આવીને પરત ફર્યા હતા. એવુ નથી કે ગિરનારની રોપ વે સેવા પહેલી વાર ખોરવાઇ હોય, આ અગાઉ અનેક વાર ભારે પવન અને વરસાદમાં પણ અનેક વાર ઘણા દિવસો સુધી ગિરનાર રોપ-વે સેવા બંધ રાખવાની નોબત આવેલી છે.

જુનાગઢ, ગિરનાર તેમજ આસપાસમાં ગાઢ જંગલો આવેલા છે. જેના કારણે અહીં વારંવાર પવનની ગતિ તેજ રહે છે. તેમજ ચોમાસામાં વરસાદ પણ વધુ પડે છે. જેના કારણે રોપ વે બંધ રાખવાની ફરજ પડે છે અને શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવી પડે છે.

 

આ પણ વાંચો-

અંકલેશ્વરમાં મહાકાળી ફાર્મા કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ, ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા

આ પણ વાંચો-

Ahmedabad: 3 જાણીતા બિલ્ડર જૂથ પર આવકવેરા વિભાગનું 150 અધિકારીઓ સાથેનું ઓપરેશન, 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ મળ્યા

g clip-path="url(#clip0_868_265)">